Type Here to Get Search Results !

The movement to make India free from British slavery lasted for more than 200 years and azadi ka amrit mahotsav

0

સૌજન્ય : ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા, ઈલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયા

The movement to make India free from British slavery lasted for more than 200 years and many fighters shed their blood. Women also played an important role in this battle. Some women of our Gujarat have also actively participated in this movement. The list of these Virangana is very long. Let's know in brief about some of these women freedom fighters.....


ભારતને આઝાદ બનાવવાની ચળવળ 200 વર્ષથી વધુ સમય સુધી ચાલેલી લડતમાં અનેક  લડવૈયાઓએ પોતાનું લોહી રેડી દીધું. આ લડાઇમાં મહિલાઓ પણ આગળ રહીને મહતવનો ભાગ ભજવ્યો હતો. આપણા ગુજરાતની કેટલીક મહિલાઓએ પણ આ ચળવળમાં સક્રિય ભાગ લીધો છે.  આ વીરાંગનાની યાદી ઘણી લાંબી છે. આમાંથી કેટલીક મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે ટૂંકમાં જાણીએ..... .... 

આઝાદીની ચળવળના ઈતિહાસમાં વધારે જાણીતા નામમાં કસ્તુરબા ગાંધી અને મણીબેન પટેલનો સમાવેશ થાય છે. તેમના વિશે પ્રથમ ટૂંકમાં માહિતી મેળવીશું. 

+++++++

*1. કસ્તુરબા ગાંધી*

આઝાદીની ચળવળના ઈતિહાસમાં ખૂબ જ જાણીતું આ નામ છે.  કસ્તુરબા ગાંધીને આપણે આપણા રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધીના પત્ની તરીકે ઓળખીએ છીએ. તેઓનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 11 એપ્રિલ, 1869ના રોજ થયો હતો. તેઓએ હંમેશા ગાંધીજીની સાથે રહીને સ્વતંત્રતાની ચળવળને આગળ વધારવામાં મદદ કરી હતી. તેઓએ દક્ષિણ આફ્રિકામાં 1904થી 1914 સુધી ફિનિક્સની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમને ભારતીયોને ખરાબ કાર્ય પરિસ્થિતિઓમાં કામ કરાવવા અંગેના વિરોધ પ્રદર્શનમાં 3 માસની સખત કામના કેદી તરીકે જેલ થઇ હતી. ભારતમાં આઝાદીની ચળવળ દરમ્યાન ગાંધીજી જ્યારે જેલમાં હોય ત્યારે તેમનું બધું કામ કસ્તુરબા સંભાળતા હતા. કસ્તુરબાએ 22 ફેબ્રુઆરી, 1944ના રોજ દેહત્યાગ્યો હતો.

*2. મણિબેન પટેલ*

આઝાદીની ચળવળના ઈતિહાસમાં કસ્તુરબા ગાંધીની સાથે સાથે જાણીતું આ નામ છે. સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન પટેલનો જન્મ ગુજરાતના કરમસદમાં 3 એપ્રિલ, 1903ના રોજ થયો હતો. તેઓનું સમગ્ર જીવન શિસ્ત અને માતૃભૂમિ માટે બલિદાન આપવા તૈયાર હતું. તેઓએ મહિલાઓને આઝાદીની લડાઇમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. તેમણે પિતા સરદાર પટેલને સતત સાથ આપ્યો. ભારત છોડો આંદોલન દરમિયાન તેમને પકડીને યરવાડા જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. વર્ષ 1976ની કટોકટી દરમિયાન પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 1990માં તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી હતી.

હવે, આઝાદીની ચળવળના ઈતિહાસમાં ઓછા જાણીતા નામમાં અનેક નામનો  સમાવેશ થાય છે. તેમાંથી કેટલીક મહિલાઓ વિશે હવે ટૂંકમાં માહિતી મેળવીશું. 


