Type Here to Get Search Results !

MYSY 2022

0

મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) 2023:

HOME 🏡 icanhow

મુખ્મંત્રી યુવાસ્વાવલંબન યોજના ( MYSY )ના સંદર્ભમાં વારંવાર પૂછતાં પ્રશ્નો જે mysy ની સતાવાર વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. આ faq જરૂર વાંચો.

1. MYSY યોજનાની અરજી કેવી રીતે 
અરજી કરવાની છે?

MYSY યોજનાની અરજી https://mysy.guj.nic.in પોર્ટલ પર ઓનલાઈન કરવાની હોય છે. વિદ્યાર્થીઓએ
ઉક્ત પોર્ટલ પર Login/Register જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.  રજીસ્ટ્રેશન થયા બાદ જરૂરી વિગતો ભરી, જરૂરી દસ્ટ્તાવેજો અપલોડ કરી  હેલ્પ સેન્ટર ખાતે વેરીફીકેશન કરાવવાનું હોય છે.

2. MYSY યોજનામાંઅરજી કરવા માટેની પાત્રતા શું છે ?

- વિદ્યાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.  

MYSY યોજનામ અરજી કરવા માટે નીચેની બે શરતો પૂરી થતી હોવી જોઈએ.
૧) અ) સ્નાતક કોર્સ માટે ધોરણ-૧૨ વીજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે
તેથી વધુ પસેન્ટાઈલ
 બ) ડીપ્લોમાં કોર્સ માટે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પસેન્ટાઈલ
 ક) ડી-ટુ-ડી કોર્સ માટે ડીપ્લોમાં કોર્સની પરીક્ષામાં ૬૫ ટકા કે તેથી વધુ ટકા
૨) રૂ. ૬ લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને યોજનાનો લાભ મળશે.

નોંધ: આ યોજના માત્ર સ્નાતક કોર્સ માટે જ છે,

3. MYSY યોજનાની અરજી કોલેજના કયા વર્ષમાં કરી શકાય?

પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રર્થમ વર્ષમાં MYSY યોજના હઠેળ અરજી કરી શકે છે. જે વિદ્યાર્થી  શરતચુકથી અરજી કરવાનું ચૂકી ગયા હોય તેઓ કોલેજના કોઈપણ વર્ષ માં અરજી કરી શકે છે. તેઓએ Login/Register મા જઈને “ Delayed Application ” માં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

4. MYSY યોજનાની રીન્યુઅલ સહાયની અરજી કેવી રીતે કરવી તથા MYSY યોજનાની રીન્યુઅલ 
કરવા પ્રક્રિયા શું છે ?

પાત્રતા ધરાવતા વિદ્યાર્થી MYSY યોજનાના વેબપોર્ટલ Login/Registerમાું જઈને “ Renewal Application ” મા લોગીન કરવાનું રહેશે. લોગીન કર્યા બાદ જરૂરી વિગતો ભરી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી, એપ્લીકેશનને લોક કરવાની રહે છે.


5. કોલેજનાં કોર્સના દરેક વર્ષ કે સેમેસ્ટરમાં MYSY યોજનાની શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની હોય છે?

હા

6. MYSY યોજનાની અરજી કરવા માટે અરજી કરવા  કેટલા પસેન્ટાઇલ હોવા જરુરી છે?

તે માટે સતાવાર સૂચના / જાહેરાત / વેબસાઈટ જુવો.

સ્નાતક કોર્સ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પસેન્ટાઈલ
ડીપ્લોમાં કોર્સ માટે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પસેન્ટાઈલ
ડી-ટુ-ડી કોર્સ માટે ડીપ્લોમાં  પરીક્ષામાં ૬૫ ટકા કે તેથી વધુ ટકા

