Type Here to Get Search Results !

Samaras Hostel in Gujarat.

0

We will get brief information about Samaras Hostel in Gujarat.



અનેક વિદ્યાર્થીઓ પાયાનુ પ્રાથમિક શિક્ષણ ઘર આંગણાની પ્રાથમિક શાળામાં મેળવતા હોય છે. ઘર આંગણાની આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા બાદ માધ્યમિક શાળા હોય તો ત્યાં અભ્યાસ ચાલુ રહી શકે છે. માધ્યમિક શાળાનો અભ્યાસ કર્યા બાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આ શાળામાં કદાચ મળી રહેતું હોય છે.

આમ, કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી શિક્ષણ માટે પૂરતી વ્યવસ્થા હોય તો બાળકો ત્યાં શિક્ષણ મેળવી શકે છે. પણ જે  ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી શિક્ષણ માટે પૂરતી વ્યવસ્થા ન હોય તો બાળકો  અભ્યાસ કરવા માટે સ્થળાંતર કરે તે જરૂરી છે. આવા બાળકોનો અભ્યાસ ન અટકે તે માટે જે તે શાળામાં શિક્ષણ મેળવવા માટે બાળકે શાળાની નજીક રહેવાનો વિકલ્પ પસંદ કરવો પડી શકે છે. બાળકોની આ સમસ્યાના હલ માટે સરકાર શ્રી સમરસ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા મળી રહે તેવો પ્રયાસ કરે છે. 

ચાલો ત્યારે અહી આ સમરસ પ્રકારની હોસ્ટેલમાં પ્રવેશ કોને મળી શકે, પ્રવેશ મેળવવા માટેની યોગ્યતા શું રહેશે, અરજી કેવી રીતે કરવી તે અંગે જાણીશું. આ અંગે વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટ ચકાસવા વિનંતી. આ ઉપયોગી માહિતી તમારા મિત્રોને જરૂર share કરો તેવી વિનંતી.

***

Samras Hostel Admission 2024-25

સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25 ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીએ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સૂચના પ્રકાશિત કરી છે. રસ ધરાવતા અને પાત્ર વિદ્યાર્થીઓ અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરે છે. સમરસ હોસ્ટેલ પ્રવેશ વિશેની તમામ વિગતો નીચે આપેલ છે.

ધોરણ 10 માં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ. અંડરગ્રેજ્યુએટ કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે 12 અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે અંડરગ્રેજ્યુએટ કોર્સમાં 50% કે તેથી વધુ માર્કસ અરજી કરી શકે છે અને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.

અધિકૃત વેબ સાઈટ જોવા અહી ક્લિક કરો.

પ્રારંભ તારીખ : 27-05-2024 

છેલ્લી તારીખ : 20-06-2024 

એપ્લિકેશન મોડ : ઓનલાઇન

*****

 ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા પ્રવેશ 

>  છાત્રાલય :: સમરસ છાત્રાલય 

> સંસ્થા ::  સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ 

> એડમિશન મોડ :  એડમિશન

> કેટેગરી :  SC/ST/OBC/EBC

> સમરસ છાત્રાલયની સંખ્યા : 20

> સંખ્યા :  1300  

> અરજીની છેલ્લી તારીખ : 25/06/2023

> અધિકૃત વેબસાઈટ : https://samras.gujarat.gov.in/


***

 સમરસ છાત્રાલય પ્રવેશ પાત્રતા 

> હોસ્ટેલમાં SC/ST/OBC અને EBC ના વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે.

 > તમામ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષમાં અથવા સેમેસ્ટરમાં નવા પ્રવેશ માટે ધોરણ 12 ની ટકાવારી અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ કોર્સની ટકાવારીના આધારે મેરિટના આધારે આપવામાં આવશે.

 >  કેવી રીતે અરજી કરવી:

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

 પસંદગી પ્રક્રિયા:

 વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન અરજીના આધારે પ્રવેશના અધિકારનો દાવો કરી શકાતો નથી.  પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી ઓનલાઈન અરજીના આધારે પ્રસિદ્ધ કરવામાં આવી હોવાથી, તેમાં હાજર થનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત હોસ્ટેલમાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે.

ગુજરાત સરકારની આ છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવે છે.

ગુજરાતમાં અમદાવાદ,આણંદ, ભાવનગર, જામનગર, કચ્છ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને પાટણ વગેરે શહેરોમાં સમરસ હોસ્ટેલ આવેલી છે.વધુ વિગત માટે અધિકૃત વેબસાઈટ કે જાહેરાત જુવો.

> વિદ્યાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ નક્કી થયેલી છે, જ્યારે વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.


> ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 25-06-2023

> વધુ વિગત માટે અધિકૃત વેબસાઈટ કે જાહેરાત કે સૂચના જુવો.
અધિકૃત વેબ સાઈટ:



Post a Comment

0 Comments