Type Here to Get Search Results !

personalities of India who have become world famous by struggling a lot during their life

0


અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે . 

The Gujarati information presented here has been converted to English using Google Translator. 

૧૯ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ઇન્ટરનેશનલ મેન્સ ડે ઉજવાઈ રહ્યો છે. આ દિવસે ભારતના કેટલાક એવા વ્યકિતત્વ વિશે આજે આપણે માણીશું કે જેઓ તેમના જીવનકાળ દરમ્યાન ખૂબ સંઘર્ષ કરીને વિશ્વ વિખ્યાત બન્યા છે અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ સોનરી અક્ષરે રોશન કર્યું છે.  માત્ર તેમનું નામ બોલવાથી પણ અન્ય દેશના લોકો ભારત પ્રત્યે માન સન્માન જાળવે છે રાખે છે અને ઉમદા સહયોગ આપે છે. મને પ્રેરણા આપતા ઘણા વ્યક્તિમાંથી કેટલાક મહા માનવ વિશે અહી ખૂબ જ ટુંકમાં માહિતી પીરસવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે તમને આ લેખ જરૂર ગમશે. તમારા સૂચન આવકાર્ય છે. 

International Men's Day is being celebrated on 19 November 2022.  On this day, today we will enjoy about some of the personalities of India who have become world famous by struggling a lot during their lifetime and have illuminated the name of India with golden letters all over the world.  Just by speaking his name people of other countries maintain respect towards India and give generous support.  A humble attempt has been made here to provide a very brief account of some of the great men among the many who have inspired me.  Hope you will like this article.  Your suggestions are welcome.




ભારતીય પુરુષોની પ્રેરણાદાયી સફળતા :: 
Inspiring Success Of Indian Men ::

 1. નરેન્દ્રભાઇ મોદી

 ચાની કીટલી પર કામ કરનાર વિનમ્ર વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી લોકશાહીના ભારતના વડા પ્રધાન છે. તેઓ સમગ્ર વિશ્વના આદરણીય વ્યક્તિ છે. જ્યારે નરેન્દ્રભાઇ મોદીને કેશુભાઈ પટેલ પાસેથી મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું શાસન સોંપવામાં આવ્યું ત્યારે તે ઘટના અચરજ પમાડે તેવી ઘટના બની. તેમની પાસે અનુભવનો અભાવ હોવા છતાં તેઓ તેમની કાર્ય કરવાની રીતભાતથી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ સમય પસાર થતા તેમના સુ-શાસનથી મુખ્યમંત્રી તરીકેથી તેઓ આગળ જતાં ભારત દેશના વડાપ્રધાન બન્યા. એટલું જ નહિ પણ ઉકેલવા અઘરા એવા ઘણા પ્રશ્નોનું નિવારણ કર્યું અને ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તેઓ અત્યારે દેશના જ નહિ પણ સમગ્ર વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિમાંના એક છે. શું સફળતાની બીજી કોઈ વ્યાખ્યાની જરૂર છે? 

1. Narendrabhai Modi


 Narendrabhai Modi, a humble man working on a tea kettle, is the Prime Minister of India, the world's largest democracy. He is a respected person all over the world. When Narendrabhai Modi was handed over the governance of Gujarat as Chief Minister from Keshubhai Patel, it was a surprising incident. Despite his lack of experience, his working style made him a popular Chief Minister of Gujarat. After that, with the passing of time, he became the Prime Minister of India from being the Chief Minister due to his good governance. Not only that but solved many difficult problems and became very popular. He is now one of the most powerful person not only in the country but also in the whole world. Need another definition of success?



