Type Here to Get Search Results !

February 2 is celebrated as International Wetlands Day and Ramsar Convention

0

February 2 is celebrated as International Wetlands Day since 1971.  The first international convention, known as the Ramsar Convention, was held at Ramsar in Iran in 1971 for the protection of wetlands.

2 ફેબ્રુઆરીને 1971થી આંતર રાષ્ટ્રીય જળ પ્લાવીત દિવસ એટલે કે વેટલેન્ડસ ડે તરીકે ઉજવવામાં આવે છે. જળ પ્લાવીત વિસ્તારના સંરક્ષણ માટે 1971માં ઈરાનમાં રામસર ખાતે સૌથી પહેલું આંતરાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેને રામસર કનવેનશન તરીકે ઓખવામાં આવે છે.

વિજ્ઞાનના શિક્ષક તરીકે સવાલ - જવાબના રૂપમાં વેટ લેન્ડ્સ વિશે ટુંકમાં માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે માહિતી તમને ગમશે. તમારા સૂચન અવશ્ય પોસ્ટ કરજો. ભૂલ પ્રત્યે ધ્યાન  દોરજો. અન્યને શેર જરૂર કરજો.


માહિતી ગુજરાતીમાં રજૂ કરી છે. ગુજરાતી ઓછું સમજનાર માટે અંગ્રેજીમાં રજૂ કરી છે. તે માટે google translator નો ઉપયોગ કર્યો છે.



>વેટલેન્ડ એટલે કે જળ પ્લાવિત વિસ્તાર કોને કહે  છે?


વેટલેન્ડસ એટલે કે જળ પ્લાવિત વિસ્તાર એ જમીનનો એવો ભાગ કે જ્યાં પાણીની હાજરી છે અને તે જગ્યાને જૈવિક કે  ભૌતિક કે  રાસાયણિક સિથતિ કે આ પૈકી કોઈ પણ કે તમામ બદલાતા તેની અસર તેના પર થયા છે. ટુંકમાં છીછરા પાણીથી ઢંકાયેલો જમીનનો ભાગ એટલે જલ પ્લાવીત વિસ્તાર એટલ કે વેટલેન્ડસ.

"જળપ્લાવિત વિસ્તાર એવો વિસ્તાર કહેવાય જેની જમીન કાદવયુક્ત કળણ, નીચાણવાળી ભેજવાળી જમીન કે ભેજવાળી જમીનમાં કહોવાયેલી વનસ્પતિ હોય અથવા પાણીથી ભરપુર હોય, પાણી કુદરતી રીતે ત્યાં એકઠું થતું હોય કે પછી કૃત્રિમ રીતે ભરવામાં આવતું હોય, પાણી સ્થિર હોય કે પછી તેનો પ્રવાહ હોય, તાજુ હોય કે પછી જરાક ખારું કે ખારું, દરિયાઇ પાણી સહિત નાની ભરતી સમયે તેની ઉંડાઇ છ મીટરથી વધુ ન હોવી જોઇએ.” (કલમ-1.1.)

ઉપરોક્ત https://forests.gujarat.gov.in/wetlands-guj.htm માંથી લેવામાં આવી છે. આ વેબસાઇટનો આભાર.


> What is wetland area?

Wetland means a waterlogged area is a part of the land where water is present and the place has been affected by changes in the biological, physical or chemical conditions or any or all of these. In short, a body of land covered by shallow water is a wetlands.

"A wetlands area is an area where the soil is a muddy swamp, low-lying marsh or swampy vegetation, or is filled with water, whether water accumulates there naturally or is artificially recharged, water is stagnant or flowing, fresh Whether or not slightly brackish or brackish, including sea water, should not exceed six meters in depth at low tide.” (Section-1.1.)

The above defination is taken from https://forests.gujarat.gov.in/wetlands-guj.htm. Thanks for this website.

>જળ પ્લાવિત વિસ્તારમાં પાણીની હાજરી કે સ્થિતિ કેવી હોય છે?

