Type Here to Get Search Results !

rte admission form gujarat 2023

0
rte admission form gujarat 2023

📣RTE  ફ્રી પ્રવેશ જાહેરાત 2023



ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે.

The government has started admitting children to Std. 1 under rte law for study. Read h about RTE Free Admission 2023 in gujarat. Here, lets we know about rte free admission form gujarat 2023

> ઓન લાઇન અરજી કરવાની રીતમાં અંતમાં આપી છે. અંતમાં ઉપયોગી માહિતી હોવાથી અંત સુધી જરૂર વાંચો.

> ફોર્મ ભરતા પહેલા અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત કે અધિકૃત વેબસાઈટ જરૂર જુવો અને તેને અનુસરો. 

> બાળકની ઉંમર મર્યાદા : 6 થી 7 વર્ષ (6 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ)

> અરજદાર ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ. અરજદાર સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ. વિદ્યાર્થીએ RTE માન્ય સરકારી અથવા ખાનગી શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ

> એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે 

➕ દર વર્ષે સરકાર તરફથી રૂ. 3000 ની શિષ્યવૃતિ

👉  ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :: અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત કે અધિકૃત વેબસાઈટ જુવો.


👉 જે બાળક ધોરણ 1 માં પ્રવેશ પાત્ર હોય તેને ગુજરાતી કે અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવીને ધોરણ 1 થી 8 શાળામાં ફ્રી અભ્યાસ કરાવી શકો છો.

➡️ *અરજી કરવા માટે અગત્ય ના ડોક્યુમેન્ટ*

👉બાળકનો જન્મ નો દાખલો

👉બાળકનું આધારકાર્ડ

👉બાળકના માતા પિતા નું આધારકાર્ડ

👉બેંકની પાસબુક

👉 બાળક ના બે ફોટા

👉રેશનકાર્ડ

👉આવકનો દાખલો

👉પિતાનો જાતિનો દાખલો.








કયા પુરાવા માટે કયા કાગળની જરૂર પડશે તે અંગેની માહિતી ::

1. રહેઠાણનો પુરાવો - આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
- જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

2. વાલીનું જાતીનું પ્રમાણપત્ર -:મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​

3. જન્મનું પ્રમાણપત્ર - ગ્રામ પંચાયત/નગર પાલિકા, મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

4. ફોટોગ્રાફ - પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

5. વાલીની આવકનું પ્રમાણપત્ર - આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.

6. બીપીએલ - ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.

7. વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ -  મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​

8. અનાથ બાળક - જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

9. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક -  જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

10. બાલગૃહ ના બાળકો - જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

11. બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો -  જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર

12. સેરેબ્રલી પાલ્સીવાળા બાળકો - સિવિલ સર્જન પ્રમાણપત્ર

13. ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) -  સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)

14. (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો - સિવિલ સર્જન પ્રમાણપત્ર

15. શહીદ થયેલ જવાનના બાળકો - સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો

16. સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે -  ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો

17. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો - સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

18. બાળકનું આધારકાર્ડ - બાળકના આધારકાર્ડની નકલ​

19. વાલીનું આધારકાર્ડ - વાલીના આધારકાર્ડની નકલ​

20. બેંકની વિગતો - બેંકની પાસબુક અને બેન્કનો ચેક


RTE ગુજરાત પ્રવેશ 2023-24 માટે ઑનલાઇન અરજી કરવાની રીત :: 


> RTE ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://rte.orpgujarat.com/


> "વિદ્યાર્થી નોંધણી" લિંક પર ક્લિક કરો.


> જરૂરી વિગતો ભરો, જેમ કે બાળકનું નામ, જન્મ તારીખ, માતા-પિતાનું નામ, મોબાઈલ નંબર વગેરે.


> જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, જેમ કે આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો), જન્મ પ્રમાણપત્ર, વગેરે.


> પસંદગીના ક્રમમાં શાળા પસંદ કરો.


> અરજી ફોર્મ સબમિટ કરો.


> એકવાર અરજીની ચકાસણી થઈ જાય પછી, સંબંધિત સત્તાધિકારી પસંદગીની શાળાઓમાં બેઠકોની ઉપલબ્ધતાના આધારે બાળકને સીટ ફાળવશે.


> સીટ ફાળવ્યા પછી, વાલીઓએ ફાળવેલ શાળાની મુલાકાત લેવાની અને પ્રવેશ ઔપચારિકતા પૂર્ણ કરવાની જરૂર છે.



Home  🏡  

ઉપયોગી માહિતી માટે બ્લોગ ઉપયોગી માહિતી માટે  

સરકારી ભરતી, સરકારી સહાય યોજના, મહિલા માટેની યોજના, હોસ્ટેલ, મફત સાયકલ અને અન્ય જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

 સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો. 

અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::





વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.



ગણિત વિશે રસપ્રદ જાણકારી




અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલો જરૂર  બનો. આ બ્લોગ લીંક તમારા તમામ ગ્રુપમાં શેર કરો જેથી અન્યને મદદ મળી શકે અને અમને પ્રોત્સાહન મળે. #icanhow #RpgtParivar #tutorspost #sarkariyojana, #Rte, #righttofreeeducation, #rteeducation, #rtegujarat, #freeeducation, #rteadmission #primaryeducation, #rtegujarat #freeprimaryschool, #sarkarisahay, #freeprimaryeducation, #righttoeducation






Post a Comment

0 Comments