Type Here to Get Search Results !

know who was netaji subhash chandra bose

0

                                                    ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫

ફોટો સૌજન્ય અને આભાર ::
Photo Courtesy and Thanks ::  https://in.pinterest.com/

સુભાષચન્દ્ર બોઝ કે જેઓ નેતાજીના હુલામણા નામથી જાણીતા છે. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કર્યું હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન્દ"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.

Subhash Chandra Bose popularly known as Netaji also. He was a prominent leader of the Indian freedom struggle. During World War II, he led the Japanese-assisted Azad Hind Army to fight against the British. The motto "Jai Hind" given by him has become the national motto of India. Let's know here who was netaji subhash chandra bose.


સુભાષચંદ્ર બોઝનો પરિચય ::

નામ : સુભાષચંદ્ર બોઝ
હુલામણું નામ : નેતાજી
જન્મ તારીખ : ૨૩ જાન્યુઆરી ૧૮૯૭
જન્મ સ્થળ : ઓરીસ્સાના કટકમાં
પિતાનું નામ : જાનકીદાસ, કટક શહેરના પ્રખ્યાત વકીલ
માતાનું નામ : પ્રભાવતી
૫ત્નીનું નામ : એમિલી
સંતાનો : અનિતા
ભાઈ - બહેનો : કુલ ૧૪ ભાઈ - બહેનો હતા, જેમાં છ બહેનો અને આઠ ભાઈ હતા. 
વ્યવસાય : રાજકારણી, ક્રાંતિકારી, લેખક
મૃત્યુ : ૧૮ ઓગસ્ટ ૧૯૪૫, તાઇવાનની પાસે એક હવાઈ દુર્ઘટનામાં

શિક્ષણ ::

= પ્રારંભિક શિક્ષણ કટકના રેવેસોવ કોલેજીયન સ્કૂલમાં . 
= આગળનું  શિક્ષણ કલકત્તાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યુ.
=  ભારતીય વહીવટી સેવા( ઇન્ડિયન સિવિલ સર્વિસ i.c.s. )ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેંબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા હતા.
= અભ્યાસ :: આઇ.સી.એસ.(સને:૧૯૨૧)


ઉપલબ્ધીઓ ::

સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને ચોથું સ્થાન મેળવ્યું.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ૧૯૩૮- ૧૯૩૯ દરમ્યાન રહ્યા હતા.

કલકત્તાના મેયર તરીકે ૧૯૩૦ થી ૧૯૩૧ દરમ્યાનદરમ્યાન રહ્યા હતા.

આઝાદ હિંદ ફોજના  commander-in-chief તરીકે ૧૯૪૩ થી  ૧૯૪૫ દરમ્યાન દરમ્યાન રહ્યા હતા.

ભારતમાં તેમનું કાર્ય ::

તેમને જલીયાવાલા બાગ હત્યાકાંડથી ખૂબ દુ:ખ થયું.

૧૯૨૧માં તેમણે સિવિલ સર્વિસમાંથી રાજીનામુ આપી દીઘુ અને ભારત ૫રત ફર્યા. 

ભારત ૫રત ફર્યા બાદ તેઓ ગાંઘીજીના સં૫ર્કમાં આવ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈ ગયા.

ગાંઘીજીના આદેશ અને સૂચન મુજબ તેમણે કાર્ય કરવાનુ શરૂ કર્યુ.

સુભાષચંદ્ર બોઝ પુર્ણ સ્વરાજની ઈચ્છા રાખતા હતા અને તેઓ આ માંગથી પાછા હટવા માંગતા ન હતા.
તેઓ મહાત્મા ગાંધીજીના અહિંસાના વિચારો સાથે સહમત ન હતા. મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝના વિચાર ભિન્ન ભિન્ન હતા પરંતુ તેઓ એ સારી રીતે જાણતા હતા કે મહાત્મા ગાંધી અને તેમનો લક્ષ એક જ છે. એટલે જ દેશની આઝાદી પહેલા ગાંધીજીને સૌપ્રથમ "રાષ્ટ્રપિતા" કહીને સુભાષચંદ્ર બોઝે જ સંબોધ્યા હતા. ગાંઘીજીએ ૫ણ સુભાષચંદ્ર બોઝને "નેતાજી" નું બિરૂંદ આપ્યુ હતુ.

બીજુ વિશ્વ યુઘ્ઘ શરૂઆત થવાની તૈયારી હતી. તે સમયે સુભાષચંન્દ્ર બોઝે અંગ્રેજોને ૬ મહિનામાં ભારત છોડી દેવાનું કહ્યું હતું. તેમના આ કાર્યનો વિરોધ થયો . જેથી સુભાષબોઝે કોગ્રેસના અઘ્યક્ષ ૫દેથી રાજુનામુ આપી દીઘુ.