7. MYSY યોજનાની સહાય માટે અરજી કરવા જરૂરી ડોકિયુંમેન્ટ્સ કયા કયા છે તથા  જમા
કરાવવાની પ્રોસેસ શું છે ?

MYSY યોજનાની સહાય માટે અરજી કરવા નીચે મુજબના ડોકિયુંમેન્ટ્સ હોવા જરૂરી છે.
List of Documents for Fresh Application
વિદ્યાર્થીના આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પાસની માર્કશીટની  સ્વ-પ્રમાણિત નકલ,
ડીગ્રી /ડીપ્લોમા અભ્યાસક્રમમા પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિના પત્રની સ્વ-પ્રમાણિત નકલ,
પ્રવેશ માટે ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત નકલ
સેલ્ફ ડેકલેરેશન (અસલ),
વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી ) ની સ્વ-પ્રમાણિત નકલ,
સંસ્થા વડા / આચાર્યનું સંસ્થાના લેટર હેડ પર પ્રમાણપત્ર
હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની  ફીની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ, 
વિદ્યાર્થી બેન્કમા બચત ખાતાની પાસબકના પ્રથમ પાનાની  સ્વ-પ્રમાણિત નકલ
ઈનકમટેક્સ રિટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડેકલેરેશન (અસલ)

Income Tax Return Form જેવા કે ITR-1(SAHAJ)/ ITR-2/ ITR3/ ITR-4(SUGAM)

List of Documents for Renewal Application
વિદ્યાર્થીના આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
સંસ્થા વડા / આચાર્યનું સંસ્થાના લેટર હેડ પર રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર  પ્રમાણપત્ર (અસલમા)
વિદ્યાર્થીના લાગુ પડતાં જે તે દરેક સેમેસ્ટરના પરિણામ ની સ્વ-પ્રમાણિત નકલ
વિદ્યાર્થીના લાગુ પડતાં જે તે દરેક સેમેસ્ટરના ફી ભર્યાની રસીદની સ્વ-પ્રમાણિત નકલ
હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની  ફીની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ
વિદ્યાર્થી બેન્કમા બચત ખાતાની પાસબકના પ્રથમ પાનાની  સ્વ-પ્રમાણિત નકલ
ઈનકમટેક્સ રિટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડેકલેરેશન (અસલ)
Income Tax Return Form જેવા કે ITR-1(SAHAJ)/ ITR-2/ ITR3/ ITR-4(SUGAM)
વિદ્યાર્થીઓએ તમામ ડોકિયુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરવાના હોય છે તથા  હેલ્પ સેન્ટર ખાતે જઈને જમા કરાવવાના હોય છે.

8. MYSY યોજનામાં અરજી કરવા માટેની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા શું છે?
કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખ છે.

9. MYSY યોજનાની અરજી કરેલ છેvપણ હજી સુધી સહાય મળેલ નથી, તો એ અંગેની જાણકારી કયાંથી મળશે?
અરજી કર્યા બાદ દરેક તબક્કે SMS દ્વારા જાણ કરવામા આવે છે. આ ઉપરાત વિદ્યાર્થી MYSY યોજનાના વેબપોર્ટલમા “Student Status”મા લોગીન કરીને તેઓની અરજીની સ્ટેટસ જોઈ શકે છે.

10. MYSY યોજનામાં સહાય મળવાની જાણ લાભાથીને કેવી રીતે કરવામાંઆવે છે?
MYSY યોજનામા સહાય મળવાની જાણ લાભાર્થીને SMS દ્વારા કરવામા આવે છે.

11. હેલ્પ લાઇન નંબર કયા કયા છે ?
MYSY યોજનાનો હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૬૫૬૬૦૦૦/૭૦૪૩૩૩૩૧૮૧ છે.

12. MYSY યોજનાની સહાય રકમ તેમના બેંક અકાઉન્ટમાં ક્યારે જમા થાય છે? ( નેશનલાઇઝ્ડ બેંકમાં અકાઉન્ટ અને બેંક અકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક હોવું જરુરી છે?)
MYSY યોજનાની સહાય રકમ તેમના બેંક અકાઉન્ર્મા ઓનલાઈન અરજી કર્યાના બે
મહિનામાં જમા ર્થાય છે. બેંક અકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક હોવું જરુરી છે.