 2) મહાત્મા ગાંધી

મોહનદાસ કરમચંદ ગાંધીનું જીવન પ્રેરણાદાયી વાર્તા છે. તેઓના જીવન પર આધારિત સત્યના પ્રયોગો ખૂબ જાણીતું પુસ્તક છે. તેઓ મૂળ વ્યવસાયે બેરિસ્ટર હતા. તેઓએ દક્ષિણ આફ્રિકામાં અન્યાય સામે ન્યાય મેળવા માટે લડત લડવાની શરૂઆત કરી અને સફળ થયા. ત્યારબાદ સમય જતા ભારત પરત ફર્યા. તે સમયની જરૂરિયાત મુજબ તેઓએ ભારતમાં આઝાદી મેળવવાની લડતમાં મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું અને લાંબી લડત બાદ અને આઝાદીના અસંખ્ય લડવૈયાની શહાદત બાદ આખરે ભારત ગુલામીમાંથી આઝાદ થયું. તેઓ ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું બહુમાન ધરાવે છે.

2) Mahatma Gandhi


 Mohandas Karamchand Gandhi's life is an inspiring story.  His Life Experiments is a well-known book.  He was originally a barrister by profession.  They began and succeeded in fighting for justice against injustice in South Africa.  Later returned to India.  As per the need of the time, he provided strong leadership in the struggle for freedom in India and after a long struggle and the martyrdom of countless freedom fighters, India was finally freed from slavery.  He is honored as the Father of the Nation of India.



 3) રતન ટાટા

ભારતનું સૌથી વધુ ખ્યાતનામ ઔધોગિક ગૃહ એટલે ટાટા પરિવાર. ભારતની ઔધોગિક ક્રાંતિમાં ટાટા પરિવારનો અમૂલ્ય ફાળો રહેલો છે. ભારતમાં કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જે સવારે ઊઠીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી ઓછામાં ઓછી એક વસ્તુ ટાટા પરિવાર દ્વારા બનાવવામાં આવેલી વાપરતી ન હોય છે. 1991માં રતન ટાટા ટાટા ગ્રૂપના ચેરમેન બન્યા. તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન વિપરીત પરિસ્થિતિમાં સૂઝબૂઝથી સખત મહેનત કરી અને સફળતા મેળવી છે. તેમણે ભારતની સૌથી સસ્તી નેનો કારની ભેટ આપી છે. વિશ્વના ઘણા દેશોમાં આજે આ ઔધોગિક ગૃહ સફળતાપૂર્વક વ્યાપાર કરી રહ્યું છે. 

3) Ratan Tata

India's most famous industrial house is the Tata family.  The Tata family has made an invaluable contribution to India's industrial revolution.  There is hardly a person in India who wakes up in the morning and goes to sleep at night without using at least one item made by the Tata family.  In 1991, Ratan Tata became the Chairman of the Tata Group.  During his tenure, he has worked tirelessly in adverse conditions and achieved success.  He has gifted India's cheapest Nano car.  Today this industrial house is successfully doing business in many countries of the world.

4) ધીરુભાઈ અંબાણી

પેટ્રો ક્ષેત્રે અગ્રણ્ય એવા ઔધોગિક ગૃહ રિલાયન્સનું નામ આજે સૌ નાના - મોટા બિઝનેસ ગૃપ સારી રીતે જાણે છે. કોણ નથી જાણતું? રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી છે. તેઓ જ્યારે તે 16 વર્ષના હતા ત્યારે તેઓ યમન ગયા અને કારકુન તરીકે કામ શરૂ કર્યું. નોકરી દરમ્યાન સમયની ગતિવિધિ અનુસાર પ્રગતિ સાધવા માટે પોતાનો વ્યવસાય સેટ કરવા ભારત પાછા ફર્યા. વ્યાપાર શરૂ કર્યો. તેમાં સંઘર્ષ કરીને સફળતા મેળવવાની શરૂઆત કરી. વ્યાપાર ચડતી - પડતી જોઈ. વ્યાપાર સાથે તેમણે શેરબજારમાં પણ પ્રવેશવાનું નક્કી કર્યું. તેમની દ્રઢ નિર્ણય શક્તિ અને સફળતાપૂર્વક જોખમ ખેડવાની આવડતના ફળ સ્વરૂપ તેમનું ઔધોગિક ગૃપ ભારત વર્ષો સુધી અગ્રણ્ય રહ્યું છે.

