Type Here to Get Search Results !

Child's curiosity - family - teacher બાળકની જીજ્ઞાસા - પરિવાર - શિક્ષક

0

Child's curiosity - family - teacher   વિશેના આ લેખમાં બાળક, બાળકના પરિવાર અને બાળકના શિક્ષક વચ્ચેના લાગણીભર્યા વાણી વર્તન અને વ્યવહાર વિશે સમજવાનો પ્રયાસ કરીશું.


This article on child curiosity - family - teacher will try to understand the emotional speech behavior and behavior between the child, the child's family and the child's teacher.

દરેક પોસ્ટ અંત સુધી વાંચવાની જરૂર છે.

🌷  💐  🌺  🌹  🌲



એક શિક્ષક તરીકે 25 વર્ષના અનુભવ પરથી... .. .
બાળક એટલે જિજ્ઞાસાથી ભરેલો ઘડો. આ એવો ઘડો છે જે  ક્યારેય ખાલી થતો નથી. જેમ જેમ આ ઘડો ખાલી કરો તેમ તેમ વધુ ભરાતો જાય છે. બાળકના સવાલનાં જવાબ આપવા માટે શિક્ષકે પણ આ જીવન વિદ્યાર્થી બનીને સતત શીખતા રહેવું પડે છે. શાળાકીય વિષયથી ઉદભવતી જિજ્ઞાસાથી તો મર્યાદિત છે પણ બાળકની આસપાસની દુનિયામાંથી ઉદભવતી જિજ્ઞાસા અખૂટ છે અને અખૂટ જ રહેવાની છે. આ માટે શાળા અને પરિવાર સિવાય અનેક સ્રોત એવા છે કે જેનાથી જિજ્ઞાસા સંતોષી શકાય છે પણ એ કાયમી સમાધાન તો નથી જ.


મારા પરમ મિત્ર અને શિક્ષક વિશાલ દશાડીયાજી ની કલમે થોડુક  રસપાન કરીએ કે તેમને વર્ગખંડમાં શું અનુભવાય છે? અને અંતમાં ક્રૃષ્ણ અને અર્જુનના સવાંદ થકી એક અસરકારક સંદેશ પણ વાંચીએ.  
 

> ઘણીવાર  વર્ગખંડમાં જાઉં  ત્યારે  સામે  રહેલી પચાસથી  વધુ  જીવંત  આંખોને  જોઉં  અને  થઇ  આવે  કે  પ્રત્યેક  આંખોનું કૂતુહલ  છે,  પ્રત્યેકના   પ્રશ્ન અલગ  છે, શું ચાલતું હશે એમના  મનમાં ?   આજની  એની  સવાર  કેવી  હશે ?

કોઇક  ચહેરો  શાંત,  કોઇક  અજંપાગ્રસ્ત,   કોઇકની આંખોમાં  ઉજાગરો, કોઇકની  આંખોમાં  આનંદ અને  ક્યાંક  પીડા.


આ  સૌને  એક  કલાક  મારે  તો  મારો  વિષય  ભણાવીને  નીકળી  જવાનું  હોય  છે,  પણ  મારે   વર્ગમાંથી નીકળતી  વખતે  એક સંતોષ  જોવો  હોય  છે.  દરેક  આંખોમાં..!

કારણકે  આ  મારા વિદ્યાર્થીઓ  છે,  જીવતી  ચેતના. આ  કોઇ  મશીન  નથી. કઇ  રીતે  લેક્ચર  શરુ  કરું એવું  થઇ  આવે  ત્યારે, મનમાં ઉપનિષદનો મંત્ર ૐ સહનાવવતુ  જપી  લઉં  છું, અને આંખ  બંધ  કરી  મારા  શિક્ષકોને  યાદ  કરી  લઉં  છું. બહુ  મોટી  જવાબદારી  હોય  છે,  અમારા  શિક્ષકો  પર. ઇશ્વરે  આપેલું  સર્વશ્રેષ્ઠ  કાર્ય  એટલે  શિક્ષણકાર્ય. વેદ-આજ્ઞામાં   માં-બાપ  પછી  આચાર્યને  દેવ  ગણવાની  આજ્ઞા  છે.