13. MYSY યોજનામાં કોર્સમાં કેટલી સહાયની રકમ મળવાપાત્ર છે?
MYSY યોજનામાું નીચે મુજબની સહાયની રકમ મળવાપાત્ર છે
૧) ટયશુન ફી સહાય
ટયશુન ફીની રકમની ૫૦ ટકા રકમ અથવા નક્કી કરવામાં આવેલી મહત્તમ મર્યાદા પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર

મહત્તમ મર્યાદા --
મેડીકલ અને ડેન્ટલ -  રૂ. ૨ લાખ
ઇજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકર , એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેર્થી, નસીંગ, ફીઝીયોર્થેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી - 
રૂ. ૫૦ હજાર
ડીપ્લોમા - રૂ. ૨૫ હજાર
બી.એ., બી.કોમ, બી.એસ.સી., બી.બી.એ, બી.સી.એ  - રૂ. ૧૦ હજાર

(૨) રહેવા જમવા માટેની સહાય
પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થી
સરકારી છાત્રાલયમાુ પ્રવેશ મેળવી નહી શકનાર વિદ્યાર્થી
એક  મહિનાના રૂ.૧,૨૦૦ની ઉચ્ચક રકમ
વર્ષના રૂ.૧૨૦૦૦/- મળવાપાત્ર
(૩) સાધન-પુસ્તક સહાય
સરકારી અને સેલ્ફ-ફાઈનાન્સ કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર.
અભ્યાસક્રમની અવધિ દરમ્યાન સાધન-પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર રહશે
સાધન-પુસ્તક  મળવાપાત્ર સહાય
મેડીકલ અને ડેન્ટલ -  રૂ. ૧૦ હજાર
ઇજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકર , એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેર્થી, નસીંગ, ફીઝીયોર્થેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી, ઇન્ટીરિયર ડીઝાઇન, પ્લાનીંગ, હોટેલ મેનેજમેન્ટ - રૂ. ૫ હજાર
ડીપ્લોમા - રૂ. ૩ હજાર

14. MYSY યોજનાની શિષ્યવૃત્તિ મળવાની સાથે   ગુજરાત સરકારની અન્ય સહાય કે લોન માટે અરજી કરી શકાય?
યોજનાઓ પૈકી કોઈ એક જ યોજના હઠેળ લાભ મળવાપાત્ર છે.
આ યોજના અંતગટત ઠરાવમા  દર્શાવામાં આવેલી  સાત કેટેગરીમાં આવતા અને કૌટુંબિક આવક રૂ. ૪.૫૦ લાખ કે તેર્થી ઓછી વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને નક્કી મુજબની શરતોને આધારે લાભ આપવા ઠરાવવામાું આવેલ છે. MYSY યોજનાનો લાભ લેતા વિદ્યાર્થી CMSS યોજનાનો પણ લાભ લઇ શકે.
છે. તે માટે વિદ્યાર્થી https://scholarships.gujarat.gov.in/ પર અરજી કરી શકેછે.

15. MYSY યોજના અંતર્ગત અરજી મજુ થતા કે પછી ખાતામાં સહાયની રકમ જમા થાય ત્યારે મોબાઈલમાં SMS કરવામાં આવે છે?
હા, 

શરતોને આધીન મળવા પાત્ર લાભ નીચે
મુજબના હોય શકે છે. વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટ અને જાહેરાત જુવો.

1. હોસ્ટેલ ખર્ચ માટે સહાય

2. પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સાધનો ખરીદવા માટે સહાય 

3. શિષ્યવૃત્તિ સહાય 

વધુ વિગત માટે સતાવાર વેબસાઈટ / સૂચના/ જાહેરાત જુવો.

MYSY માટે રીતે અરજી કરવાની રીત: 

સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી. તેમાં 
 ‘MYSY શિષ્યવૃત્તિ 2022-2023’ લિંક પર ક્લિક કરવું. તેથી શિષ્યવૃત્તિ નોંધણી ફોર્મ દેખાશે. આ ફોર્મ માં જરૂરી તમામ વિગતો ભરીને 'સબમિટ' બટન પર ક્લિક કરવું જોઈએ. સફળ નોંધણી પછી, અરજદારને નોંધણી ID અને પાસવર્ડ પ્રાપ્ત થાય છે.

ઉમેદવારે નવા બનાવેલા રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઈટ પર લોગઈન કરવું જોઈએ. પછી MYSY શિષ્યવૃત્તિ અરજી ફોર્મ સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે. ઉમેદવારે અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરવી જોઈએ અને અરજી સાથે તમામ સહાયક દસ્તાવેજો અપલોડ કરવા જોઈએ.

અંતે, અરજદારે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 'સબમિટ' પર ક્લિક કરવું જોઈએ.

ઓનલાઇન છેલ્લી તારીખ: 31-12-2022

હેલ્પલાઇન નંબર: 079-26566000, 7043333181

 





Post a Comment

0 Comments