Board Exam Special: Std 10 Science Chapter 5, 7 & 10 Quick Revision Guide

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૫, ૭ અને ૧૦ ના મુખ્ય મુદ્દાઓનું ચિત્ર - જૈવિક ક્રિયાઓ, નિયંત્રણ અને સંકલન, અને પ્રકાશ પરાવર્તન-વક્રીભવન
પ્રકરણ ૫ (જૈવિક ક્રિયાઓ), પ્રકરણ ૭ (નિયંત્રણ અને સંકલન) અને પ્રકરણ ૧૦ (પ્રકાશ - પરાવર્તન અને વક્રીભવન)

🌱 પ્રકરણ ૫: જૈવિક ક્રિયાઓ

સાચો વિકલ્પ પસંદ કરો

૧. લાળરસમાં એમાઈલેઝ નામનો ઉત્સેચક હોય છે.

૨. મનુષ્યના હૃદયમાં ત્રણ ખંડો આવેલા હોય છે.

૩. પિત્તરસ એસિડિક સ્વભાવ ધરાવે છે.

૪. પ્રોટીનનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે.

૫. રુધિર ગાળણની ક્રિયા ફેફસામાં થાય છે.

૬. જારક શ્વસનમાં પાયરુવેટનું વિઘટન કણભસૂત્રમાં થાય છે.

૭. વનસ્પતિમાં ખોરાકનું વહન અન્નવાહક પેશી દ્વારા થાય છે.

૮. રુધિર દબાણ માપવા માટે સ્ટેથોસ્કોપ વપરાય છે.

૯. પ્રકાશસંશ્લેષણ દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય છે.

૧૦. મનુષ્યમાં ઉત્સર્જન તંત્રનો મુખ્ય એકમ નેફ્રોન (વૃક્કાણુ) છે.


૧૧. પાયરુવેટના વિખંડનથી લેક્ટિક એસિડ સ્નાયુપેશીમાં બને છે.

૧૨. સ્થળચર પ્રાણીઓ હવામાંના ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે.

૧૩. રુધિરરસ (પ્લાઝ્મા) દ્વારા ખોરાક અને નાઈટ્રોજનયુક્ત નકામા પદાર્થોનું વહન થાય છે.

૧૪. માછલીઓનું હૃદય બે ખંડોનું બનેલું હોય છે.

૧૫. અન્નવાહકમાં પદાર્થોનું વહન ઉર્ધ્વગામી અને અધોગામી બંને દિશામાં થાય છે.

૧૬. હિમોગ્લોબિન રુધિરમાં ઓક્સિજનના વહન માટે જવાબદાર છે.

૧૭. નાના આંતરડામાં આવેલા રસાંકુરો પાચિત ખોરાકનું શોષણ કરે છે.

૧૮. જઠરમાંથી ખોરાક સીધો મોટા આંતરડામાં પ્રવેશ કરે છે.

૧૯. શિરામાં રુધિર હંમેશા ઊંચા દબાણ સાથે વહે છે.

૨૦. કીટકોમાં શ્વસન નલિકાઓ દ્વારા વાયુ વિનિમય થાય છે.


🧠 પ્રકરણ ૭: નિયંત્રણ અને સંકલન

સાચો વિકલ્પ પસંદ કરો

૧. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.

૨. ઈન્સ્યુલિનનો સ્ત્રાવ થાઈરોઈડ ગ્રંથિમાંથી થાય છે.

૩. ચેતાકોષમાં માહિતીનું વહન શિખાતંતુથી અક્ષતંતુ તરફ થાય છે.

૪. વનસ્પતિમાં ગિબ્રેલીન અંતઃસ્ત્રાવ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે.

૫. લંબમજ્જા દ્વારા બ્લડ પ્રેશર અને ઉલટી જેવી ક્રિયાનું નિયંત્રણ થાય છે.

૬. આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે.

૭. વનસ્પતિમાં એબ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે.

૮. એડ્રીનાલીન અંતઃસ્ત્રાવ કટોકટીની સ્થિતિ માટે તૈયાર કરે છે.

૯. અગ્ર મગજ મનુષ્યમાં વિચારવાનું મુખ્ય કેન્દ્ર છે.