આ  કાર્યમાં  અદ્ભૂત  સંતોષ  મળે  છે, કેટલાય  વિદ્યાર્થીઓ  ફેમિલી મેમ્બર  બની  જાય  છે, અને  તમે  જેને  સૌથી  વધારે  તતડાવ્યા  હોય  એ જ  તમને  જતા  જતા  કહી  જાય  કે  સર,  એ  દિવસે  જો  તમે  જવા   દીધો  હોત  તો  હજી  અટવાતો  જ  હોત. અભિમાનથી  કહી  શકીએ  છીએ  કે  વિદ્યાર્થીને   હાથો  બનાવી  મેલી  રમતો  રમતા  નથી. વિદ્યાર્થીને  કસ્ટમર  ગણી  માપ-તોલના  પ્રપંચ  કરતા  નથી. અંગત  સ્વાર્થ   માટે  ક્યારેય  વિદ્યાર્થીનું  અહિત  કરતા  નથી. ગર્વ  છે  કે  શિક્ષક  છીએ  
અને અનેકગણો  ગર્વ  છે  કે  અમારા  શિક્ષકો  થકી  આજે  અમે  અહીંયા  છીએ.

હા,
અમે  શિક્ષકો  ખરેખર  તો  ખેડૂત  છીએ,
અમે   માનવમનની  ખેતી  કરીએ  છીએ..!

અને હા, શિક્ષકને માન સન્માન જરૂર આપો કેમ કે તે સદાય ઈચ્છે કે બાળક પ્રગતિ કરે, નાપાસ ન થાય.

મારી પ્રાર્થના : એક શિક્ષક તરીકે, પ્રભુ પરમાત્માને એટલી જ પ્રાર્થના કરું કે હું મારા શિક્ષણ કાર્ય દરમ્યાન મારી કર્તવ્ય નિષ્ઠામાં પાર ઉતરૂ, સાચી કેળવણી આપુ. - રાજજેશ શ્યાણી (પટેલ)


ગુરૂકુળ શિક્ષણ વ્યવસ્થા શા માટે જરૂરી છે તે અંગે વાચવા માટે અહી ક્લિક કરો.


નોંધ:: તમે પણ આ પ્રકારના આર્ટિકલ પ્રકાશિત કરવા મટે મોકલી શકો છો. તે માટે કોમનેટ બોકસમાં તમારું નામ, વોટસઅપ નંબર પોસ્ટ કરો અથવા 9173040050rajjesh@gmail.com પર ટાઇપ કરેલો આર્ટિકલ મોકલી શકો છે. ધ્યાન રહે કે આ આર્ટિકલ મૌલિક હોવો જોઈએ.

એક અસરકારક સંદેશ


🌷  🌲  🌹  🌻  💐 

 

મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અર્જુનને સમજાવે છે.

કૃષ્ણ:
ત્રાજવા પર સંભાળીને ચઢજે,
પગ બરાબર સંતુલીત રાખજે,
ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે,

અર્જુન એમને અટકાવી અધિરાઈથી પૂછે છે:
બધું મારે જ કરવાનું?
તો તમે શું કરશો?

કૃષ્ણ સુંદર જવાબ આપે છે:
જે તારાથી ન થાય એ હું કરીશ.

અર્જુન:
એવું શું છે જે મારાથી નહીં થાય?

કૃષ્ણ:
હું પાણીને સ્થિર રાખીશ.

નોંધ: આ અર્જુન કોણ છે? કૃષ્ણ એટલે કોણ છે? સમજશો તો ગમશે,

સારાંશ: આપણે આપણુ કર્મ કરવાનું ભગવાન શું કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે .

સુપ્રભાત.
આપનો સમય શુભ રહે.
🌷😊🌷


Post a Comment

0 Comments