Type Here to Get Search Results !

Great scientist Dr. Vikaram Sarabhai

0
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

ગુજરાતના ગૌરવવંતા સપૂત,  ઉપગ્રહ સંચાર પ્રણાલી, રોકેટ ઇજનેરી, ભૌતિક વિજ્ઞાન, અંતરિક્ષ વિજ્ઞાન વગેરે ક્ષેત્રમાં સંશોધન કરનાર મહાન વિજ્ઞાની ... .. . હા, ભાઈ. તમે સાચું જ યાદ કર્યું છે. આ Great scientist Dr. Vikaram Sarabhai જ છે.

Here we will get information about Dr. Vikaram Sarabhai - the great scientist and the great astronomer of India.


 ફોટો સૌજન્ય:: ક્વોરા 


ડૉ. વિક્રમ સારાભાઇનો વિદ્યાર્થી અવસ્થા અંગે:

ડૉ. વિક્રમ સારાભાઇ નો જન્મ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ શ્રી અંબાલાલ સારાભાઇનાં પરિવારમાં ઓગસ્ટ 12, 1919નાં રોજ થયો હતો. તેમના પિતા સાહસિક ઉદ્યોગકાર હતા. તેમની માતાનું નામ સરલાદેવી હતું. તેઓ સમાજસેવિકા હતાં.  તેમના પરિવારમાં તેમના સહિત આઠ ભાઈબહેનો હતા. તેથી જ તો તેમના પિતાએ તેમના માટે તેમના ઘરમાં જ કુટુંબશાળાની વ્યવસ્થા કરી હતી

અમદાવાદના મેહમાન બનતા મહાપુરુષો અને વિદ્વાનો અંબાલાલ સારાભાઈ પરિવારના પણ મહેમાન અચૂક બનતા હતા. પરિણામે સારાભાઈ પર મહેમાનોની સંસ્કારી છાપ પડતી અને તે રીતે સારાભાઈનું ઘડતર થતું હતું.

તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યો પછી તેઓએ મુંબઈ યુનિવર્સિટીની ઈન્ટર સાયન્સની પરીક્ષા ઉચ્ચતમ ગુણ સાથે પાસ કરી. પછી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાં તેઓએ ભૌતિકવિજ્ઞાન સાથે 1939માં સેન્ટ જ્હોન કોલેજમાંથી ઉતીર્ણ થયા.

પછી તેમણે સંશોધન કાર્ય શરૂ કર્યું પણ બીજું વિશ્વ યુધ્ધ શરૂ થતાં તેઓ ભારત પાછા ફર્યા હતા. પછી તેઓ બેંગ્લોરની જાણીતી વિજ્ઞાન સંસ્થામાં વિખ્યાત પ્રોફેસર સી.વી. રામનનાં માર્ગદર્શનમાં બ્રહ્માંડ કિરણો એટલે કે કોસ્મિક કિરણો પર સંશોધનકાર્ય શરૂ કર્યું હતું. આ સંશોધનકાર્ય દરમ્યાન ડો.હોમી ભાભા આ જ સંસ્થામાં જોડાયા. આમ, ભારતના બે મહાન વિજ્ઞાનનો એકબીજાના સંંપર્કમાં આવ્યા. તેમને સાથે મળીનેે સંશોધનકાર્ય આગળ  ધપાાવ્યું. આપણે  સારી રીતે જાણીએ છીએ કે અંતરિક્ષ વિજ્ઞાનની હરણફળમાં જે સિધ્ધિ હાંસલ કરી છે તેના પાયામાં આ બે વિજ્ઞાનીઓનો ખુબ જ મહત્વનો ફાળો છે.

તેમણે વિખ્યાત નૃત્યકાર  મૃણાલિનીબેન સાથે 1942માં લગ્ન કર્યા.

30 ડિસેમ્બર 1971નાં રોજ 52વર્ષની યુવાન ઉમરે તેમનું અવસાન થયું.