4) Dhirubhai Ambani


 The name of Reliance, a leading industrial house in the petro sector, is well known by all small and large business groups today. Who doesn't know? The founder of Reliance is Dhirubhai Ambani. He moved to Yemen when he was 16 and started working as a clerk. Returned to India to set up his business to progress as per the movement of time during employment. Started business. Started to get success by struggling in it. Seen the rise and fall of business. Along with business, he also decided to enter the stock market. As a result of his decisiveness and ability to take risks successfully, his industrial group India has been a leader over the years.

5) અમિતાભ બચ્ચન

ફિલ્મ ક્ષેત્રના આ સદીના મહાનાયક એટલે અમિતાભ બચ્ચન. તેમના અવાજને કારણે તેમને નોકરી ન મળી શકી બોલિવૂડમાં બોક્સ-ઓફિસ પર બ્લોકબસ્ટર પરફોર્મર, અમિતાભ બચ્ચનની કારકિર્દી સિનેમા ક્ષેત્રે ખૂબ જ અવ્વલ નંબરે સંઘર્ષમય રહી છે. શૂટિંગ દરમ્યાન ગંભીર રીતે ઘાયલ થાય અને મોતના મુખમાંથી પરત ફર્યા છે. તેઓએ પ્રોડક્શન હાઉસ, અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ (ABCL) શરૂ કર્યું હતું . બોલિવૂડમાં તેમની કારકિર્દીનો ઉદય અને ઝડપી પતન એ બોલીવુડમાં એક સાચી વાર્તા સમાન છે. નાદાર થવા છતાં તેણે હાર ન માની પણ લડત ચાલુ રાખી. આ નિર્ણાયક સમયે ભારતમાં ટેલિવિઝન ક્ષેત્રના ખ્યાતનામ ક્વિઝ શો KBC સીરીઝના સથવારે તેઓ ધીમે ધીમે ફરી એકવાર ટોચ પર પહોંચી ગયા. બિગ બીએ સાચે જ સાબિત કર્યું કે કોઈપણ વ્યવસાયમાં સન્માન તમારી કુશળતા અને તમારા વલણ દ્વારા પ્રાપ્ત થાય છે.

5) Amitabh Bachchan

Amitabh Bachchan is the hero of this century in the film industry. Blockbuster performer at the box-office in Bollywood, Amitabh Bachchan's career has been a struggle at the very top of the film industry. During the shooting, he was seriously injured and returned from death. They started a production house, Amitabh Bachchan Corporation Limited (ABCL). The rise and rapid fall of his career in Bollywood is a true story in Bollywood. Despite being bankrupt, he did not give up but continued to fight. At this critical juncture, he slowly rose to the top once again with KBC Series, a popular quiz show in the television industry in India. Big B truly proved that respect in any profession comes from your skills and your attitude.

સફળ વ્યક્તિના જીવનમાં નીચેની બાબતોમાં સામ્યતા જોવા મળી શકે છે.

1. હંમેશા તમારી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનો.

 2. હંમેશા દરેકનો આદર કરો.

 3. હંમેશા દયાળુ બનો.

 4. હંમેશા સારી રીતભાત રાખો.

 5. હંમેશા સમયસર રહો.

 6. હંમેશા સારી સ્વચ્છતા રાખો.

 7. હંમેશા તમારા કપડાં જાણો.

 8. શપથ લેવાનું હંમેશા ઓછામાં ઓછું રાખો.

 9. હંમેશા નિયંત્રિત રહો.

 10. હંમેશા વિચારશીલ બનો.

A successful person's life may have the following similarities.


1. Always be the best version of yourself.


 2. Always respect everyone.


 3. Always be kind.


 4. Always have good manners.


 5. Always be on time.


 6. Always maintain good hygiene.


 7. Always know your clothes.


 8. Always keep swearing to a minimum.


 9. Always be in control.


 10. Always be considerate.

Post a Comment

0 Comments