Dr. A.P.J. Abdul Kalam - The great scientist
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. 28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વિજ્ઞાન દિવસ શા માટે અને કોની યાદમાં ઉજવાય છે તે 28 ફેબ્રુઆરીના રોજ માણીશું. Here we will get information about Dr. A.P.J. Abdul Kalam - the great scientist and the great astronomer of India. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના અવકાશ વિજ્ઞાનના પિતા એવા ડો વિક્રમ સારાભાઈની સાથે વિજ્ઞાની તરીકે કાર્ય કરીને અનેક સિધ્ધિઓ હાંસલ કરીને ભારતની પ્રજામાં અને અંતરિક્ષ વિજ્ઞાન જગતમાં લોકચાહના મેળવનાર મહાન વિજ્ઞાની વિશે અહી જાણકારી મેળવીશું. ફોટો સૌજન્ય :: TOI ભારતના રાષ્ટ્રપતિ, ભારતના પ્રક્ષેપાત્રો - મિસાઈલના સર્જક અને સમગ્ર ભારતમાં લોકચાહના ધરાવતા ઉમદા સ્વભાવ ધરાવતા અને અંતરિક્ષ વિશ્વ વિજ્ઞાન જગતમાંના મહાન વિજ્ઞાનીનું નામ ડૉ. અવુલ પકીર જૈનાલબ્દીન અબ્દુલ કલામ છે.ટૂંકમાં, તેમને સૌ એ.પી.જે. અબ્દુલ કલામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓનું બાળપણ: ભારતના આ મહાન વિજ્ઞાનીનો જન્મ 15 ઓકટોબર, 1931નાં રોજ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા જાણીતા યાત્રાધામ રામેશ્વરમ ટાપુ ખાતે ગરીબ, ઈમાનદ...