આ પાણી મૌસમી પણ હોઈ શકે છે અથવા કાયમી પણ હોઈ શકે છે. સમયાનુસાર પાણીની માત્રામાં વધારો - ઘટાડો જોવા મળી શકે છે.

>What is the presence or condition of water in a wetlands area?

This water can be seasonal or permanent. The amount of water may increase or decrease over time.

>જળ પ્લાવીત વિસ્તારમાં પાણી કેવી રીતે સંગ્રહાય છે?

જળ પ્લાવીત વિસ્તારની કોરી અથવા ભીની જમીનો કાયમી ધોરણે પૂરના પાણીથી ભરાઈ જાય છે અથવા તો માત્ર મોસમી પૂરના પાણીથી ભરાય છે.

જળ પ્લાવીત વિસ્તારની જમીન તેની અંદર પાણી અને પાણીના ભેજને વરસાદ કે પૂરને કારણે જાળવી રાખે છે. ભાગ્યે જ પુર આવતા જળ પ્લાવીત વિસ્તારની જમીન માટે પાણી અને જમીનની અંદર ભેજ જાળવી રાખવો મુશ્કેલ હોય છે.

>How is water stored in a wetlands area?

Barren or wetlands in flooded areas are permanently inundated with floodwaters or only seasonally.

Soil in a flooded area retains water and water moisture within it due to rainfall or flooding. Soils in infrequently flooded areas have difficulty retaining water and soil moisture.

>જળ પ્લાવીત વિસ્તારને અસરકર્તા કુદરતી પરિબળો કયા કયા છે ?

જળ પ્લાવીત વિસ્તારને જૈવિક કે ભૌતિક કે રાસાયણિક સીથતિની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર વધુ કે ઓછું માત્રામાં લાંબા કે ટૂંકા સમય માટે થતી હોય છે. તેથી વેટલેન્ડસની અસરકારકતામાં સમયાનુસાર પરિવર્તન આવતું હોય છે.

> What are the natural factors affecting the wetlands area?

A wetlands area is directly or indirectly affected by biological, physical or chemical conditions to a greater or lesser extent for a longer or shorter period of time. Hence the effectiveness of wetlands varies over time.

>જળ પ્લાવીત વિસ્તારમાં શેની હાજરી જોવા મળી શકે છે?

જુદા જુદા પ્રકારનાં વેટલેન્ડ્સમાં  જુદા જુદા પ્રકારના વનસ્પતિ સમુદાય, પ્રાણી સમુદાય, પક્ષી સમુદાય, કીટક અને જીવજંતુ જોવા મળી શકે છે.

>What can be found in the wetlands area?

Different types of wetlands can have different types of plant communities, animal communities, bird communities, insects and fauna.

>જળ પ્લાવીત વિસ્તારમાં જોવા મળતા સજીવોની આધાર શેના પર રહેલો છે?

જળ પ્લાવીત વિસ્તારમાં જોવા મળતા સજીવોની આધાર ત્યા પાણીની માત્રા, જમીનમાં ભેજનું પ્રમાણ, પાણીની ઊંડાઈ, પાણીમાં રહેલા ક્ષાર, કેટલા વિસ્તારમાં પાણી ફેલાયેલું છે, પાણીનું આગમન અને નિર્ગમન વગેરે પર રહેલું છે.

>On what do the organisms found in wetlands areas depend?

The organisms found in a wetlands area depend on the amount of water, soil moisture content, depth of water, salts in water, how much water is spread, inflow and outflow of water etc.

>જળ પ્લાવીત વિસ્તાર ત્યાં વસવાટ કરતા અથવા તેની આસપાસ વસવાટ કરતા સજીવોને શું પૂરું પડી શકે છે?


જળ પ્લાવીત વિસ્તાર ત્યાં વસવાટ કરતા અથવા તેની આસપાસ વસવાટ કરતા સજીવોને ખોરાક, આરામ અથવા અન્ય જીવન પ્રવૃત્તિઓ અવકાશ પૂરું પાડી શકે છે. કેટલાક સજીવોના  જીવન ચક્રના નિર્ણાયક તબક્કાઓ માટે સંપૂર્ણપણે વેટલેન્ડસની ભીની જમીન પર નિર્ભર છે.

