Type Here to Get Search Results !

my Incredible India

0
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

ભારત વિશે અત્યાર સુધીમાં કેટ કેટલુંય લખાયું છે. ઈન્ટરનેટની દુનિયામાં ભારત વિશે માહિતી એમ લખીને શોધવામાં આવે તો એક ખજાનો હાથમાં આવે છે. આ ખજાનો એટલે ભારત વિશે જાણવાની સમજવાની જીજ્ઞાશાને સંતોષવાનો એક પ્રયાસ.

Incredible India is hard to compare with other countries. The land of India is the place where Gods, Goddesses, Sages and Maharishis were born. Holy land means incredible India. Incredible India is a country whose hospitality is known all over the world.



અતુલ્ય ભારત એટલે જેની સરખામણી અન્ય દેશો સાથે કરવી મુશ્કેલ છે. ભારતની ભૂમિ એટલે કે જ્યાં દેવી - દેવતા, ઋષિ - મહર્ષિએ જન્મ લીધા છે તે અતુલ્ય ભારત. પાવન ભૂમિ એટલે અતુલ્ય ભારત. જે દેશની મહેમાનગતિ સમગ્ર વિશ્વમાં જાણીતી છે તે એટલે અતુલ્ય ભારત.




વિવિધ પુસ્તકાલયોમાં સચવાયેલા  અનેક આધુનિક અને પ્રાચીન પુસ્તકોમાં ભારત વિશે રસપ્રદ માહિતી મળી શકે છે.


આ ડિજિટલ યુગમાં વાંચવાનો સમય કોની પાસે છે! માટે જ તો કેટલીક ઓડિયો અને કેટલાક વિડિયો સ્વરૂપે પણ ભારત વિશે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ક્યાંક ક્યાંક આ માહિતી pdf સ્વરૂપે પણ પીરસવામાં આવી છે તો ક્યાંક ક્યાંક mcq ટેસ્ટ સ્વરૂપે પણ મેળવાયેલા જ્ઞાનની ચકાસણી કરવામાં આવી છે.


આટલા બધા સ્ત્રોત હોવા છતાંય આજે કેટલાય લોકો આ માહિતીને નવીનતમ સ્વરૂપે ડિજિટલ યુગમાં ડિજિટલ સ્વરૂપે રજૂ કરવાનો પ્રયાસ કરીને ભારત વિશે જાણકારી મેળવવાની જિજ્ઞાશા સંતોષવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે લેટેસ્ટ માહિતી પણ ખરાઈ કરીને ઉમેરી રહ્યા છે. 


આમ, જિજ્ઞાશા સંતોષવાનો પ્રયત્ન કરી રહેલા તમામ પ્રકાશકો, વિવેચકો, આલોચકો, લેખકો, પરામર્શકો, વિશ્લેષકો, સંપાદકો, સંકલનકર્તાઓ, પ્રસ્તુતકર્તાઓ તેમજ અન્ય વ્યક્તિઓ કે જેમનો ઉલ્લેખ અહિયા રહી ગયો છે તે તમામનો જ્ઞાનપિપાશું વતી ખરા દિલથી આભાર માનીએ છીએ.


મહાભારત એ દુનિયાનું સૌથી મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે.  આ કથાના કેન્દ્રમાં કુરુવંશ બે ભાઈઓના પુત્રો - પાંચ પાંડવો અને સો કૌરવોની વચ્ચે થયેલા ધર્મ અને અધર્મના યુધ્ધની વાત છે. જે સમય જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં ફેરવાઈ જાય છે. યુદ્ધમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન વાસુદેવ કૃષ્ણ, પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ્ ગીતા કહે છે.


કહેવાય છે કે આ મહાભારત મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવેલું અને ભગવાન શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ લખતા પહેલાં ભગવાન ગણેશે એવી શરત કરી હતી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો મહર્ષિ વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ભગવાન ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. આથી વેદ વ્યાસે પણ સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઈ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કંઈ પણ ન લખવું. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મૂક્યા છે. આ શ્લોક સમજતાં-લખતાં ગણેશજીને સમય લાગે ત્યાં સુધીમાં મહર્ષિ આગળના શ્લોક વિચારી લેતા.


રાજા શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફથી લડતો હતો તેને રામાયણના ભગવાન શ્રી રામના પુત્રો લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઈ વિદ્વાનો મહાભારતનો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય જે હોય તે પરંતુ આ જ મહાકાવ્યો પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિંદુ ધર્મનો આધુનિક આધાર બન્યો છે.


મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુરના રાજ્ય માટે બે વંશજો "કૌરવ અને પાંડવ" વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુનો વિસ્તાર હાલના ગંગાથી ઉત્તર-યમુનાની આસપાસનો દોઆબના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં અત્યારનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજના હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની આસપાસ થયું હતું એમ માનવામાં આવે છે જેમાં પાંડવોનો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ પરત જવા પછી યદુવંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થાય છે. 


મહાભારતના અંત પછીથી કળિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઈમાં સત્યની હાનિ થઈ હતી. કળિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામાં આવે છે. જેમાં તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે "કલ્કિ" નામક ભગવાન વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે.


ચાલો, હવે ભારત વિશે કેટલીક જાણવા માટે નાની એવી એક મોક ટેસ્ટ આપીએ અને જાણીએ કે મારા ભારત વિશે હું કેટલું જાણું છું. આ મોક ટેસ્ટ નિયમિત અપડેટ થતી રહેશે. દરેક નિયમિત મુલાકાત જરૂર લે. ખાસ કરીને સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો જરૂર દરેક મોક ટેસ્ટ આપે, નિયમિત બ્લોગની મુલાકાત લે. આ બ્લોગ ઉપરાંત tutorspost.blogspot.com ની મુલાકાત જરૂર લેતા રહેજો. આ બ્લોગમાં ધોરણ10નાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સરકારી ભરતી માટે ઉપયોગી ગણિત, વૈદિક ગણિત, ટાઇમ પાસ, વાંચવા જેવા લેખ, સરકારી ભરતીના સમાચાર વગેરે વાંચવા મળી શકે છે.


incredible india એટલે કે અતુલ્ય ભારત વિશે મોક ટેસ્ટ આપીએ. 



મોક ટેસ્ટ : 1


 

Post a Comment

0 Comments