Type Here to Get Search Results !

Dr. A.P.J. Abdul Kalam - The great scientist

0
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વિજ્ઞાન દિવસ શા માટે અને કોની યાદમાં ઉજવાય છે તે 28 ફેબ્રુઆરીના રોજ માણીશું. 

Here we will get information about Dr. A.P.J. Abdul Kalam - the great scientist and the great astronomer of India.


ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના અવકાશ વિજ્ઞાનના પિતા એવા ડો વિક્રમ સારાભાઈની સાથે વિજ્ઞાની તરીકે કાર્ય કરીને અનેક સિધ્ધિઓ હાંસલ કરીને ભારતની પ્રજામાં અને અંતરિક્ષ વિજ્ઞાન જગતમાં લોકચાહના મેળવનાર મહાન વિજ્ઞાની વિશે અહી જાણકારી મેળવીશું.


ફોટો સૌજન્ય :: TOI 

ભારતના રાષ્ટ્રપતિ, ભારતના પ્રક્ષેપાત્રો - મિસાઈલના સર્જક અને સમગ્ર ભારતમાં લોકચાહના ધરાવતા ઉમદા સ્વભાવ ધરાવતા અને અંતરિક્ષ વિશ્વ વિજ્ઞાન જગતમાંના મહાન વિજ્ઞાનીનું નામ ડૉ. અવુલ પકીર જૈનાલબ્દીન અબ્દુલ કલામ છે.ટૂંકમાં, તેમને  સૌ એ.પી.જે. અબ્દુલ કલામ તરીકે ઓળખવામાં આવે છે.


તેઓનું બાળપણ:  

ભારતના આ મહાન વિજ્ઞાનીનો  જન્મ 15 ઓકટોબર, 1931નાં રોજ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા જાણીતા યાત્રાધામ રામેશ્વરમ ટાપુ ખાતે  ગરીબ, ઈમાનદાર અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. તેમના પિતા ખાસ ભણેલા ન હતા પણ વ્યવહારિક અને સારી જાણકારી ધરાવતા વિનમ્ર સ્વભાવના ખૂબ મહેનતુ હતા. તેઓ યાત્રાધામ આવતા મુસાફરોને એક હોડી દ્વારા લાવવા - લઇ જવાનું કાર્ય કરીને બહોળા પરિવારનું ભરણ પોષણ કરતાં હતા.


તેઓ રામેશ્વરમની મસ્જિદ શેરીમાં આવેલા બાપદાદાના જૂના પાકા મકાનમાં બહોળા પરિવાર સાથે રહેતા હતા. આ પરિવાર ખૂબ જ મહેનતુ, ઈમાનદાર અને વિનમ્ર સ્વભાવ ધરાવતો હતો. તેમના જીવનમાં આ પરિવારના સંસ્કારની ખૂબ ઉંડી અસર હતી. તેઓના ઘરની નજીક કેટલાક હિન્દુ સંસ્કારી પરિવાર પણ વસવાટ કરતા હતા. આ વસવાટમાં જાણીતાં યાત્રાધામના મુખ્ય મંદિરના  શાસ્ત્રીજીનો પરિવાર પણ રહેતો હતો. આ શાસ્ત્રીજીનો પરિવારના સારા સંસ્કારની અસર તેમના પર થઈ હતી. આ સારા સંસ્કારના કારણે  તેઓ ભગવદ્ ગીતામાં શું શું લખાયું છે અને તેનો અર્થ શું થાય છે તેઓ સારી રીતે જાણતા હતા એટલું જ નહીં સમજતા હતા અને તે મુજબ આચરણ કરતાં હતાં. તેઓ શુધ્ધ શાકાહારી ભોજન લેતા હતાં.


તેઓનો અભ્યાસ: 

બીજા વિશ્વયુદ્ધ પૂરું થયા પછી તેઓ 13 વર્ષની ઉંમરે જિલ્લાના વડા મથક રામનાથપૂરમમાં માધ્યમિક સિક્ષ્ણ લેવા માટે ગયા. તેઓનો પરિવાર ખૂબ ગરીબ હતો. તેમના પરિવારે મુશ્કેલીઓ વેઠીને તેમને આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ ભણવામાં પહેલેથી જ હોશિયાર અને તેજસ્વી હતા. તેથી શાળાના શિક્ષ્ણગણમાં લોકપ્રિય હતા. પરિણામે શિક્ષકો તેમને મદદરૂપ થતા અને આગળ વધુ અભ્યાસ માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપતા હતા.


તેઓ 1950માં ત્રિચીનાપલ્લીની સેન્ટ જોસેફ કૉલેજમાં દાખલ થયા. તેઓનો પ્રિય વિષય ભૌતિક વિજ્ઞાન હતો. આ કોલેજમાંથી તેઓએ B.Sc. પૂરું કર્યું. પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ આઓફ ટેકનોલોજીમાં દાખલ થયા. તેઓએ વિમાન ઇજનેરી વિદ્યા એટલે કે એવિયેશન એન્જિનિયરિંગ અભ્યાસક્રમ પસંદ કર્યો. આ કોર્સમાં તેઓએ ત્રણ વર્ષને અંતે પ્રથમ ક્રમે પાસ થઇને D.M.I.T. ની ઉપાધિ મેળવી.

 
હવે વિડિયો જુવો.





વાંચવા માટે આ પેજની ફરી મુલાકાત લેવા વિનંતી.


⬆️ TOP 🔝


Home  🏡  

ઉપયોગી માહિતી માટે બ્લોગ ઉપયોગી માહિતી માટે  

સરકારી ભરતી, સરકારી સહાય યોજના, મહિલા માટેની યોજના, હોસ્ટેલ, મફત સાયકલ અને અન્ય જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

 સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો. 

અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::







અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે. 
 
ફોલો જરૂર  
બનો. આ બ્લોગ લીંક તમારા તમામ ગ્રુપમાં શેર કરો જેથી અન્યને મદદ મળી શકે અને અમને પ્રોત્સાહન મળે. #icanhow #RpgtParivar #tutorspost



Post a Comment

0 Comments