Type Here to Get Search Results !

celebrate National Youth Day with the spirit of world peace and brotherhood.

0
સૌજન્ય અને આભાર : વિકી પીડીયા, સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને શુભેચ્છા મિત્ર એવા પુસ્તક
ફોટો સૌજન્ય અને આભાર :: pinterest 


+++++++
સૌ વાચક મિત્રોને.  રાષ્ટ્રીય યુવા દિવસ 2023 12-જાન્યુઆરી-2023 ની ખૂબ જ ઉષ્માભરી અને શુભકામનાઓ.
To all readers. A very warm and happy national Youth Day 2023 12-January-2023.

*****
સ્વામી વિવેકાનંદ – ગુરુજી, જીવનના કઠીન સમયમાં પણ નવું નવું સત્કર્મ કરવાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખવો એ મને કહેશો ?
રામ કૃષ્ણ પરમહંસ – વત્સ , તું આજે ક્યાં સુધી આવી પહોંચ્યો છે એની તરફ હંમેશાં નજર રાખ નહિ કે તારે ક્યાં સુધી જવાનું છે એની તરફ. જીવનમાં તને જે કંઇક સારું પ્રાપ્ત થયું છે એ તને ભગવાન કૃપાએ મળ્યું છે એમ માની એનો પાડ માન અને જે કઈ ખૂટે છે અને મેળવવાની ઇચ્છા છે એની ચિંતા છોડ.
          

સ્વામી વિવેકાનંદ : હું મારી આ જિંદગીમાં કેવી રીતે મહત્તમ ફળની પ્રાપ્તિ કરી શકું ?
રામ કૃષ્ણ પરમહંસ – જે પસાર થઇ ગયો એ ભૂતકાળ વિષેની ચિંતા કે શોક છોડી દે . તારી પાસે હાલ જે છે એ વર્તમાન કાળનો મનમાં વિશ્વાસ રાખી સામનો કરી તારું કાર્ય કર્યે જા . જે હજુ આવવાનો છે એ ભવિષ્યકાળ માટે મનમાં કોઈ પણ જાતની ચિંતા રાખ્યા સિવાય તારી જાતને એ માટે તૈયાર કર.
*****

દરેક દેશનું યુવાધન આશા અને સકારાત્મક ઉર્જાથી ભરેલું હોવા જોઈએ કારણ કે તેઓ  રાષ્ટ્રનું ભવિષ્ય છે. જીવનમાં સકારાત્મક બનવાનો પ્રયત્ન કરો અને તેને સુખ અને આનંદથી ભરી દો. ચાલો ત્યારે વિશ્વ શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવીએ.

The youth of every country should be full of hope and positive energy as they are the future of the nation.  Try to be positive in life and fill it with happiness and joy.  Let us then celebrate National Youth Day with the spirit of world peace and brotherhood.


રાષ્ટ્રીય યુવા દિવસ એ આપણા ભારત દેશના એક મહાન ભારતીય ચિંતક, દાર્શનિક અને સામાજિક નેતા એવા વિશ્વ પૂજનીય સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની યાદમાં ઉજ્જવામાં આવતો વિશેષ દિવસ છે. સ્વામી વિવેકાનંદ જાણીતા વિચારક હતા. ભારત સરકાર દ્વારા  વિશ્વ વંદનીય એવા મહાન ઋષિ અને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરેલું છે.
National Youth Day is a special day celebrated to commemorate the birth anniversary of a great Indian thinker, philosopher and social leader, Swami Vivekananda. The Government of India has decided to celebrate 12th January as National Youth Day to celebrate the great man and his achievements that the world hails.

શાળા અને કોલેજ તથા સામાજિક સંસ્થામાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે તે જાણીએ.
Know how International Youth Day is celebrated in schools and colleges and social organizations.