૧૦. ચેતાકોષમાં વિદ્યુત આવેગનું રાસાયણિક સંકેતમાં રૂપાંતર ચેતાંતમાં થાય છે.


૧૧. પરાવર્તી કમાન કરોડરજ્જુમાં બને છે.

૧૨. અનુમસ્તિષ્ક શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે છે.

૧૩. ઈસ્ટ્રોજન એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે.

૧૪. લજામણીના પર્ણોનું હલનચલન વૃદ્ધિથી મુક્ત હોય છે.

૧૫. થાઈરોક્સિન બનાવવા આયોડિન જરૂરી છે.

૧૬. ગ્રોથ હોર્મોન પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે.

૧૭. મૂળમાં ધનાત્મક જલાવર્તન જોવા મળે છે.

૧૮. સ્વાદુપિંડ એ માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.

૧૯. સાયટોકાઈનિન કોષ વિભાજનને પ્રેરે છે.

૨૦. ખોપરી મગજનું રક્ષણ કરે છે.


📸 પ્રકરણ ૧૦: પ્રકાશ

સાચો વિકલ્પ પસંદ કરો

૧. સમતલ અરીસાની મોટવણી હંમેશા +૧ હોય છે.

૨. વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે અંતર્ગોળ અરીસો વપરાય છે.

૩. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ નમે છે.

૪. લેન્સના પાવરનો SI એકમ 'ડાયોપ્ટર' છે.

૫. હીરાનો વક્રીભવનાંક સૌથી વધુ ૨.૪૨ છે.

૬. બહિર્ગોળ લેન્સને 'અભિસારી લેન્સ' પણ કહેવામાં આવે છે.

૭. અરીસાનું સૂત્ર $1/v - 1/u = 1/f$ છે.

૮. વક્રતા ત્રિજ્યા (R) એ કેન્દ્રલંબાઈ (f) કરતા બમણી હોય છે ($R = 2f$).

૯. લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ વિચલન પામતું નથી.

૧૦. કાચના સ્લેબમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે પાર્શ્વીય સ્થાનાંતર થાય છે.


૧૧. અંતર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે.

૧૨. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ધન (+) લેવામાં આવે છે.

૧૩. પાણીનો વક્રીભવનાંક ૧.૩૩ છે.

૧૪. હવામાં પ્રકાશની ઝડપ $3 \times 10^8$ m/s છે.

૧૫. બહિર્ગોળ અરીસો હંમેશા નાનું અને ચત્તું પ્રતિબિંબ આપે છે.

૧૬. લેન્સનો પાવર અને કેન્દ્રલંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ($P = 1/f$).

૧૭. ડૉક્ટરના હેડ-મિરર તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે.

૧૮. પ્રતિબિંબ અંતર (v) અને વસ્તુ અંતર (u) ના ગુણોત્તરને મોટવણી કહે છે.

૧૯. અંતર્ગોળ લેન્સને 'અપસારી લેન્સ' પણ કહે છે.

૨૦. લેન્સના પાવરનો એકમ મીટર છે.


📢 અમારી WhatsApp ચેનલમાં જોડાવો (Daily Updates) 🎓 જ્ઞાન સાધના સ્કોલરશીપ 2026 ની સંપૂર્ણ માહિતી 🎨 ધોરણ 10 ગણિતની ઇન્ટર એક્ટિવ ટેસ્ટ આપો . 🏆 ધોરણ 10 પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી?

ધોરણ 10 વિજ્ઞાન IMP મટીરીયલ

નોંધ: આ પ્રશ્નો બોર્ડની પરીક્ષાની તૈયારી માટે પ્રેક્ટિસ હેતુ બનાવવામાં આવ્યા છે.

#Std10Science #Dhoran10Vignan #BoardExam2026 #ScienceSummary #GujaratBoard #GSEB #StudyTips #VignanSummary #ExamPreparation #EducationGujarati #LifeProcesses #ControlAndCoordination #LightReflection #Chapter5 #Chapter7 #Chapter10 #ScienceNotes

Post a Comment

0 Comments