>What might a wetlands area do to the organisms living in or around it?

A wetlands area may provide space for food, recreation or other life activities for organisms living in or around it. Some organisms are completely dependent on wetlands for critical stages of their life cycle.

>વેટલેન્ડની માત્રા શા માટે ઘટી રહી છે?

ઔધોગિક અને શ્વેત ક્રાંતિના પરિણામે ખેતરો, ઘરો, શહેરો અને ઉદ્યોગો માટે જમીન પૂરી પાડવી,

રસ્તા બનાવવા માટે જગ્યા ફાળવવી,

ગટર યોજના માટે જમીન ફાળવવી,

જમીનની અંદર  પરિવહન કે વાહન વ્યવહાર માટે માર્ગ બનાવવા ...  .. .
          જેવા અનેક કારણ થી વેટલેન્ડ નાશ પામી રહ્યા છે અથવા તો તેના ક્ષેત્રફળ વિસતાર ઘટી રહ્યો છે.

>Why are wetlands decreasing?

Providing land for farms, homes, cities and industries as a result of the Industrial and White Revolutions,

Allocating space for road construction,

Allotment of land for sewerage scheme,

Making a way for conveyance or vehicular traffic within the land ... .. .

                Due to many reasons such as wetlands is being destroyed or its area is decreasing.

>વેટલેન્ડસના પ્રકાર કયા કયા છે?

વેટલેન્ડસના પ્રકાર માર્શે, ઇમર્જન્ટ માર્શ અને હેમી-માર્શમાં જેવા છે. આ અંગે વધુ માહિતી નેટ દ્વારા મેળવી શકાય છે.

>What are the types of Wetlands?

Wetlands types include marshes, emergent marshes and hemi-marshes. More information about this can be obtained through the net.

>વેટલેન્ડ્સ શા માટે અમૂલ્ય છે?

વેટલેન્ડ્સ કેટલાક પ્રકારની વનસ્પતિ, પ્રાણી, પક્ષી, કીટક, જીવજંતુઓની પ્રજાતિઓને ટકાવી રાખવામાં મહત્વનું યોગદાન ધરાવે છે.

તે પાણીની ગુણવત્તા સુધારી શકે છે.

જમીનનું ધોવાણ ઘટાડી શકે છે.

નદીઓમાં આવતા પૂરને ઘટાડી શકે છે.

તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. 

ભૂગર્ભ જળનો જથ્થો વધે છે.

પાણીના સ્ત્રોતની સપાટી ઊંચી આવી શકે છે.

ખેતી માટે ભૂગર્ભ જાળ પૂરું પાડે છે.

જળ સંગ્રહ કરે છે.

પુરનું નિયંત્રણ કરે છે.

>Why are wetlands valuable?

Wetlands play an important role in sustaining several types of plant, animal, bird, insect, and animal species.

It can improve water quality.

Can reduce soil erosion.

Can reduce flooding in rivers.

The temperature may drop.

The amount of ground water increases.

The surface of the water source may be high.

Provides underground traps for cultivation.

Stores water.

Controls the flood.

>જળ પ્લાવિત વિસ્તારની ટકાવારી કેટલી ?

- વિશ્વમાં આશરે 6 % જમીન વિસ્તાર પર જળ પ્લાવિત વિસ્તાર છે.
- ગુજરાતમાં કુલ ભૌગોલીક વિસ્તારના આશરે 17.5% જમીન વિસ્તાર પર જળ પ્લાવિત વિસ્તાર છે. ગુજરાતમાં આશરે દરિયાઈ, અંતરિયાળ, નાના મોટા થઈને આશરે 23000થી વધુ જળ પ્લાવીત ક્ષેત્ર છે.

> What is the percentage of Wetlands area?

- About 6% of the world's land area is Wetlands.

- About 17.5% of the total geographical area in Gujarat is inundated area. Gujarat has more than 23000 Wetlands areas ranging from marine, inland, small and large.