*3. ઉષા મહેતા*

ઉષાબેન મહેતાનો જન્મ ગુજરાતના સુરત પાસે આવેલા સારસ ગામમાં 25 માર્ચ, 1920ના રોજ  થયેલો હતો. તેમના પિતા બ્રિટિશ રાજમાં જજ હતા. તેઓ ઉષાબેન ઘણી જ નાની વયે લગભગ પાંચ વર્ષની વયથી જ ગાંધીજી દ્વારા ચલાવાતા કેમ્પમાં ભાગ લેતા હતા.  સિમોન કમિશનના દ્વારા સૂચવેલા સૂચનો સામે તેઓએ 'સિમન ગો બેક' ચળવળમાં ભાગ લીધો હતો. તેમના પિતા બ્રિટિશ રાજમાં જજ હોવાથી તેમને ઘરેથી આઝાદીની ચળવળમાં ભાગ લેવા પ્રોત્સાહન મળતું ન હતું. તેઓએ 1930માં મુંબઇ આવ્યા. ત્યાં તેઓએ પોતાના મિત્રોની સાથે આઝાદી માટે લડવાનું પ્રોત્સાહન આપતા ચોપાનીઆઓ વહેંચવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1942માં ભારત છોડો આંદોલન સમયે તેઓએ કોંગ્રેસના ગુપ્ત રેડિયોનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી હતી. ભારત આઝાદ થયું પછી પણ ઉષાબેને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. તેઓ ગાંધી વિચારના પ્રચાર - પ્રસાર માટે કામ કરતા રહ્યા હતા. તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં અનેક લેખો, નિબંધો અને પુસ્તકો લખ્યા છે. તેઓ 11 ઓગસ્ટ, 2000ના રોજ મૃત્યુ પામ્યા હતા.

*4. મૃદુલા સારાભાઇ*

મૃદુલા સારાભાઇનો જન્મ 6 મે, 1911માં થયો હતો. તેઓનો પરિવાર અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ જૂથ સારાભાઇ પરિવાર તરીકે જાણીતો પરિવાર છે. તેઓ બાળપણથી જ ગાંધીજીના પ્રભાવમાં હતા. તેમણે નાની વયે ઇન્દિયા ગાંધીની સાથે કામ કર્યું હતું. તેઓ સત્યાગ્રહીઓને પાણી પીવડાવવાનું કામ કરતા હતા. તેમણે કોંગ્રેસના સેવા દળમાં જોડાઇને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેઓએ વિદેશી વસ્તુઓ અને કપડાંઓનો પણ વિરોધ કર્યો હતો. આઝાદી મળી તે દિવસે તેઓ ગાંધીજીની મંજૂરીથી પટનામાં રાષ્ટ્રધ્વજ લહેરાવવાના હતા. જો કે તેમને પંજાબમાં રમખાણો ફાટી નિકળવાના સમાચાર મળતા જ નહેરૂજી સાથે વાત કરીને તેઓ પંજાબમાં શાંતિ સ્થાપવાના કાર્યમાં જોડાઇ ગયા હતા.

*5. પરીનબેન નવરોજી*

પરીનબેન નવરોજી એ દાદાભાઇ નવરોજીના પૌત્રી  થાય. તેઓનો જન્મ ગુજરાતના કચ્છના માંડવીમાં 12 ઓક્ટોબર, 1988ના રોજ થયેલો હતો. પરીનબેન નાનપણથી માત્ર આઝાદ ભારત નહીં પણ ભારતની સ્થિતિ વધારે સારી બને તે દિશામાં કામ કરવાનું સપનું જોતા હતા. આ માટે તેમણે વૈશ્વિક કોંગ્રેસમાં રજૂઆતો કરી હતી. તેમણે બિહારના ચંપારણમાં મજૂરોના શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો. મીઠાના સત્યાગ્રહમાં તેઓ પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા. તેમણે રાષ્ટ્રીય સ્ત્રી સભા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ગાંધીજીની સૂચનાથી હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે પ્રચારિત કરવાનું બીડું ઉઠાવ્યું હતું. તેઓ 17 ફેબ્રુઆરી, 1958માં મૃત્યુ પામ્યા હતા.

