Type Here to Get Search Results !

Environmental protection પર્યાવરણ સંરક્ષણ

0
રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

Environmental protection (પર્યાવરણ સંરક્ષણ)

સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી🌍 જ એક એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે. પૃથ્વી પર રહેલું વાતાવરણ🌄, જલાવરણ🏝️ અને મૃદાવરણ🏜️ જીવન શક્ય બનાવે છે.


લાખો વર્ષોથી પૃથ્વી પર સજીવો જીવન પસાર કરતા આવ્યા છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૃથ્વીમાંથી મેળવતા રહ્યા છે. 


પહેલાના સમયમાં એટલે કે વૈદિક કાળના અંત ના સમયમાં ખેતી મુખ્ય વ્યવસાય ગણાતો હતો. પરંતુ અત્યારે અનેક વ્યવસાય જોવા મળે છે. જેમાં મોટી મોટી ફેક્ટરી મિલ વગેરેનો સમાવેશ થાય છે.


🕯️પહેલાના સમયમાં અત્યારના સમય જેટલી ટેકનોલોજી ન હતી. પરંતુ લોકોના સ્વાસ્થ્ય ઘણા સારા રહેતા હતા. જ્યારે હાલના સમયમાં ટેકનોલોજીનો ઘણો વિકાસ થયો છે પણ સજીવોના સ્વાસ્થ્ય એટલા જ ખરાબ થતાં જાય છે.


જેમ જેમ માનવ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ લોકોની માંગ વધતી જાય છે. લોકોની જરૂરિયાતો વધી રહી છે. ખેતીલાયક જમીન ફેક્ટરી તેમજ માનવ રહેઠાણમાં ફેરવાઈ રહી છે.


એક સમય હતો કે જ્યારે આજુબાજુ ધરતી માતાએ લીલીછમ ચાદર🌄 ઓઢી હોય તેવો અદભુત નજારો જોવા મળતો હતો. પરંતુ હાલના સમયમાં ભાગ્યે જ ક્યાંક આવી લીલોતરી જોવા મળે છે.


🌳પશુ પક્ષી, માનવ જેવા મોટા ભાગના સજીવો શ્વસનમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. અને આ ઓક્સિજન વાયુની વાતાવરણમાં પુનઃપ્રાપ્તિ વૃક્ષો દ્વારા જ થાય છે. આથી કહી શકાય આ બધા સજીવના જીવન નિર્વાહમાં જંગલોનો ખૂબ મોટો ફાળો રહેલો છે. 


પરંતુ જે રીતે જન સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અનેક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે. જે કારણોસર જંગલોમાંથી વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. જંગલોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. 


ફેક્ટરી, ઉદ્યોગોનું પ્રદૂષિત રસાયણયુકત પાણી જળાશયોમાં ઠાલવવામાં આવે છે. જેના લીધે જળાશય પ્રદૂષિત થઈ રહ્યા છે. નદીઓ નાળામાં ફેરવાઈ રહી છે. પીવાલાયક પાણીની માત્રા ઘટી રહી છે અને સજીવોમાં અનેક પ્રકારના રોગો જોવા મળે છે. 




🌪️






ફેક્ટરી, ઉદ્યોગોના ધુમાડા માં રહેલા જુદા જુદા વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે. જેમાં, કાર્બન ડાયોક્સાઈડ વાયુના કારણે વિશ્વનું તાપમાન વધી રહ્યું છે. 


આ ઉપરાંત ઘણી બધી માનવીય પ્રવૃત્તિઓ વડે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. વાહનોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તેમાં વપરાતા ઇંધણના દહનને કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. જેના કારણે એસિડ વર્ષા જેવી ઘટનાઓ જોવા મળે છે.


અનુમાન પ્રમાણે, વર્તમાન સમયમાં જે રીતે ઉપયોગ કરી રહ્યા છીએ તે પ્રમાણે જો આપણે પેટ્રોલિયમ તથા કોલસાનો ઉપયોગ કરતા રહીશું તો આવનારા ૪૦ વર્ષમાં પેટ્રોલિયમ તથા 200 વર્ષમાં કોલસો ખૂટી જવાની શક્યતા છે.


આપણે એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી વસ્તુઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરીએ છીએ. આમાંથી મોટાભાગની વસ્તુઓ જૈવ અવિઘટનીય હોય છે. જેનો નિકાલ શક્ય હોતો નથી. યોગ્ય નિકાલ ન થવાને કારણે એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. જેમ કે પોલીથીન કોથળી, પ્લાસ્ટિક. 


હાલની જીવન પદ્ધતિ અનુસાર વિચારીએ તો એ દિવસ દૂર નથી કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગશે.



🏭તો શું મિત્રો આ પ્રદૂષણને અટકાવવાના કોઈ ઉપાય નથી?
પર્યાવરણને બચાવવાના કોઈ ઉપાય નથી? 