વિદેશમાં રહી ક્રાન્તિકારી પ્રવૃતિઓ ::

બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું. બોઝ માનતા હતા કે અંગ્રેજોના દુશ્મનો સાથે મળીને આઝાદી સરળતાથી હાંસિલ કરી શકાય તેમ છે. બીજા વિશ્વ યુઘ્ઘમાં અંગેજો દ્વારા ભારતીય સંસાઘનોના ઉ૫યોગ કરવાનો ઉગ્ર વિરોઘ કર્યો અને તેના વિરોઘમાં જન આંદોલન શરૂ કર્યુ. આ આંદલનને લોકોનું ખુબ જ સમર્થન મળ્યુ એટલે બ્રિટીશ સરકારે તેમને કોલકતામાં નજર કેદ કરી લીઘા. પરંતુ તેમના ભત્રીજા શિશિર કુમાર બોઝ ની મદદથી તેઓ ત્યાંથી ભાગી નીકળ્યા. ત્યાંથી તેઓ અફઘાનિસ્તાન થઈ રસિયા થઈ જર્મની પહોંચી ગયા.

સક્રિય રાજનીતિમાં આવ્યા પહેલા નેતાજીએ આખી દુનિયાનું ભ્રમણ કર્યું હતુ. તેઓ ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી યુરોપમાં રહ્યા. યુરોપમાં ત્યારે હિટલરના નાજીવાદ અને મુસોલિનના ફાંસીવાદનો સમય હતો. નાઝીવાદ અને ફાંસીવાદનું નિશાન ઇગ્લેન્ડ હતું. જેણે પહેલા વિશ્વયુદ્ધ બાદ જર્મની પર એક તરફી સમજોતો થોપ્યો હતો. તેઓ તેનો બદલો ઈંગ્લેન્ડથી લેવા માગતા હતા. ભારત પર પણ અંગ્રેજોનો કબજો હતો.  તેઓ માનતા હતા કે સ્વતંત્રતા મેળવવા માટે રાજનૈતિક ગતિવિધિઓની સાથે સાથે કૂટનીતિક અને સૈન્ય સહયોગની પણ જરૂર પડે છે.

આઝાદ હિન્દ ફોજની રચના :: 

નેતાજી હિટલરને મળ્યા. તેમણે બ્રિટિશ હકુમત અને દેશની આઝાદી માટે કામ કર્યું. તેમણે ૧૯૪૩માં જર્મની છોડી દીધું ત્યાંથી તેઓ જાપાન ગયા. જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેઓએ કેપ્ટન મોહનસિંગ દ્વારા સ્થાપિત આઝાદ હિંદ ફોજની કમાન પોતાના હાથમાં લીધી. એ વખતે રાસબિહારી બોઝ આઝાદ હિન્દ ફોજના નેતા હતા. તેમણે આઝાદ હિંદ ફોજનું પુનઃ ગઠન કર્યું. મહિલાઓ માટે ઝાંસીની રાણી રેઝીમેન્ટની રચના કરી. જેની કેપ્ટન લક્ષ્મી સહેગલ બની. નેતાજીના નામથી પ્રસિદ્ધ સુભાષચંદ્રે સશ્કત ક્રાંતિ દ્વારા ભારતને સ્વતંત્ર કરાવવા માટે 2 ઓક્ટોબર ૧૯૪૩ ના રોજ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી અને આઝાદ હિંદ ફોજ ની રચના કરી. એક ઝંડા ઉપર દહાડતા(ગર્જના કરતા) વાઘનું ચિત્ર આ સંગઠનનું પ્રતિક ચિહ્ન હતું. નેતાજી આઝાદ હિન્દ ફોજ સાથે ૪ જુલાઇ ૧૯૪૪ના રોજ બર્મા પહોંચ્યા. ત્યાં તેમણે ”તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા” પ્રસિદ્ધ નારો આપ્યો.

સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ અંગે :: 

૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ ટોક્યો જતી વખતે એક હવાઈ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું પરંતુ તેમનું શરીર ન મળી શક્યુ. જેના કારણે નેતાજીના મોત વિશે આજ સુધી કોઈ સચોટ પુરાવા મળ્યા નથી.

સુભાષચંદ્ર બોઝે ૧૯૩૭માં પોતાની સેક્રેટરી અને ઓસ્ટ્રેલિયન યુવતી એમિલી થી લગ્ન કરી લીધા. તે બંનેની એક ”અનિતા” નામની એક દિકરી પણ થઈ જે હાલમાં જર્મનીમાં પરિવાર સાથે રહે છે.


Home  🏡  

ઉપયોગી માહિતી માટે બ્લોગ ઉપયોગી માહિતી માટે  

સરકારી ભરતી, સરકારી સહાય યોજના, મહિલા માટેની યોજના, હોસ્ટેલ, મફત સાયકલ અને અન્ય જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

 સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો. 

અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::





વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.




અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે. 
 
ફોલો જરૂર  
બનો. આ બ્લોગ લીંક તમારા તમામ ગ્રુપમાં શેર કરો જેથી અન્યને મદદ મળી શકે અને અમને પ્રોત્સાહન મળે. #icanhow #RpgtParivar #tutorspost
 #subhashchandrabose #netaji #bhagatsingh #india #jaihind #indian #netajisubhaschandrabose  #indianarmy #bose #chandrashekharazad #bharatmatakijai #inquilabzindabad #freedom #subhaschandrabose  #azadhindfauj #vandemataram #indianindependence #bhagat #subhash #sukhdev #realhero #rajguru #indiannavy #singh #indianairforce #chandra 

Post a Comment

0 Comments