*6. મણિબેન નાણાવટી*

ગુજરાતમાં 27 ફેબ્રુઆરી, 1905ના રોજ જન્મેલા મણિબેન નાણાવટી કાંતણને ભારતભરમાં ફેલાવનારા પ્રથમ મહિલા હતા. તેમણે આદિવાસી અને દલિત મહિલાઓ અને બાળકો માટે કપડાં સિવવાનું કામ કર્યું હતું. તેઓ પુરુષવાદી સમાજમાંથી મહિલાઓને આઝાદ કરવા માંગતા હતા. તેમણે ગાંધીજીના નજીકના ગણાતા ચુનીલાલ નાણાવટી સાથે લગ્ન કર્યા હતા. ગાંધીજીની સલાહથી તેમણે ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, ખાદી પ્રચાર અને મહિલા સશક્તિકરણની દિશામાં કામ કર્યું હતું.તેમણે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આઝાદીની ચળવળ માટે કામ કરતા તેમણે 10 મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો. તેઓ 95 વર્ષની વયે વર્ષ 2000માં મૃત્યુ પામ્યા હતા.

*7. મણિબેન કારા*

વર્ષ 1905માં મુંબઇના મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા મણિબેન કારા સામાજિક કાર્યકર હતા. તેમણે મજૂરો માટે ઘણા કાર્યો કર્યા હતા. ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર સારી પકડના કારણે તેમણે સામાજિક જાગૃતિ લાવવાની દિશામાં અનેક કાર્યો કર્યા. આ બાબતને મહત્તમ લોકો સુધી પહોંચાડવા તેમણે પ્રિન્ટિંગ પ્રેસ પણ શરૂ કર્યું હતું. તેઓ મજૂરોના હક માટે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયનમાં જોડાયા હતા. તેમણે ટ્રેડ યુનિયન મૂવમેન્ટ ચલાવી હતી. ટ્રેડ યુનિયનના રાષ્ટ્રીય નેતા તરીકે તેમણે મજૂરોને આઝાદીની લડતમાં જોડાવા પ્રેરણા આપી હતી. વર્ષ 1932માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 1979માં મૃત્યુ પામ્યા હતા.

*8. હંસા મહેતા*

સુરતના નાગર કુટુંબમાં 3 જુલાઇ 1897ના રોજ જન્મેલા હંસાબેન મહેતા મનુભાઇ મહેતાના પુત્રી હતા. તેઓ શિક્ષણવિદ હતા અને ભારતની કો-એજ્યુકેશનલ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર હતા. તેઓ આઝાદીની લડતમાં આક્રમક હતા. લંડનમાં તેઓ સરોજિની નાયડુને મળ્યા હતા. તેમના આગ્રહથી મહિલા ચળવળ શરૂ કરી હતી. બરોડા સ્ટેટમાં ચીફ મેડિકલ ઓફિસર ડૉ. જીવરાજ એન મહેતા સાથે તેમના લગ્ન થયા હતા. ગાંધીજીની આગેવાનીમાં તેમણે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો અને અનેકવાર જેલવાસ ભોગવ્યો હતો. તેઓ 4 એપ્રિલ, 1995ના રોજ મૃત્યુ પામ્યા હતા.

>> >> >> >> >> >> >> >>


આઝાદી માટે કુર્બાની આપનાર અને દેશ માટે લડનારા વીરોમાં દેશની વીરાંગનાઓ પણ શામેલ હતી. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમે આપને એવી જ કેટલીક વીરાંગનાઓ વિશે જાણીશું. 