હજુ આપણા પાસે પર્યાવરણને બચાવવા માટેનો સમય છે. આપણે પ્રદૂષણમાં ઘટાડો કરી શકીએ છીએ. 


આ માટે મિત્રો આપણે આપણી જીવન પદ્ધતિમાં થોડોક ફેરફાર કરવો પડશે. આપણી જરૂરિયાતોને મર્યાદિત કરવી પડશે. આપણા સ્વાર્થ માટે પર્યાવરણને નુકસાન કરવાનો આપણો હક નથી.


આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવીને શુદ્ધ હવા મેળવી શકીએ છીએ.

🍁પરંતુ આપણે સમસ્યાના વિશાળ કદને જોઈને હતાશ થવાની જરૂર નથી. કારણ કે એવા અનેક ઉપાયો છે જેના દ્વારા આપણે સ્થિતિમાં સુધારો લાવી શકીએ છીએ. તમે પર્યાવરણ બચાવવા માટે 5 પ્રકારના 'R' વિષય ચોક્કસપણે સાંભળેલું હશે. જે નીચે મુજબ છે:

Refuse(ના પાડવું)
Reduce(ઓછો ઉપયોગ કરવો)
Reuse (પુનઃઉપયોગ કરવો)
Repurpose (હેતુફેર કરવો)
Recycle (પુન:ચક્રીકરણ)

આવો આપણે આ પાંચ પ્રકારના 'R' વિશે થોડું વિસ્તારથી સમજીએ.

1. Refuse (ના પાડવું):

         Refuse નો અર્થ એ છે કે, તમારે જરૂર ના હોય તેવી વસ્તુ લોકો તમને આપે તો તમે ના પાડો. તમને તથા પર્યાવરણને હાનીકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવા ની ના પાડો. જેમકે, એક જ વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ પાડો.


2. Reduce (ઓછો ઉપયોગ કરવો):

        આનો અર્થ એવો છે કે આપણે શક્ય હોય તો ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. વીજળીના પંખા તેમ જ બલ્બની સ્વીચો જરૂર ના હોય ત્યારે બંધ રાખીને વીજળી બચાવી શકીએ છીએ. ટપકતા નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકીએ છીએ. ખોરાક નો વ્યય ન કરવો જોઈએ.


3. Reuse (પુનઃઉપયોગિતા):

            પુનઃઉપયોગ ની રીત માં તમે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરો છો. જેમ કે વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબ્બા વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણા ભરવા માટે કરી શકાય છે.


4. Repurpose (હેતુ ફેર કરવો):

          આનો અર્થ એ થયો કે, જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે તેમ હોય ત્યારે ધ્યાનથી વિચારીને તેનો બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે હેન્ડલ છૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડને બનાવવા માટે કે પક્ષીઓને ચણ નાખવા કરી શકાય છે.


5. Recycle(પુન:ચક્રીકરણ):

                  એટલે કે પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનું નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુન:ચક્રીકરણ કરીને જરૂરી વસ્તુઓ બનાવવી જોઈએ. પુન:ચક્રીકરણ કરી શકાય તેવા કચરાને અન્ય કચરાથી અલગ ભેગો કરવો જોઈએ.


આ હતી મિત્રો પર્યાવરણને બચાવવા માટેના પાંચ પ્રકારના 'R' ની વાત.

અત્યારે મોટાભાગના લોકોને કષ્ટ લેવો ગમતો નથી.

જેમકે, નજીકમાં ક્યાંય કોઈ સ્ટોર પર કે બીજી એવી જગ્યા કે જ્યાં ચાલીને જઇ શકાય છે ત્યાં પણ લોકો વાહનનો ઉપયોગ કરે છે. આપણા પોતાના થોડાક સ્વાર્થ માટે આપણે પોતાનું આર્થિક નુકસાન તથા પર્યાવરણનું નુકસાન કરીએ છીએ. જેનું પરિણામ આપણી ભાવિ પેઢીઓને ભોગવવું પડશે. 


તો મિત્રો આજથી આપણે આ પર્યાવરણના પાંચ પ્રકારના 'R' વિશે વિચારીએ અને પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ.


શું તમે આવી અન્ય પર્યાવરણ બચાવવાની બાબતો વિચારી શકો છો, જેમાં આ પાંચ પ્રકારના 'R' નો ઉપયોગ થતો હોય. આવી બાબતો કોમેન્ટ કરીને જરૂર જણાવો. જેથી અન્ય લોકોને પણ તેની જાણ થાય. 


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

તો આવો સૌ પ્રકૃતિપ્રેમી બનીએ, વૃક્ષપ્રેમી બનીએ.

🌳🌴🌳🌴🌳🌴🌳🌴🌳🌴🌳

ચોમાસામાં દર રવિવારે 50+ વૃક્ષો રોપીને ઉછેર કરતી સંસ્થા MAG (Make Amdavad Green) નો  કાર્યક્રમ::



⬆️ TOP 🔝 

HOME 🏡 


 

 

Post a Comment

0 Comments