Today we will learn some myths about the river Narmada, one of the great rivers of India and the lifeline of Gujarat.
"Narmada Nadi" which is also known as "Reva".
This river flows in Madhya Pradesh and Gujarat states in India.
નર્મદા જયંતિ હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ માઘ માસમાં શુક્લ પક્ષ સપ્તમીના રોજ મનાવવામાં આવે છે. આ દિવસે ભક્તો નર્મદા નદીની પૂજા કરે છે જે તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. મધ્ય પ્રદેશમાં અમરકંટક જે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં નર્મદા જયંતિની ઉજવણી નિહાળવાનું એક જાણીતું સ્થળ છે.
આવો ગુજરાતની જીવાદોરી મા નર્મદા વિશે કેટલીક પૌરાણીક વાતો જાણીએ.
• નર્મદા નદીને આપણે ગુજરાતની જીવાદોરી માનીએ છીએ. આ પવિત્ર નદીના દર્શનને સૌભાગ્ય માનનારાઓની ઘણી મોટી સંખ્યા છે. તો આ નદીની કેટલીક પ્રાચીન ખાસિયતો પણ છે. જેના વિશે જાણવામાં તમને રસ પડશે.
• મા નર્મદા, જેના પુણ્ય પ્રતાપથી તમે સૌ પરિચિત જ હશો. આમ તો દરેક નદી સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જ હોય છે પરંતુ નર્મદા નદીની વાત જ અનોખી છે.
• ભારતની આ એકમાત્ર એવી નદી છે જેનું પુરાણ છે. તથા આ એક એવી નદી છે, જેની લોકો પરિક્રમા કરી શકે છે. બસ આટલું જ નહીં મોટા-મોટા ઋષિઓ પણ નર્મદાના કિનારે તપસ્યા કરતાં હોય છે.
• તમારામાંથી બહુ ઓછા લોકોને આ વાત ખબર હશે કે નર્મદાનું એક નામ ચિરકુંવારી છે. આના પાછળની માન્યતા એવી છે કે એક વખત ગુસ્સામાં આવીને નર્મદાએ પોતાની દિશા બદલી લીધી અને એકલા જ વહેવાનો નિર્ણય કર્યો. આજે પણ નર્મદા અન્ય નદીઓની તુલનામાં અલગ દિશામાં વહે છે. એમના આ અખંડ નિર્ણયને લીધે જ એમને ચિરકુંવારી કહેવામાં આવે છે.
• હવે, અમે તમને નર્મદા નદી સાથે સંકળાયેલા કેટલાક તથ્યો જણાવવાના છીએ, જે તમારામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે.
• પુરાણોમાં એવું કહેવાયુ છે કે એમનો જન્મ 12 વર્ષની કન્યા તરીકે થયો હતો. સમુદ્ર મંથન વખતે ભગવાન શિવના પરસેવાનું એક ટીપું ધરતી પર પડ્યું અને એમાંથી જ મા નર્મદા પ્રગટ થયા હતા. તેથી જ તેમને શિવસુતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
- રેવા એ નર્મદા નદીના અન્ય વધુ એક જાણીતું નામ છે. તેના ઝડપી પ્રવાહને કારણે રેવા તરીકે ઓળખાય છે.
• ચિરકુંવારી મા નર્મદા વિશે કહેવાય છે કે એમને લાંબા સમય સુધી સંસારમાં રહેવાનું વરદાન મળ્યું છે. પુરાણોમાં એવો ઉલ્લેખ પણ છે કે શંકર ભગવાને મા નર્મદાને વરદાન આપ્યું હતું કે પ્રલયકાળમાં પણ તારો અંત નહી થાય. તમારા પવિત્ર પાણીથી તમે યુગોયુગો સુધી આ સમસ્ત સંસારનું કલ્યાણ કરશો.
• મા નર્મદાનું ઉદગમ સ્થળ મધ્ય પ્રદેશના સુંદર સ્થળ અમરકંટક અનૂપપુરમાં છે. ત્યાંથી એક નાની એવી ધારાથી શરૂ થતો એમનો પ્રવાહ આગળ જતાં વ્યાપક રૂપ ધારણ કરી લે છે.
• આ સ્થાન અદ્ભુત દ્રશ્યો માટે પણ જાણીતુ છે. મા નર્મદા એ મા રેવાના નામથી પણ ઓળખાય છે. આ સ્થળે આજે પણ મા રેવાનો વિવાહ મંડપ જોવા મળે છે. પુરાણોમાં કહેવાયુ છે કે, એમણે પોતાના પ્રેમી સોનભદ્ર પર ગુસ્સે થઇને જ ઉંધા વહેવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની દિશા બદલી નાંખી. એ પછી સોનભદ્ર અને સખી જોહિલાએ મા નર્મદાની ઘણી માફી માગી પરંતુ ત્યાં સુધીમાં તો નર્મદા ઘણે દૂર સુધી વહી ચૂકી હતી. પોતાની સખીનો વિશ્વાસ તોડવાને લીધે જ જોહિલાને પૂજનીય નદીઓમાં સ્થાન આપવામાં નથી આવ્યું.
