Type Here to Get Search Results !

Method of taking loan through Aadhaar card

0

આધાર કાર્ડ દ્વારા લોન લેવાની પદ્ધતિ:::

સૌજન્ય :: VTV ગુજરાતી

> આધાર કાર્ડ દ્વારા પણ પર્સનલ લોન માટે અરજી કરી શકશો.

>> KYC માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો પુરાવો
તમે ઘર બેઠાં ઓનલાઈન અરજી કરી શકશો.
રસપ્રદ વાત એ છે કે તમે આધાર કાર્ડ દ્વારા પણ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. KYC માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો પુરાવો છે. આ તમારા આઈડી પ્રુફની સાથે એડ્રેસ પ્રુફ તરીકે પણ કામ કરે છે. આધાર કાર્ડની મદદથી તમને ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મળે છે. જેના માટે તમે ઘર બેઠાં ઓનલાઈન અરજી કરી શકો છો. જેના માટે તમારે એક અરજી ફોર્મ ભરવુ પડશે અને e-KYC પુરાવા આપવા પડશે. તમારે કોઈ પણ પુરાવાની હાર્ડ કોપી સબમિટ કરવાની જરૂર નથી.

>>> સૌપ્રથમ પોતાના બેંકની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર લોગ ઈન કરો.
અહીં તમને 'Loans'નો વિકલ્પ મળશે જેમાં તમારે 'Personal Loan' વિકલ્પ પસંદ કરવો પડશે અને તેના પર ક્લિક કરી તમારે એલિઝિબિલિટી ચેક કરવી પડશે પછી 'Apply Now' પર ક્લિક કરો.
ત્યારબાદ એક એપ્લિકેશન ફોર્મ ભરીને પોતાની પર્સનલ માહિતી જેમકે રોજગાર અને પર્સનલ માહિતી ભરવી પડશે.

ત્યારબાદ તમારી પાસે બેંકનો એક કર્મચારીનો ફોન આવશે, જે તમારી ડિટેઈલ અને લાયકાત ચેક કરશે અને વેરિફિકેશન બાદ તમારી લોન એપ્રુવ થઇ જશે. 
એપ્રુવલ બાદ થોડા સમયમાં તમારા બચત ખાતામાં લોનની રકમ જમા થશે.

લોન લેવા માટે તમારી ઉંમર 23 વર્ષથી ઓછી હોવી જોઈએ. તમારી પાસે ભારતની નાગરિકતા હોવી અત્યંત જરૂરી છે અને તમારી પાસે જાહેર, ખાનગી અથવા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી હોવી જરૂરી છે. તમારો ક્રેડિટ સ્કોર પણ લોન સ્વીકૃતિ માપદંડમાં હોવો જોઈએ. આ સિવાય તમારે તમારી મહિનાની ન્યુનત્તમ આવક પણ બતાવી પડશે.



Post a Comment

0 Comments