Type Here to Get Search Results !

caste certificate online apply - gujarat

0
નમસ્તે મિત્રો, આપ icanhow.blogspot.com અવારનવાર વાંચો છો, તમારા પ્રતિભાવ email થી મોકલીને અમને પ્રેરણા આપો છો, પ્રોત્સાહિત કરો છો તે માટે સૌ વાચક મિત્રોનો આભાર.


અહીં તમે સૌથી પહેલા જાતિ પ્રમાણપત્ર અને અંતમાં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ રીત વિશે જાણજો. આ પોસ્ટ તમારા તમામ ગ્રુપમાં જરૂર પોસ્ટ કરજો.


જાતિ પ્રમાણપત્ર શા માટે જરૂરી છે?

૧. જાતિ મુજબ ફાળવેલી સીટ પર પ્રવેશ મેળવવા,

૨. જાતિ મુજબ નક્કી કરવામાં આવેલી સરકારી યોજનાના લાભ લેવા માટે,

૩. જાતિ મુજબ ફાળવેલી નોકરી માટે, 

૪. જાતિ મુજબ જાહેર કરવામાં આવેલી શિષ્યવૃતિ મેળવવા માટે,

૫. જાતિ મુજબ આપવામાં આવતા અન્ય લાભ કે યોજનામાં લાભાર્થી બનવા માટે,

૬. શૈક્ષણિક અને તબીબી યોજનામાં સહાય મેળવવા માટે ... .. .
 ... .. .  આ સિવાય અન્ય કારણોસર પણ અવારનવાર જાતિનો દાખલો જે તે કાર્યાલય કે કચેરીમાં રજૂ કરવાનો થાય છે. માટે જાતિનો દાખલો કઢાવવો જરૂરી બને છે.

જાતિનો દાખલો off line અને on line કાઢવી શકાય છે.

Here we can read about caste certificate online apply - gujarat. In order to avail certain types of benefits, caste pattern or caste certificate is often required to be presented at that office or office.  Therefore it becomes necessary to set an certificate of caste. 


મિત્રો, અહી આપણે જાતિનો દાખલો ઓન લાઇન કેવી રીતે કાઢવી શકાય તે સમજવાનો પર્યાસ કરીશું.



જાતિ પ્રમાણપત્ર -  ગુજરાત મેળવવા માટે જરૂરી 
 દસ્તાવેજો નીચે મુજબ હોઈ શકે છે. જ્યારે આપણે જાતિનો દાખલો કઢાવવીએ છીએ ત્યારે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયામાં ફેરફાર હોઈ શકે છે. આ ફેરફાર અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત દ્વારા જાણી શકીએ છીએ

+++++++

રહેઠાણનો પુરાવો

૧. અરજદારનું રેશન કાર્ડ

૨. અરજદારના લાઇટ બિલ / વેરાબિલની મૂળ નકલ.

 ઓળખનો પુરાવો 

 ૧. અરજદારના આધાર કાર્ડની નકલ

 ૨. અરજદારના ચૂંટણી ઓળખ કાર્ડની નકલ

 ૩. અરજદારના ડ્રાઇવિંગ લાયસન્સની નકલ

 જાતિ સંબંધિત પુરાવા

૧. અરજદારનું શાળા છોડવાનું પ્રમાણપત્ર

૨. અરજદારના પિતા/કાકા/ફોઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (ફરજિયાત) અને બક્ષીપંચના નમૂનાની અસલ નકલ (જો કોઈ હોય તો)

 અન્ય જરૂરી પુરાવા

 ૧. જાતિ અંગેનું સોગંદનામું.

ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્રનું કઢાવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? 

પગલું ૧: - ઓનલાઈન અરજી કરવા માટે, તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોનમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઈટ ખોલો.

પગલું ૨: - મેનુ પર ક્લિક કરો અને મેનુ બાર ખુલશે

પગલું 3: - તે મેનુ બારમાં સેવાઓ પર ક્લિક કરો

પગલું 4: - સેવાઓ મેનૂમાં નાગરિક સેવાઓ પસંદગી પર ક્લિક કરો અને બીજું પૃષ્ઠ ખુલશે

પગલું 5: – SEBC જાતિના ઉદાહરણ માટે “SEBC પ્રમાણપત્ર (સામાજિક રીતે)

નોંધ :- જાતિનું પ્રમાણપત્ર રૂ.  20 જાતિના પ્રમાણપત્ર માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.

ઓનલાઈન ફોર્મમાં જરૂરી વિગતો સબમિટ કરો.  ફોર્મ પર "*" ચિહ્નિત થયેલ તમામ ક્ષેત્રો ભરવાનું ફરજિયાત છે.

જાતિ પ્રમાણપત્ર ઑફલાઇન ફોર્મ ગુજરાત કેવી રીતે કઢાવવું? 

મામલતદારશ્રીની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાંથી જાતિના નમૂનાનું ફોર્મ મેળવો, જરૂરી માહિતી ભરો અને જમાં કરાવવું.
***************
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ રીત ::  

સ્ટેપ 1 : સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.

સ્ટેપ 2 : ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.

સ્ટેપ 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Our blog is updated regularly. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost


જાતિ પ્રમાણપત્ર ગુજરાત હેલ્પલાઇન નંબર : 18002335500

 
અધિકૃત વેબ સાઈટ::  www.digitalgujarat.gov.in 



Our blog is updated daily. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost

Post a Comment

0 Comments