આ દિવસને યાદગાર અને રાષ્ટ્ર ઉપયોગી બનાવવા માટે 
1. પ્રદર્શનો,
2. પરિષદો 
3. પરિસંવાદો.
4. સમાજ ઉપયોગી સેવાઓ.
5. જાણીતી ખ્યાતનામ યુવા દ્વારા દ્વારા વિદ્યાર્થી અને સમાજને રાષ્ટ્રના હિતમાં હોય તેવું શિક્ષણ આપવું.
6. પર્યાવરણ જતન માટે વિવિધ  પ્રવૃત્તિઓ,
7. સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત ફિલ્મ કે ડોક્યુમેન્ટરી બતાવવી,
8. ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવું,
9. સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલા સ્થળ કે આશ્રમ કે મંદિરની મુલાકાત લેવી,
10. સાયકલ રેલી કે પદયાત્રા દ્વારા સમાજમાં રાષ્ટ્ર હિતના સંદેશ સમાજમાં પહોંચાડવા,

To make this day memorable and useful for the nation
 1. Exhibitions,
 2. Conferences
 3. Seminars.
 4. Socially useful services.
 5. To provide education to the students and society in the interest of the nation through well-known celebrity youth.
 6. Various activities for environment protection,
 7. Showing a film or documentary based on the life of Swami Vivekananda,
 8. Organizing drawing competition,
 9. Visiting places or ashrams or temples associated with Swami Vivekananda,
 10. To convey the message of national interest to the society through bicycle rally or padayatra,

શા માટે યુવાનો પાસે આ દિવસે અપેક્ષાઓ રાખીએ છીએ ?
Why do we expect youth on this day?
સૌ કોઈ ચાહે છે કે વર્તમાન ટેકનોલોજી, શિક્ષણ, રાજકારણ, દેશની શાંતિને આગળ વધારવા માટે યુવા વર્ગનો ફાળો અને તેમનું સક્રિય યોગદાન ખૂબ જ મહત્વનું છે. અપેક્ષા છે. આ યુવાનોએ આપણી સંસ્કૃતિ, દેશ અને  સમાજના તમામ સારા મૂલ્યો, વિકાસના કાર્યો વગેરેને પણ જાળવી રાખવાનું છે. દેશનું યુવાધનએ આપણાં રાષ્ટ્રની કરોડરજ્જુ છે. જો યુવાધન સાચા માર્ગે ગતિ અને યોગ્ય કાર્ય કરતું હશે તો દેશ ચોક્કસ વિકાસ પામશે અને સમગ્ર વિશ્વને શાંતિનો અને વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ આપીને સાકાર કરશે.
Everyone likes that the present technology, education, politics, the contribution of the youth and their active contribution is very important to advance the peace of the country. is expected. These youth also have to uphold all the good values, development works etc. of our culture, country and society. The youth of the country is the backbone of our nation. If the youth is moving in the right direction and doing the right thing then the country will definitely develop and realize the message of peace and world brotherhood to the whole world.

સ્વામી વિવેકાનંદ વિશે ટુંકમાં ... .. .
About Swami Vivekananda in brief ... .. .

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે થયો હતો. તેમનું સાચું નામ નરેન્દ્રનાથ દત્ત છે. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર (શિવ)ની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે.
Swami Vivekananda was born in Calcutta in 1863. His real name is Narendranath Dutt. His father Vishwanath Dutt was an attorney in the Calcutta High Court. He was regarded as a liberal person and in social and religious matters his impression was that of a progressive person. His mother Bhuvaneshwari Devi was a chaste woman and practiced asceticism and worshiped Vireshwar (Shiva) of Varanasi to give herself a son. It is learned that she had a dream in which Lord Shiva appeared to her from his trance and told her that he would take birth as a son in her womb.

નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો. પરંતુ પછીથી તેઓ સને ૧૮૭૧માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ , ઉપનિષદો, ભગવદ્દગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોમાં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.
Narendranath started his studies from home. But later he entered the Iswarchandra Vidyasagar Institute in the year 1871 and passed the entrance examination in the year 1879. He was interested in various subjects and was well versed in philosophy, history, sociology, philosophy, philosophy and other subjects. He showed deep interest in Vedas, Upanishads, Bhagavad Gita, Ramayana, Mahabharata and Puranas. He was knowledgeable in both classical music and singing instruments. From childhood he took active interest in physical exercise, sports and other organizational activities. Even when he was young, he raised his voice against heretical customs and discrimination based on caste and religion.

તેમના માતા-પિતાએ તેમની વિચારસરણી પરઅસરકારક સકારાત્મક અસર પાડી.  બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણ પરમહંસ મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. રામકૃષ્ણ પરમહંસએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું. ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો. અદ્વૈતવાદ વિચારએ સામાજિક અને અને રાજકીય અસરોમાં પરિવર્તન લાવી શકે છે તે દર્શાવવામાં અને ઉપયોગમાં લેવામાં તેમનું સૌથી વધારે મહત્વના યોગદાનમાંથી એક હતું. તેમને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસને પાસેથી "જીવ એ શિવ છે." ( દરેક વ્યક્તિમાં ઈશ્વર વસે છે. ) ઉપદેશ મળેલો છે. તેમને મળેલો આ મહત્વનો ઉપદેશ  તેમનો જીવન મંત્ર બની ગયો હતો.  તેમણે દરિદ્રનારાયણની સેવા - (ગરીબ) મનુષ્યોની સેવા દ્વારા ઈશ્વર સેવાનો વિચાર સૌ પ્રથમ રજૂ કર્યો હતો. 
His parents had a positive influence on his way of thinking. Right from his childhood, he had an affinity for spirituality and God realization. He met Ramakrishna Paramahansa and became his disciple in search of a person who could realize God. Ramakrishna Paramahansa taught him as a guru that Advaita Vedanta and all religions are true and that human service is the true prayer to God. After Guru's death, he became a parivrajaka and traveled all over the Indian continent and got a handle on the state of India. He later went to Chicago and represented India at the Vishwadharma Parishad in 1893. A passionate speaker, Vivekananda was invited by some forums in the United States to speak at universities and clubs. He made several public and private speeches, promoting Vedanta, Yoga and Hinduism in America, England and several other European countries. He also founded Vedanta societies in America and England. Later he returned to India and in 1897 founded the Ramakrishna Math and Mission - a social service and spiritual institution. Swami Vivekananda is considered one of the first nation-builders of India. His philosophy influenced other national leaders and thinkers like Mahatma Gandhi, Jawaharlal Nehru, Subhash Chandra Bose, Arvind Ghosh, Radhakrishnan. One of his most important contributions was to demonstrate and use the transformative social and political implications of monistic thought. He was told by his guru Ramakrishna Paramahansa that "Jiva is Shiva." ( God dwells in every person. ) The teaching is received. This important sermon he received became his life mantra. He was the first to introduce the idea of ​​service to God through service of Daridranarayan - service to (poor) human beings.

Home  🏡  

ઉપયોગી માહિતી માટે બ્લોગ ઉપયોગી માહિતી માટે  

સરકારી ભરતી, સરકારી સહાય યોજના, મહિલા માટેની યોજના, હોસ્ટેલ, મફત સાયકલ અને અન્ય જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

 સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો. 

અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::





વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.




અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલો જરૂર  બનો. આ બ્લોગ લીંક તમારા તમામ ગ્રુપમાં શેર કરો જેથી અન્યને મદદ મળી શકે અને અમને પ્રોત્સાહન મળે. #icanhow #RpgtParivar #tutorspost
#nationalyouthday #youthday #swamivivekananda #vivekananda #swamivivekanandajayanti #swamivivekanand  #swamivivekanandaji #swamiji #vivekanand #vivekanandaquotes  #swamivivekanandaquotes #ramakrishnaparamahamsa #spiritualawakening #hinduism  #hindu #vivekanandajayanti  #ramkrishnamission 

Post a Comment

0 Comments