Type Here to Get Search Results !

Kitchen gardening or ideas for kitchen garden કિચન ગાર્ડન તાલીમ શિબિર

0
નમસ્કાર કુદરત પ્રેમી મિત્રો, 
દરેક પોસ્ટ અંત સુધી વાંચવાની જરૂર છે.

આપણા શહેર અમદાવાદ માં બાગાયત નિયામક દ્વારા બાગબાની માટે એક દિવસીય તાલીમનું આયોજન કરેલ છે.

 

With kitchen gardening or kitchen garden we will learn about how we can grow fresh vegetables for ourselves.


આ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ ભરવું જરૂરી છે. આ ગૂગલ ફોર્મ ની ઈમેજ નીચે પોસ્ટ કરેલી છે. આ ઈમેજ મુજબ વિગતો તૈયાર રાખવી જેથી ફોર્મ ભરતી વખતે સરળતા રહે.


icanhow.blogspot.com નાં એક આર્ટિકલ પર્યાવરણ સંરક્ષણ Environmental protectionમાંથી... .. . નીચેનો ભાગ લેવાના આવ્યો છે.

🌳પશુ પક્ષી, માનવ જેવા મોટા ભાગના સજીવો શ્વસનમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. અને આ ઓક્સિજન વાયુની વાતાવરણમાં પુનઃપ્રાપ્તિ વૃક્ષો દ્વારા જ થાય છે. આથી કહી શકાય આ બધા સજીવના જીવન નિર્વાહમાં જંગલોનો ખૂબ મોટો ફાળો રહેલો છે. 


પરંતુ જે રીતે જન સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અનેક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે. જે કારણોસર જંગલોમાંથી વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. જંગલોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પર્યાવરણને બચાવવા માટે જંગલોનો વિકાસ કરવો જરૂરી છે. શહેરી વિસ્તારમાં ગ્રીન કવર ઘટી રહ્યું છે કેમ કે ખુલ્લી જમીનનો અભાવ છે.  ખુલ્લી જમીન હોય તો ગાર્ડનીંગ, ટેરેસ ગાર્ડનીંગ, પોર્ટ કલ્ચર અને નવી હાઈડ્રોપોનિક્સ ની માહિતીનો અભાવ છે. આ માટે સરકાર શ્રી દ્વારા ઘણી યોજના ચાલતી હોય છે. જાણકારીના અભાવે આ અંગે કશું કરી શકતા નથી. આ પ્રકારના એક કાર્યક્રમના આયોજનની વિગત નીચે મુજબ છે.


ચાલો ટૂંકમાં જાણીએ...

કિચન ગાર્ડન વિશે:

કિચન ગાર્ડન એટલે આપણા ઘરઆંગણે તાજા શાકભાજી અને ફળો ઉગાડવા તથા તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવો. કિચન ગાર્ડન એ અન્ય ગાર્ડન કરતા થોડોક અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. કિચન ગાર્ડન એવી જગ્યાએ બનાવવામાં આવે છે કે જેથી કિચન ગાર્ડનમાં રહેલી વનસ્પતિને સૂર્યપ્રકાશ સારી માત્રામાં મળી રહે તથા પાણી પણ સરળતાથી પૂરું પાડી શકાય. ત્યારબાદ આ કિચન ગાર્ડન ને સરખા ભાગોમાં વહેંચી લો અને તેમાં પસંદગી પ્રમાણે યોગ્ય ફળ તથા શાકભાજી વાવો. આ કિચન ગાર્ડનમાં બિનજરૂરી શાકભાજીનો કચરો નાખી જૈવિક ખાતરના રૂપમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. કિચન ગાર્ડનને ઘરની અગાસી પર, ઘરની આજુબાજુ વાડામાં તેમજ ઘરની પાછળ બનાવી શકાય છે.



આ કિચન ગાર્ડન આર્થિક તેમજ શારીરિક રીતે ખૂબ જ લાભદાયી હોય છે. આના લીધે આપણને રસાયણ મુક્ત અને તાજા શાકભાજી તથા ફળો મળી રહે છે. પૈસાની પણ બચત થાય છે. ઘરમાં પુરતી જગ્યા ન હોય તો કુંડાઓમાં પણ વેલા જેવી વનસ્પતિ ઉગાડી શકાય છે.



કિચન ગાર્ડનના ફાયદા:

(૧) ઈચ્છા મુજબ તાજા અને તંદુરસ્ત શાકભાજી તથા ફળ મેળવી શકાય છે.

(૨) ઘર આંગણે જ કુટુંબ ની જરૂરિયાત પ્રમાણે ફળ, ફૂલ અને શાકભાજી મેળવી શકાય છે.

(૩) સ્થાનિક બજારમાં મળતા ફળ અને શાકભાજી કરતાં કિંમતમાં સસ્તું પડે છે.

(૪) આજુબાજુના બજારમાંથી ખરીદવા જવું પડતું નથી માટે શક્તિ અને સમયનો બચાવ થાય છે.

