responsive ad

MEGA JOB FAIR 2026: Thousands of Openings!

MEGA JOB FAIR 2026

શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે Mega Job Fair રોજગાર ભરતી મેળો યોજાશે.

Mega Job Fair 2026


Mega Job Fair 2026 દ્વારા ઉજવળ ભવિષ્યનું નિર્માણ: 

જોબ ફેર એ તમારા સપનાની કારકિર્દી તરફનું પ્રથમ પગલું છે.
જોબ ફેરમાં સફળતા માટેની ખાસ તૈયારી કરીને જવાથી સફળતાની તક વધી જાય છે. જોબ ફેરમાં એક જ દિવસમાં અનેક કંપનીઓ સાથે ઇન્ટરવ્યુ આપી શકાય છે. 


Mega Job Fair 2026 શું છે? 

એક જ છત નીચે નોકરી આપનાર (Employers) અને નોકરી શોધનાર (Job Seekers) ને ભેગા કરે છે. તેમાં અનેક પ્રકારની કંપનીઓ તેમની જરૂરિયાત મુજબ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને તક આપે છે. આ ઉમેદવારો કુશળ કે બિન કુશળ પણ હોઈ શકે છે. આ ઉમેદવારો અનુભવી હોય તે ખોટી માન્યતા છે. ધોરણ 8 પાસથી ઉચ્ચ અભ્યાસ કરેલા ઉમેદવારો આ જોબ ફેરમાં ભાગ લઈ શકે છે. મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હોય છે. સાથે સાથે સ્વ રોજગાર પ્રશિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે.

Job Fairના ફાયદા (Benefits):

 * નેટવર્કિંગ: સીધા કંપનીના HR સાથે વાત કરવાની તક મળે છે.
 * વિવિધતા: એક જ જગ્યાએ અલગ-અલગ ક્ષેત્રની અનેક કંપનીઓ ઉપલબ્ધ હોય છે.
 * સમયની બચત: દરેક કંપનીએ રૂબરૂ જવાને બદલે એક જ દિવસમાં અનેક ઇન્ટરવ્યુ આપી શકાય છે.
 * આત્મવિશ્વાસ: વારંવાર ઇન્ટરવ્યુ આપવાથી ડર દૂર થાય છે.

તૈયારી કેવી રીતે કરવી? (How to Prepare):

 * રિઝ્યુમ (Resume): તમારા રિઝ્યુમની 10-15 નકલો સાથે રાખવી.
 * ડ્રેસ કોડ: પ્રોફેશનલ અને ફોર્મલ કપડાં પહેરવા.
 * કંપની વિશે રિસર્ચ: કઈ કઈ કંપનીઓ આવવાની છે તેનું લિસ્ટ તપાસો અને તેમના વિશે થોડું જાણી લો.
 * પરિચય (Elevator Pitch): પોતાનો ટૂંકો અને પ્રભાવશાળી પરિચય તૈયાર રાખો.

જોબ ફેર દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો:

 * વહેલા પહોંચવું જેથી લાંબી લાઇનોથી બચી શકાય.
 * દરેક સ્ટોલ પર જઈને વિનમ્રતાથી વાત કરવી.
 * વિઝિટિંગ કાર્ડ અથવા કોન્ટેક્ટ ડિટેલ્સ લેવાનું ભૂલવું નહીં.

Conclusion: 

જોબ ફેરમાં માત્ર નોકરી મેળવવા જ નહીં, પણ અનુભવ મેળવવા માટે પણ જવું જોઈએ. ભલે નોકરી ન મળે, પણ ત્યાંથી મળતું માર્ગદર્શન ભવિષ્યમાં કામ આવે છે.

📅તા:- ૧૭/૦૧/૨૦૨૬

⏰સમય:- સવારે ૧૧:૦૦ કલાકે

🏛️ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ.

📙 લાયકાત:- ધો.૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ,ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત

📙 પગાર :- નિયમ મુજબ

ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે.

અનુબંધમ પોર્ટલ (Anubandham): ગુજરાતમાં કોઈપણ જોબ ફેર માટે રજીસ્ટ્રેશન કરવા માટે anubandham.gujarat.gov.in સત્તાવાર વેબસાઈટ છે.


#HiringEvent,#CareerFair,#NowHiring,#Hiring,#Jobs,#ahmedabadjobs,#ahmedabadjobfair,#JobsInAhmedabad,#HiringAhmedabad,#JobFair2026,#EntryLevelJobs,#Internships,#DreamJob,#EmploymentOpportunity
 

Comments