• નર્મદા નદીને લઇને ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એવું કહેવાય છે કે જે કોઈ સાચા મનથી મા નર્મદાની પૂજા અને દર્શન કરે છે. તેમને જીવનમાં એકવાર મા નર્મદા ચોક્કસ દર્શન આપે છે.
• જેમ ગંગા સ્નાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે, તે જ રીતે નર્મદાના દર્શનમાત્રથી મનુષ્યના દુઃખોનું સમાધાન થઇ જાય છે.
• નર્મદામાંથી નીકળેલા પથ્થરોને ભગવાન શિવનું રૂપ માનવામાં આવે છે. એટલું જ નહીં તે સ્વયં પ્રાણપ્રતિષ્ઠિત હોવાથી તેમની પ્રાણપ્રતિષ્ઠા કરવાની જરૂર હોતી નથી. તેથી દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ નર્મદા નદીમાંથી નીકળેલા પથ્થરના શિવલિંગને સૌથી વધુ પૂજવામાં આવે છે.
• એવું પણ કહેવાય છે કે ગંગા સ્વયં દરવર્ષે નર્મદાને મળવા અને સ્નાન કરવા આવે છે. મા નર્મદાને મા ગંગા કરતા પણ વધારે પવિત્ર માનવામાં આવે છે. આથી જ દર વર્ષે ગંગાજી પોતે સ્વયંને પવિત્ર કરવા નર્મદા પાસે આવે છે. આ દિવસ ગંગા દશહરા હોવાનું માનવામાં આવે છે.
*ઉજવણી:* નર્મદા મૈયાના પ્રાગટ્ય દિનની મહા આરતી ચુંદડી મનોરથ સાથે ભક્તિસભર ઉજવણી
ફોટો સૌજન્ય :: દિવ્ય ભાસ્કર એપ
~~~~~~~~~~~~~~~~~~
તો સરકારશ્રી તરફથી યુવક યુવતીઓ માટે "નર્મદા સેવા અને શ્રમ શિબિર" નું આયોજન કરવામાં આવતું હોય છે. .
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા ચાલુ વર્ષે "નર્મદા સેવા અને શ્રમ શિબિર" કાર્યક્રમ યોજાતા હોય છે.
નર્મદા શ્રમ અને સેવા શિબિર નો આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વની મોટી સિંચાઇ યોજનાઓ પૈકી ની એક અને ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં ગુજરાત રાજ્યના યુવક તથા યુવતીઓ પોતાની શક્તિઓનું શ્રમદાન કરે અને પોતાની શક્તિઓ વધુ વિકસાવીને તેમની સેવા આપે તથા શક્તિઓનું પ્રદાન કરે.
ચાલુ વર્ષે ૭(સાત) દિવસ માટે આ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૫૦ (એકસો પચાસ) યુવક યુવતીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
જે યુવક યુવતીઓ 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમજ આ કાર્યમાં જોડાવા માગતા હોય તેઓએ જરૂરી માહિતી સાથેની અરજી જાહેરત બહાર પડે ત્યારે જાહેરાતના આપેલાં સરનામે ( માટે ભાગે સરનામું :: જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી, બીજો માળ રૂમ નંબર 217, જિલ્લા સેવા સદન, રાજપીપળા, નર્મદા ને ) મોકલી આપવાની રહેશે.
આ અરજીમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓએ સાદા કાગળ ઉપર નીચે દર્શાવેલ માહિતી અરજી સાથે રજુ કરવાની રહેશે.
(1) પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર.
(2) જન્મ તારીખ
(3) શૈક્ષણિક લાયકાત
(4) વ્યવસાય
(5) એન.સી.સી / પર્વતારોહણ / રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત
(6) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર
(7) વાલીની સંમતી
(8) તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો
(9) ઓળખકાર્ડ
(10) અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ ૧૫૦ યુવક-યુવતીઓની આ શિબિરમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે.
માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે.
સરકારશ્રી તરફથી આપવામાં આવતી સહાય: આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક યુવતીઓને નિવાસ, ભોજન તથા આવવા જવાનું ભાડું સરકારશ્રી તરફથી આપવામાં આવી શકે છે.
===================
ગુજરાતી ફિલ્મ "રેવા" જોવા માટે અહીં ક્લિક કરો.
===================
~~~~~~~~~~~~~~~~~~