(૫) મનપસંદ, તાજા, પ્રદુષણમુક્ત શાકભાજી તથા ફળ ઘરઆંગણે જ નિયમિત મળી રહે છે.

(૬) ઘર આંગણાની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ અને સ્વચ્છ ચોખ્ખું રાખી શકાય છે.

(૭) કુટુંબમાં તથા આસપાસમાં રહેતી મહિલાઓ, બાળકો અને વડીલોને શારીરિક શ્રમ સાથે જ્ઞાન મેળવવાની ઉત્તમ તક મળે છે તેમજ ઘરના સદસ્યોની તંદુરસ્તી સારી રહે છે.

(૮) શાકભાજી તથા ફળો સાફ કર્યા હોય તેવા પાણીનો કિચન ગાર્ડનમાં ઉપયોગ કરી શકાય છે. આ રીતે નકામા પાણીનો પણ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.

હાઈડ્રોપોનિક્સ વિશે:

હાઈડ્રોપોનિક્સ એ મૂળ ગ્રીક શબ્દ છે. હાઈડ્રોપોનિક્સ શબ્દ બે શબ્દો "હાઈડ્રો" અને "પોનિક્સ" નો બનેલો છે. જેમાં "હાઈડ્રો" નો અર્થ પાણી અને "પોનિક્સ" નો અર્થ શ્રમ થાય છે. એટલે કે ફળ, ફૂલ, શાકભાજીને જમીનને બદલે પાણીમાં ઉગાડવાની પદ્ધતિને હાઈડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ જમીન કરતાં માત્ર ૧૦ ટકા પાણીની જરૂરીયાત રહે છે. ખાસ પ્રકારની પાઇપલાઇનની ગોઠવણી તૈયાર કર્યા બાદ એની જાળવણી માટે માત્ર પોષક તત્વો અને પ્લાન્ટનો નહીવત ખર્ચ થાય છે. હાઇડ્રોપોનિક્સ પ્લાન્ટ ઘરની બાલ્કની અથવા અગાસીમાં કરી શકાય છે.


દુનિયાના ઘણા દેશના લોકો હાઇડ્રોપોનીક્સ પદ્ધતિ નો ઉપયોગ કરી રહ્યા છે. આપણે પણ આપણા ઘરની અગાસી ઉપર જગ્યા પ્રમાણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ છીએ. આ પદ્ધતિથી વાવેતર કરવાથી પોષક તત્વો પણ વધારે મળે છે તેમજ જંતુનાશક દવાથી થતા કેન્સરનું જોખમ પણ રહેતું નથી. હાઈડ્રોપોનિક્સ ટેકનોલોજીની મદદથી આપણે ઘર આંગણે જ પાલક, ફુદીનો, કેપ્સીકમ મરચાં, દૂધી, ટામેટા, રીંગણા, કારેલા, કાકડી, સ્ટ્રોબેરી જેવી અનેક શાકભાજી અને ફળનું વાવેતર કરી શકીએ છીએ.


###     ###     ###     ###     ###









































આ કાર્યક્રમમાં ગાર્ડનીંગ, ટેરેસ ગાર્ડનીંગ, પોર્ટ કલ્ચર અને નવી હાઈડ્રોપોનિક્સ રીત શીખવવામા આવશે.

 

આ તક નો લાભ લેવા હોય તેઓ આ પોસ્ટ અંતમાં આપેલા નંબર પર સંપર્ક કરવો તેમજ ગૂગલ ફોર્મ ભરીને જમા કરાવવું. 


આ ટ્રેનિંગની પાંચમી બેચ રાખેલ છે અને ફકત હવે 5 બેચ બાકી છે. આ ટ્રેનિંગ માં ચા -  નાસ્તો અને જમવાનું સાથે છે અને તે માટે અલગથી કોઈ શુલ્ક નથી અને જે આ ટ્રેનિંગ લેશે તેઓને બાગાયત ખાતા  દ્વારા એક સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરવામાં આવશે.  તો જે પણ પર્યાવરણ પ્રેમીને આ અંગે રસ હોય તેઓએ તાત્કાલિક ધોરણે રજીસ્ટર કરાવવું.....🙏🏻💐


સંભવિત તારીખો: 13,20,27 ફેબ્રુઆરી
6,13,20 માર્ચ
આમાં ફેરફાર થઈ શકે છે, ઉપર થી સૂચના હોય તો જ નહિતર આજ તારીખ રહશે.


ટ્રેનિંગ નું સ્થળ :~

વેદ ભવન
3/B, હાઇલેન્ડ પાર્ક સોસાયટી , 
મૈત્ર પેથોલોજી પાસે,
ગુલબાઈ ટેકરા એપ્રોચ 
બી આર ટી એસ બસ સ્ટોપ ની સામે 
ગુલબાઈ ટેકરા 
અમદાવાદ 15.


સંપર્ક : નિલાંગ રાવલ : 92287 52350.






TOP 🔝

Post a Comment

0 Comments