![]() |
અંત સુધી જરૂર વાંચો. અંતમાં ઉપયોગી માહિતી આપી છે.
આવો જાણીએ કોણ હતા ભગતસિંહ. તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા હતા. સૂત્ર "ઇંકલાબ ઝિંદાબાદ" તેમના દ્વારા વપરાયેલ.
ઇન્કલાબ ઝિંદાબાદ :: ભગતસિંહના સૌથી લોકપ્રિય સૂત્રોમાંથી એક છે
બોમ્બ અને પિસ્તોલ ક્રાંતિ નથી કરતા. વિચારોના પથ્થર પર ક્રાંતિની તલવાર ધારદાર છે.- ભગતસિંહ
ફોટો સૌજન્ય:: સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો પુસ્તક અને આ પુસ્તક હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ( HSSF ) દ્વારા પ્રેરિત સાંસ્કૃતિક તેમજ નૈતિક પ્રશિક્ષણ પ્રકલ્પ ( initiative for moral and cultural training, IMCTF ) દ્રારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
દેશભક્ત પિતાના આ પુત્રને જમીન પર સળીઓ ખોસ્તો જોઈને કોઈએ પૂછ્યું કે શું કરે છે? તો જવાબ મળ્યો કે " "બંદૂક રોપું છું". જ્યારે બંદૂક બોલતાં પણ આવડતું નહોતું ત્યારે જે બાળકના દિમાગમાં ક્રાન્તિકારી વિચારો ઉછાળા મારતા હતા તેવા એ બાળકનું નામ છે વીર ભગતસિંહ.
ભારત દેશના મહાન ક્રાંતિકારીઓમાંના એક એવા ભગતસિંહનો આખો પરિવાર દેશભક્તિના રંગે રંગાયેલો હતો. જો કે પિતા કિશનસિંહ નહોતા ઈચ્છતા કે બાળક ભગતસિંહ કાચી વયે ક્રાંતિના માર્ગે આગળ વધે. પરંતુ પિતાનું એમાં કાઈ ન ચાલ્યું. ભગતસિંહ પોતાના નિર્ણય અંગે મક્કમ હતા. એમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડે તેમને ક્રાંતિના માર્ગે વાળવામાં બહુ બળ પૂરું પાડ્યું હતું. પછીથી લગ્ન માટે દબાણ થતાં એ ઘર છોડીને કાનપુર જઇ ચડ્યાં. શચિન્દ્રનાથ સાન્યલ દ્વારા સ્થાપિત ક્રાન્તિકારી સંસ્થા ' હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ ' માં જોડાયા. અંગ્રેજ સરકારે તેમને જેલમાં પૂર્યા. સરકારનો ઈરાદો તેમને ડરાવીને - ધમકાવીને કાકોરી રેલધાડના ભાગેડુ અંગે તેમની પાસેથી માહિતી મેળવવાનો હતો. પરંતુ તેમાં સરકારને સફળતા મળી નહિ. ભગતસિંહને નિર્દોષ છોડી દેવા પડ્યા. એવામાં સાયમન કમીશનનો લાહોરમાં વિરોધ કરવા જતાં પોલીસ અફસર સ્ટોક અને સાંડર્સના લાઠીચારજનો ભોગ બની પંજાબ કેસરી લાલા લજપતરાય શહીદ થયા. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મોતનો બદલો લેવાના શપથ ખાધા. ગણતરીના દિવસોમાં ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદે મળીને સાંડર્સને ઠાર કર્યો. ઘરપકડથી બચવા ભગતસિંહ કલકતા ચાલ્યા ગયા. પરંતુ ત્યાં તેઓ વધારે સમય ન રહી શક્યા. એમને સમાચાર મળ્યા કેન્દ્રીય ધારાસભામાં લોક સુરક્ષા બિલ રજૂ થવાનું છે. આ બિલનો ઉદ્દેશ ભારતમાં ચાલી રહેલા યુવક આંદોલનને કચડી નાંખવાનો હતો. ભગતસિંહ એ જ ઘડીએ પ્રતીજ્ઞા લીધી કે આ બિલને ધારા સભામાં પસાર નહિ થવા દેવામાં આવે. ક્રાંતિકારી મિત્ર બટુકેશ્વર દત્તને સાથે લઈ એસેમ્બ્લીમાં બોમ્બ ધડાકો