ડૉ. વિક્રમ સારાભાઇને મેળવેલી સિધ્ધિ, સન્માન અને પુરસ્કાર અંગે:

1945માં કેમ્બ્રિજ યુનિ.માંથી Ph.D. ડિગ્રી

1962માં ડૉ. શાંતિ સ્વરૂપ ભટનાગર સ્મૃતિ એવોર્ડ

1966માં મરણોત્તર પદ્મવિભૂષણ સન્માન

1968માં UNOની બાહ્ય અંતરિક્ષ શાંતિમય ઉપયોગની કોન્ફરન્સમાં ઉપપ્રમુખ અને અધ્યક્ષ તરીકેનું સન્માન

1970માં પરમાણુ ઉર્જા માટેની ચૌદમી આંતરાષ્ટ્રીય સામાન્ય સભામાં પ્રમુખ સ્થાન તરીકેનું સન્માન

આંતરરાષ્ટ્રીય એસ્ત્રોનોમિકલ યુનિયને ચંદ્ર ઉપરના સી ઓફ સિરીનીટી ક્ષેત્રમાં એક ક્રેટરનું નામ તેમના નામ પરથી  રાખીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

તેમની યાદમાં:: 

1977થી અમદાવાદની ફીઝીક્લ રિસર્ચ લેબોરેટરીમાં દેશ વિદેશના ઉચ્ચ કોટમાં વિજ્ઞાનીઓમાંથી એકને એક વર્ષ માટે ડૉ. વિક્રમ સારાભાઇ પ્રોફેસર તરીકે નિમણૂક આપવામાં આવે છે. આ ઉચ્ચ કોટિના વિજ્ઞાનીના જ્ઞાનનો લાભ PRLમાં કાર્ય કરતા વિજ્ઞાની અને વિદ્યાર્થીને મળી રહ્યો છે.


ડૉ. વિક્રમ સારાભાઇએ સ્થાપેલી ખ્યાતનામ સંસ્થાઓ અંગે:

ફીઝીક્લ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL ની સ્થાપના તેમના રહેવાના બંગલામાં કરી, પછી ત્યાંથી એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી લઈ જવામાં આવી, પછી PRL પોતાના બહુમાળી મકાન માં કાર્ય કરતી થઈ છે. આ સંસ્થા સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનીઓમાં ખૂબ જ જાણીતી સંસ્થા છે 

1955માં કાશ્મીર ખાતે PRL નું કેન્દ્ર શરૂ કર્યું છે  જે અત્યારે હાઈ એલટીટયુડ રિસર્ચ લેબોેરેટરી તરીકે જાણીતી છે.

ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM, અમદાવાદ ખાતે

વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયનસ સેન્ટર, અમદાવાદ ખાતે 

કોડાઈકેનાલ અને ત્રિવેન્દરમ ખાતે PRL 

થુંબા ખાતે રોકેટ પ્રક્ષેપન કેન્દ્ર  જે અત્યારે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર તરીકે જાણીતુ છે. 

શ્રીહરિ કોટા ખાતે રોકેટ પ્રક્ષેપન રેન્જ 

અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC), અમદાવાદ ખાતે 

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન ISRO

 

Home  🏡  

ઉપયોગી માહિતી માટે બ્લોગ ઉપયોગી માહિતી માટે  

સરકારી ભરતી, સરકારી સહાય યોજના, મહિલા માટેની યોજના, હોસ્ટેલ, મફત સાયકલ અને અન્ય જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

 સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો. 

અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::





વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.



ગણિત વિશે રસપ્રદ જાણકારી




અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલો જરૂર  બનો. આ બ્લોગ લીંક તમારા તમામ ગ્રુપમાં શેર કરો જેથી અન્યને મદદ મળી શકે અને અમને પ્રોત્સાહન મળે. #icanhow #RpgtParivar #tutorspost



Post a Comment

0 Comments