>જળ પ્લાવિત વિસ્તારને કેવી રીતે ઓળખી શકાય?

- જલીય (કે જે પાણીની માત્ર પર આધાર રાખીને ઊગી નીકળતી અને જોવા મળતી) વનસ્પતિ કે જ્યાં પાણી વધુ ભરાઈ રહેતું હોય તેવો વિસ્તાર
- એવી જમીન કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ઓછું અને જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોય તેવો વિસ્તાર

> How to identify a Wetlands area?

 - Aquatic (those that depend only on water to grow and survive) vegetation, an area where water is abundant.

 - An area where waterlogging is low and soil moisture content is high

>વેટલેન્ડસને બચાવવા માટેના ઉપાયો શું હોઇ શકે?

- વેટલેન્ડસની આસપાસ થતા દબાણ હટાવવા જોઈએ,

- કુત્રિમ ડેમ બનાવવાનું ઓછું કરવું જોઈએ,

- કુદરતી સરોવર કે તળાવમાં થતું પુરાણ અટકાવવું જોઈએ,

>What can be the measures to protect wetlands?

- Pressure around wetlands should be removed,

- Construction of artificial dams should be minimized,

- Dumping of soil or other physical waste should be stopped in natural lakes or ponds should be prevented,



>આ દિવસને યાદગાર અને રાષ્ટ્ર ઉપયોગી બનાવવા માટે 
1. પ્રદર્શનો,
2. પરિષદો 
3. પરિસંવાદો
4. વેટલેન્ડસ પર આધારિત સમાજ ઉપયોગી સેવાઓ
5. જાણીતી ખ્યાતનામ અને કુશલ પ્રકૃતિ પ્રેમી અથવા વન વિભાગના દ્વારા દ્વારા વિદ્યાર્થી અને સમાજને રાષ્ટ્રના હિતમાં હોય તેવી સમજ કેળવવી
6. વેટલન્ડ્સના જતન માટે વિવિધ પ્રવૃત્તિઓ,
7. વેટલન્ડ્સના પર આધારિત ફિલ્મ કે ડોક્યુમેન્ટરી બતાવવી
8. ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવું,
9. વેટલન્ડ્સના સાથે સંકળાયેલા સ્થળની મુલાકાત લેવી,
10. સાયકલ રેલી કે પદયાત્રા દ્વારા સમાજમાં રાષ્ટ્ર હિતના સંદેશ સમાજમાં પહોંચાડવા,

>To make this day memorable and useful to the nation

 1. Exhibitions,

 2. Conferences

 3. Seminars

 4. Social useful services based on wetlands

 5. To inculcate awareness in the interest of the nation to the students and the society through well-known and accomplished nature lovers or forest department.

 6. Various activities for conservation of wetlands,

 7. Showing film or documentary based on wetlands

 8. Organizing drawing competition,

 9. Visiting places associated with wetlands,

 10. To convey the message of national interest to the society through bicycle rally or padayatra,













ફોટો સૌજન્ય :: દિવ્ય ભાસ્કર એપ


2 ફેબ્રુઆરી 2022ના દિવ્ય ભાસ્કર એપ દ્વારા વધુ વિગત વાંચવા માટે અહીં ક્લિક કરો.

આભાર : google translator 


જો આત્મ નિર્ભર બનવા ઇચ્છુક હોઉં તો ગુજરાત સરકારની યોજનાનો લાભ જરૂર લો.

વિવિઘ પ્રકારની સરકારી સહાય યોજના જેના દ્વારા ઓફ્લાઈન વ્યવસાય કરીને આત્મ નિર્ભર બની શકાય છે. તે જાણવા અહી ક્લિક કરો.

અન્ય કોઈ નોકરી ઈચ્છતા હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

જો તમે 10 પાસ કે 12 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલો હોય તો આ પ્રકારની સરકારી નોકરીના સમાચાર વાંચવા અને અરજી કરવા માટે અહી ક્લિક કરો....




 🔝Top🔝

Our blog is updated daily. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost

Post a Comment

0 Comments