Environmental protection પર્યાવરણ સંરક્ષણ
દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. Environmental protection (પર્યાવરણ સંરક્ષણ) સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી🌍 જ એક એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે. પૃથ્વી પર રહેલું વાતાવરણ🌄, જલાવરણ🏝️ અને મૃદાવરણ🏜️ જીવન શક્ય બનાવે છે. લાખો વર્ષોથી પૃથ્વી પર સજીવો જીવન પસાર કરતા આવ્યા છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૃથ્વીમાંથી મેળવતા રહ્યા છે. પહેલાના સમયમાં એટલે કે વૈદિક કાળના અંત ના સમયમાં ખેતી મુખ્ય વ્યવસાય ગણાતો હતો. પરંતુ અત્યારે અનેક વ્યવસાય જોવા મળે છે. જેમાં મોટી મોટી ફેક્ટરી મિલ વગેરેનો સમાવેશ થાય છે. 🕯️પહેલાના સમયમાં અત્યારના સમય જેટલી ટેકનોલોજી ન હતી. પરંતુ લોકોના સ્વાસ્થ્ય ઘણા સારા રહેતા હતા. જ્યારે હાલના સમયમાં ટેકનોલોજીનો ઘણો વિકાસ થયો છે પણ સજીવોના સ્વાસ્થ્ય એટલા જ ખરાબ થતાં જાય છે. જેમ જેમ માનવ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ લોકોની માંગ વધતી જાય છે. લોકોની જરૂરિયાતો વધી રહી છે. ખેતીલાયક જમીન ફેક્ટરી તેમજ માનવ રહેઠાણમાં ફેરવાઈ રહી છે. એક સમય હતો કે જ્યારે આજુબાજુ ધરતી માતાએ લીલીછમ ચાદર🌄 ઓઢી હોય તેવો અદભુત નજારો જોવા મળતો હતો. પરંતુ હાલના સમયમાં ભાગ્યે જ ક્યાંક આવી લીલોતરી જોવા ...