1) સરોજિની નાયડુ:

ભારતીય 'કોકિલા'ના નામથી મશહૂર સરોજિની નાયડુ માત્ર સ્વતંત્રતા સંગ્રામ સેનાની નહીં પરંતું ખૂબ સારા કવિયિત્રી પણ હતા. અંગ્રેજોને ભારતમાંથી હાંકી  કાઢવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. સરોજિની નાયડુ અનેક મહિલાઓ માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. જ્યારે કેટલાય રાજ્યોમાં મહિલાઓ ઉત્પીડનનો શિકાર બની રહી હતી, તે સમયે તેઓ પણ તે મહિલાઓમાંના એક હતા. તેમણ નેતૃત્વ પોતાના હાથમાં લીધું. તેઓ INCના પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા અને ઉત્તર પ્રદેશના ગવર્નર પદ પર પણ રહ્યા અને તેમની કવિતાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે.

2) સાવિત્રીબાઈ ફુલે:

સાવિત્રીબાઈને બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મહિલાઓની શિક્ષાના પાયાના સ્થાપકમાંથી એક માનવામા આવે છે. 19મી સદીમા તેઓએ  યુવતીઓ અને મહિલાઓની શિક્ષા પ્રત્યે પોતાના પ્રયાસ ચાલુ રાખ્યા. તેઓએ તેમના પતિ સાથે ભારતની પ્રથમ મહિલા સ્કૂલ પૂણેમાં 1848મા સ્થાપિત કરી. તે અંત સુધી મહિલાઓના અધિકાર માટે લડ્યા. તેઓ 'સિક્રેટ કોંગ્રેસ રેડિયો' નામથી પણ ઓળખાતા હતા. ભારત છોડો આંદોલન દરમિયાન કેટલાક મહિનાઓ સુધી કોંગ્રેસ રેડિયોમાં તેઓ ખૂબ સક્રિય રહ્યો અને તેને કારણે જ સાવિત્રીબાઈએ પૂણેની યેરવડા જેલમાં રહેવું પડ્યું હતું. તે મહાત્મા ગાંધીના અનુયાયી હતા

3) રાણી લક્ષ્મીબાઈ:

ભારતમાં આઝાદીના ચળવળની વાત કરવામાં આવે ત્યારે મહાન વીરાંગના રાણી લક્ષ્મીબાઈની  શહાદત વિશે ઉલ્લેખ કરવામાં ન આવે તેવું ક્યારેય બન્યું નથી. જ્યારે પણ મહિલાઓની સશક્તિકરણની વાત થાય છે ત્યારે તેમને પૂરા સન્માન સાથે ગર્વથી યાદ કરવામાં આવે છે. દેશના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857મા મહત્ત્વની ભૂમિકા નિભાવનાર રાણી લક્ષ્મીબાઈએ પોતાના અપ્રતિમ શૌર્યથી અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા અને લડતા-લડતા જ શહાદત વહોરી હતી. કવિયત્રી સુભદ્રા કુમારી ચૌહાણજીની કવિતા 'ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી' આજે પણ બાળકોના મોઢા પર છે અને રાણી લક્ષ્મી બાઈ આપણી અનંત પેઢીઓ સુધી વીરતાનું પ્રતીક રહેશે.

4) વિજયા લક્ષ્મી પંડિત:

આઝાદ ભારત દેશના પ્રથમ વડા પ્રધાન અને પોતાના ભાઈ જવાહરલાલ નેહરુની જેમ જ વિજયા લક્ષ્મી પંડિત પણ આઝાદીની લડાઈમાં શામેલ હતા.  આઝાદીની લડાઈના આંદોલનમાં ભાગ લેવાના કારણે તેમને જેલમાં બંધ કરાયા હતા. ભારતના રાજકીય ઇતિહાસમાં તેઓ પહેલા મહિલા મંત્રી હતા. તેઓ સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજદૂત હતા. તેમણે મૉસ્કો, લંડન અને વૉશિંગ્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લેખક, ડિપ્લોમેટ, રાજનેતાના રૂપમાં તેમનું દરેક કામ યુવા મહિલાઓ માટે હેમશા પ્રેરણા સ્ત્રોત છે.

