Type Here to Get Search Results !

Self Employment Small Business

0

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

Self Employment Oriented Small Business - Vehicle Loan Assistance Scheme is helpful.

નમસ્તે મિત્રો, કેટલાક આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે નાના પાયે સ્વરોજગારલક્ષી વ્યવસાય કરે છે. આ વ્યવસાય માટે અમુક મૂડીનું રોકાણ કરવું પડે છે. આ મૂડી ને લોન સ્વરૂપે મેળવીને વ્યવસાય કરી શકાય છે.


Hello friends, some self-employed people run small businesses to meet their financial needs. This business requires some capital investment. The business can be done by getting this capital in the form of loan.


   કેટલાક વ્યવસાયમાં વાહનની જરૂરિયાત હોય છે. આ વાહન માટે પણ લોન મળવા પાત્ર છે. આ માટે સરકારશ્રી કેટલીક યોજના ચલાવે છે. આ યોજનાની વિગત ટુંકમાં નીચે મુજબ છે. મહિલાઓ સ્વરોજગાર તરફ આગળ વધે તે જરૂરી છે માટે મહિલાઓ વિશેષ લાભ મેળવી શકે છે. વિગત માટે અંતમાં બે લિંક આપેલી છે. આ વિગતની ચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરીને આપ લાભ મેળવી શકો છો.


પ્રભાગ/નિગમ: ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ

યોજનાનો પ્રકાર:  

સ્વરોજગારલક્ષી લોન યોજના

ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ,  તા:૩૦/૯/૨૦૧૭ના મુજબ  ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. જેમાં બિનઅનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક ઈબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ.૧, તા:૧૫/૮/૨૦૧૮ના મુજબ સ્વરોજગારલક્ષી લોન યોજનામાં બિનઅનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેવા અરજદારો માટે યોજના અમલમાં મુકવામાં આવેલ  છે. જે મુજબ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક ઈબીસી/૧૦૨૦૧૯/એમઆર-૧૨૫/અ.૧, તા:૩૦/૮/૨૦૨૨ મુજબ સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓની પસંદગી ઝડપી કરી શકાય તેમજ સમયનો વ્યય થતો અટકાવી શકાય તે હેતુથી અરજદારોની પસંદગી  ડ્રો સિસ્ટમથી કરવા મંજુરી મળેલ છે.

યોજનાનું સ્વરૂપ/ લોન સહાયના ધોરણો

રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.

વ્યવસાય જેવા કે કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે રૂ.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.

ઉપરોકત યોજના માટે લોન વાર્ષિક ૫ ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.

ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.૬.૦૦લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે

અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિનાઅનામત વર્ગનાં હોવા જોઈએ.
અરજદારની ઉંમર ૧૮વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ.
ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫% સાદા વ્યાજ અને મહીલાઓ માટે ૪% રહેશે.પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ કે તેથી ઓછી.
સ્વરોજગાર લક્ષી લોન યોજનાઓ માટેના ધિરાણના માપદંડ
વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકુ લાયસન્સ હોવું જોઈએ તથા નાના વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો(હાઈપોથીકેશન) કરવાનું રહેશે.
વાહન મેળવ્યાના ત્રણ માસ પછી ૫ વર્ષ ના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
નાના વ્યવસાય લોન મેળવ્યાનાં ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશેતથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે.
લોનની રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે તેના સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીને સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

મહત્વના જરૂરી આધારો
શૈક્ષણિક લાયકાત
ઉંમરનો પુરવો
આધારકાર્ડ
અરજદારનુ નામ હોય તેવુ રેશનકાર્ડ
રહેઠાણનો પુરાવો
બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
કુટુંબની આવકનો દાખલો
આઈ.ટી.રીટર્ન, (તમામ- PAGE) ફોર્મ-૧૬
ધંધાના સ્થળનો આધાર
ધંધાના અનુભવનો આધાર
પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર ( પરિશિષ્ટ-૩)
અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ ( આઈ.એફ.સી કોડ સહિત)

નોંધ: અરજદારને લોન મંજુરી અર્થેના સાધનિક પુરાવા રજુ કરવા માટે વધુમાં વધુ ૩ (ત્રણ) તક આપવામાં આવશે તેમજ નિયત સમયમર્યાદામાં માંગેલ પુર્તતા પુર્ણ કરવાની રહેશે અન્યથા  અરજી દફ્તરે કરવામાં આવશે.
શરતો:
સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ લોન મેળવવા ઇચ્છુક લાભાર્થીઓ તા:૧૫/૦૩/ ૨૦૨૩ થી અરજી કરી શકશે.

સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ તા:૨૭/૦૩/૨૦૨૩ થી તા: ૨૬/૦૫/૨૦૨૩ સુધી ચાલુ રહેશે.
વર્ષ:૨૦૨૨-૨૩ માટે સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ ૨૫૦૦ લાભાર્થીઓનું ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.
લોન યોજના માટે લાભાર્થીની પસંદગી ડ્રો સિસ્ટમથી કરવામાં આવશે.
લોન યોજના માટે એક કુટુંબ માંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકશે.
લોન યોજના માટે એક જ ગામના મહત્તમ પાંચ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે.
 માટે રજુ થયેલ અરજીઓ પૈકી લઘુત્તમ ૧૦% જેટલી મહિલાઓની અરજીઓને અગ્રતા આપવામાં આવશે.
નિયત કરાયેલ વ્યવસાયો માટે જીલ્લાદીઠ એક વ્યવસાય માટે મહત્તમ ૨૦ (વીસ) લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે. 
લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ડ્રો સિસ્ટમથી પસંદગી પામેલ અરજદારને ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
અરજદારને મળેલ પૂર્તતાની વિગતો દિન-૭ માં પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અ૫લોડ કરવાનાં રહેશે.  
નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
હવે પછી થી અરજીની વિગતોની જાણ SMS/E-MAIL થી કરવાની હોય આપનો મોબાઇલ નંબર અને E-MAIL બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.
અરજદારે અરજી મંજુર થયેથી બોજાનોંધ/ મોર્ગેજ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા)ચેક રજુ કરવાના રહેશે.

આ માહિતી દરેક  મિત્રો સુધી પહોંચાડો.



*****

>  આ યોજના કેટલાક વાહનો જેવા કે રીક્ષા, મારુતિ ઈકો, જીપ ટેક્ષી વ્યવસાય કે કેટલાક વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર રેડીમેડ ગારમેન્ટ, બુકસ્ટોર્સ કે યાદીમાં શામેલ અન્ય વ્યવસાય  માટે ... .. .

> સરકારશ્રીની આ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે *રૂ. 10લાખ* અથવા ખરેખર થનાર ખર્ચ પૈકી જે ઓછું હોય તે મળવા પાત્ર... .. .



 
ટુંકમાં વિગત::

1. યોજનાનું નામ : સ્વરોજગારલક્ષી યોજનાઓ

2. યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો:

     રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરેસ્વરોજગારલક્ષી વાહનોમાટે ઓનરોડ યુનિટ કોસ્ટ.

વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.


> ઉપરોકત ક્ર્મ 1 અને 2 ની યોજના માટે લોન વાર્ષિક 5 ટકા ના સાદા વ્યાજે મળવાપાત્રથશે. મહિલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવા પાત્ર થશે.

> ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ. 6.00 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.


સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ

3. વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.

4. મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.

5. વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.

6. નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.


7. લોનની કુલ રકમ રૂ. 7.50 લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજુ કરવાનું રહેશે.

8. લોનની કુલ રકમ રૂ. 7.50 લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

9. દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.

10. અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.

11. અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.

12. ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5 ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4 ટકા રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

વ્યાજનો દર : ક્ર્મ 1 અને 2 માટે વાર્ષિક 5 ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે 4 ટકા રહેશે.

13. આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.6 લાખ કે તેથી ઓછી.






#yojana #yojna
#sarakarisahayyojana
#sarakarisahayyojna
#sahayyojana
#sahayyojna
#sarkariyojana
#sarkariyojna
#narendramodi
#rojgar #scheme  
#gujaratbharti 
#manavkalyanyojana
#shikshansahayyojna
#bhojanbillsahayyojana
#chaatralaysahayyojana
#sarkariyojanaupdate #sarkariyojanagujarat #sarkariyojnaguj #sarkariyojnaupdate #sarkariyojanaonlineform
#egdgtech
#rajjeshshyani
#kidsvedicmaths
#icanhow
#tutorspost
#rpgtparivar
#paxisevaparivar
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_  
@PMOIndia @narendramodi
 

Post a Comment

0 Comments