કર્યો. નાસી જવાને બદલે સામે ચાલીને ધરપકડ વ્હોરી. બેઉ સિંહ જેલમાં પુરાયા. કેસ ચાલ્યો. બંનેને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. જેલમાં રાજકેદીનો દરજજો અપાવવા તેઓ ભૂખ હડતાળ પર ઉતર્યા. જેમાં ક્રાન્તિકારી યતિન્દ્રનાથ શહીદ થયા અંતે સરકાર ઝૂકી. ત્યાં સાંડર્સ હત્યાકાંડમાં ભગતસિંહનું નામ ખુલતા સજા આજીવન કારાવાસમાંથી ફાંસીની કરવાંમાં આવી. માફી માગો તો સજા હળવી કરવામાં આવે એવું વાઇસરોય તરફથી કહેવામાં આવ્યુ તો તેમના તરફથી વાઇસરૉયને જવાબ મોકલવામાં આવ્યો તેમાં પણ તેમણ ઈન્કરe કરી દિધો. અને 23 માર્ચ, 1931ના રોજ ભગતસિંહે રાજગુરુ અને સુખદેવ સાથે ફાંસીએ ચડીને વીરગતિ વહોરી લીધી. આ દિવસને આજે આખો દેશ શહીદ દિન તરીકે મનાવે છે.
******
બોમ્બ અને પિસ્તોલ ક્રાંતિ નથી કરતા. વિચારોના પથ્થર પર ક્રાંતિની તલવાર ધારદાર છે.- ભગતસિંહ
******
પ્રખ્યાત સૂત્રો
ઈન્કલાબ ઝિંદાબાદ - ભગતસિંહ
વંદે માતરમ - બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ભારત છોડો - મહાત્મા ગાંધી
સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીશ જ - બાલગંગાધર તિલક
મને લોહી આપો અને હું તમને સ્વતંત્રતા આપીશ - સુભાષ ચંદ્ર બોઝ
જય હિન્દ - સુભાષ ચંદ્ર બોઝ
કરો અથવા મરો - મહાત્મા ગાંધી
જય જવાન જય કિસાન - લાલ બહાદુર શાસ્ત્રી
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન - અટલ બિહારી વાજપેયી
વેદ પર પાછા જાઓ સ્વામી - દયાનંદ સરસ્વતી
પ્રખ્યાત ગીતો
દેશભક્તિ/પ્રેરક ગીત લેખક
વંદે માતરમ - બંકિમચંદ્ર ચેટર્જી
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ - બિસ્મિલ અઝીમાબાદી
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા - મોહમ્મદ ઈકબાલ
અય મેરે વતન કે લોગોં - કવિ પ્રદીપ
23 માર્ચ, 1931ના રોજ ભગત સિંહે રાજગુરુ અને સુખદેવ સાથે ફાંસીએ ચડીને વીરગતિ વહોરી. આ દિવસને આજે આ દેશ શહીદ દિન તરીકે મનાવે છે.
ફોટો અને માહિતી સૌજન્ય અને આભાર : ગુજરાતી વિકિપીડિયા
સુખદેવ થાપર હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય હતા. અને પંજાબ અને ઉત્તર ભારત અન્ય પ્રદેશ ક્રાન્તિકારી કાર્યક્રમોની સક્રિયતામાં રહેતા હતા. તેઓ એસોસિયેશનના પંજાબ એકમમાં તેમની ભૂમિકા મહત્વની હતી. ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ સહાયક પોલીસ અધિક્ષક જે. પી. સાંડર્સની હત્યામાં સુખદેવ થાપર, ભગત સિંહ અને શિવરામ રાજ્યગુરુ સંડોવણી માટે તેમને સૌથી વધુ યાદ કરવામાં આવે છે.
*********************
Home 🏡
ઉપયોગી માહિતી માટે બ્લોગ ઉપયોગી માહિતી માટે
સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો.
અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.
સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો.
અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.