5) બેગમ હજરત મહલ:

1857ના વિદ્રોહમાં સૌથી જાણીતા વીરાંગનાઓ પૈકી પ્રતિષ્ઠિત ચેહરામાંથી એક એટલે બેગમ હજરત મહલ. તેઓ એવા પ્રથમ મહિલા સ્વંત્રતા સેનાની હતા જેણે અંગ્રેજોના શોષણ વિરુદ્ધ ગ્રામીણોને એક કરીને અવાજ ઉઠાવ્યો. તેમણે લખનઉ પર કબજો કર્યો અને પોતાના પુત્રને અવધનો રાજા ઘોષિત કર્યો. જો કે જ્યારે લખનઉ પર ફરી અંગ્રેજોએ કબજો કરતા તેમને જબરદસ્તી નેપાળ મોકલી દેવાયા. ભારત સરકારે બેગમ હજરત મહલના સમ્માનમાં 1984મા સ્ટેમ્પ પણ જાહેર કર્યો હતો.

6) અરુણા આસફ અલી:

કોંગ્રેસ પાર્ટીના સક્રિય સદસ્ય રહી ચૂકેલા અરુણા આસફ અલી ન માત્ર દેશની સ્વતંત્રતા માટે લડ્યા પરંતું તિહાડ જેલના રાજકીય કેદીઓના અધિકારીઓ માટે પણ તેઓએ લડાઈ લડી. કેદીઓના હિત માટે તેમણે ભૂખ હડતાળ કરી, પરિણામ સકારાત્મક રહ્યું પરંતું તેઓને અંધારકોટડીની સજા સંભળાવવામા આવી. 1998મા તેઓને ભારત રત્નથી સમ્માનિત કરાયા હતા.

7) સુચેતા કૃપલાનિ:

સુચેતા કૃપલાનિ એક સ્વતંત્રતા સેનાની હતા. તેઓએ ભાગલાના રમખાણો દરમિયાન મહાત્મા ગાંધી સાથે રહીને કાર્ય કર્યું હતું. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં સામેલ થયા બાદ તેમણે રાજનીતિમાં પ્રમુખ ભૂમિકા નિભાવી હતી. તેમણે ભારતીય સંવિધાનના નિર્માણ માટે રચિત સંવિધાન સભાની ડ્રાફ્ટિંગ સમિતિના એક સદસ્યના રુપમાં ચૂંટવામા આવ્યા હતા. તેઓએ ભારતીય સંવિધાન સભામાં 'વંદે માતરમ' પણ ગાયું હતું. આઝાદી બાદ તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં પસંદ કરવામા આવ્યા.

8) મેડમ ભીકાજી કામા:

ભીકાજી કામા ભારતના સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસમાં સૌથી બહાદુર મહિલામાના એક હતા. તેઓ ભારતીય હોમ રુલ સોસાયટી સ્થાપિત કરનારા પ્રવર્તકોમાંથી એક હતા. તેઓએ કેટલાય ક્રાંતિકારી સાહિત્ય લખ્યા. તેઓએ ભારત સિવાય ઈજિપ્તમાં લિંગ સમાનતા પર તેમણે કેટલાય ભાષણ પણ આપ્યા.

9) કિટ્ટૂર રાણી ચેન્નમા:

ભારતની આઝાદના ઇતિહાસની ચર્ચા થતી હોય ત્યારે બહુ ઓછું તેમના વિશે બોલાયું હશે,  રાણી ચેન્નમ્મા તે ભારતીય શાસકોમાંથી એક છે જે દેશની સ્વતંત્રતા માટે લડ્યા હતા. 1857ના વિદ્રોહથી 33 વર્ષ પહેલા દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં શસ્ત્રોથી સજ્જ સેનાની સાથે રાણીએ અંગ્રેજો સાથે લડાઈ લડી અને વીરગતિને પ્રાપ્ત થયા. આજે પણ તેમને કર્ણાટકના સૌથી બહાદુર મહિલાના નામથી યાદ કરવામા આવે છે.


#azadikaamritmahotsav
#azadikaamritmahotsav2022 #azadikasafar 

Post a Comment

0 Comments