Type Here to Get Search Results !

Sparrow day March 20 lets know how to save sparrows here.

0
આજે 20 માર્ચ છે. કેટલીક માનવીય ભૂલો કે જે વિકાસના ભોગે અજાણતા થઈ રહી છે તેને કારણે ચકલીની સંખ્યા ઘટી રહી છે. ચકલી એક ખૂબ જ સામાજિક પક્ષી છે. ભારત સહિત દરેક જગ્યાએ ઘરની ચકલી લુપ્ત થઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે તેમના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાની જરૂર છે.

અંત સુધી જરૂર વાંચો. અંતમાં એક સવાલ છે જેનો જવાબ આપવા વિનંતી.

જો તમે ચકલી ઘર લગાવ્યું હોય તો 9173040050 નંબર પર તમારા નામ, એરિયા સાથે ફોટા અને વિડિયો પોસ્ટ કરવા વિનંતી.





Today is March 20.  Sparrow populations are declining due to some human errors that are inadvertently occurring at the expense of development.  Sparrow is a very social bird.  The house sparrow is becoming extinct everywhere, including India.  Experts say there is a need to spread awareness about their conservation.

Lets know how to save sparrows here. Lets Save sparrow  nature birds earth water and lives also.


ચકલી વિશે ખાસ બાબતો કે જે ધ્યાનમાં રાખવા લાયક છે તે અંહી વાંચો : 

ચકલી સવારનો અનુભવ કરે છે અને કરાવે છે ચીં ચીં ચીં કરીને ... અને તેવી જ રીતે અંધારું થાય ત્યારે ચીં ચીં કરીને ગાવાનું શરૂ કરે છે. 

ફોટો સૌજન્ય :: સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ

ચકલીઓને જ્યારે પણ ખોરાક, પાણી અને આશ્રયની જરૂરિયાત લાગે ત્યારે તે જ જગ્યાએ પાછા ફરવાની આદત હોય છે કે જ્યાંથી તેઓ અવારનવાર મેળવતા હોય છે.
તમે મદદ કરવા માટે શું કરી શકો તે અહીં વાંચો તે જરૂરી છે:

 ઘર અથવા બગીચામાં પુઠાના બનાવેલા ચકલી ઘર જરૂર મૂકો મૂકો.

ખોરાક મળી રહે તે હેતુ શેતુર અને અન્ય પ્રકારના છોડ કે ઝાડ ઉગાડીએ.

 બબલ ગમ એટલે કે ચ્યુગમ રસ્તા પર ફેંકશો નહીં. 

કાપેલા નખ ગમે ત્યાં નાખશો નહિ. 

ઉનાળામાં પાણીના અભાવે પુષ્કળ ચકલીઓ મરી જાય છે માટે માટીના એક વાસણમાં થોડું પાણી ભરીએ અને રોજ તે વાસણ સાફ જરૂર કરીએ.

 પક્ષીઓને નહાવા માટે પણ પાણીની જરૂર પડે છે જેથી તમે તે હેતુ માટે પણ વાસણમાં થોડું પાણી રાખી શકો. 

ચકલીઓને  ખાવા માટે ખુલ્લી જગ્યામાં થોડા તૂટેલા ચોખા રાખો. 

કૃપા કરીને ચકલીઓને વાસી ખોરાક ન ખવડાવો. 

ખેતરમાંથી ચકલીઓ બીજ કે દાણા ખાય છે. તેથી લોકો તેને ધિક્કારે છે. ચકલીઓને બચાવવા લોકોએ ચકલીઓને ધિક્કારવાનું બંધ કરવું જોઈએ અને તેઓને કોઈપણ રીતે સાચવવા જોઈએ.

 બગીચા અને ખેતરમાં જંતુનાશકોનો ઉપયોગ કરવાનું બંધ કરો અથવા શક્ય તેટલો ઘટાડો અથવા ઓછું નુકશાન કરે તેવા દ્રવ્યનો ઉપયોગ કરો. આ દ્રવ્ય કેટલાક પ્રકારના લાર્વા કે જીવજંતુઓનો નાશ કરે છે. આ લાર્વા કે જીવજંતુ ભૂખ્યા ચકલીઓનો બચ્ચા માટેનો મુખ્ય ખોરાક હોય શકે છે. 

પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે.

કબૂતર ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. 

મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે.

ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે માટે ગ્રામ્ય વિસ્તારમાં ચકલીઓ વધુ જોવા મળે છે અને શહેરી વિસ્તારમાં ઓછી જોવા મળે છે.

વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. ગ્રામ્ય વિસ્તારમાં તાપમાન ઓછું હોવાથી ત્યાં ચકલીઓ વધુ જોવા મળે છે. 

પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. તેથી શહેરી વિસ્તારમાં ચકલીઓ ઓછી જોવા મળે છે.

 બગીચાને થોડો બેડોળ કે અસ્તવ્યસ્ત રાખો કે જેથી ચકલીઓ અને તેના બચ્ચા માટે  જીવજંતુઓ અને લાર્વા મળી રહે . 

 

 ------------------------------------------------------


તમારી પાસે તમારા વિસ્તારમાં સ્પેરો છે પરંતુ ઘણા એશિયન દેશોમાં તેમની સંખ્યા ઘટી રહી છે.  તેઓ એશિયાના વિશાળ પ્રદેશમાં જોવા મળે છે.  તેમને IUCN દ્વારા રેડ લિસ્ટમાં લિસ્ટ કરવામાં આવ્યા છે.  તેથી જ વિશ્વ સ્પેરો દિવસ આપણને એક પક્ષી સાથેના આપણા ગાઢ જોડાણની યાદ અપાવવા માટે ઉજવવામાં આવે છે જેણે સદીઓથી, સફળતાપૂર્વક પોતાને માનવ જીવનમાં સ્વીકાર્યું છે.




*પક્ષીઓ પાસથી કંઈક શીખવા જેવું.*

🦜૧. તેઓ રાત્રે કંઈ ખાતા નથી.
🦜૨. તેઓ રાત્રે ક્યાંય ફરતાં નથી.
🦜૩. તેઓ પોતાની જાતે જ પોતાના બાલ બચ્ચાઓને તાલીમ આપે છે. 
🦜૪. તેઓ ઠાંસી ઠાંસીને કદીએ ખાતાં નથી.
તમે કેટલાંય દાણાં નાખ્યાં હોય તો પણ, થોડું ખાઈને ઉડી જશે. વળી જોડે એકેય દાણોય લઈ જતાં નથી.
🦜૫. રાત પડતા જ સુઈ જાય, સવારે વહેલા ઉઠી જાય, તે પણ ગાતા ગાતા જ...
🦜૬. ગમે તેવું હોય તો પણ પોતાનો ખોરાક બદલતાં નથી.
🦜૭. પોતાની જ્ઞાતિમાં જ પરણશે, જેથી સમાજ મા જ રહી શકાય.
🦜૮. પોતાનાં શરીર જોડેથી ખૂબજ કામ લે છે.
રાત સિવાય આરામ પણ કરતા નથી.
🦜૯. બીમાર પડે તો ખાવાનું બંદ કરી દે છે 'ને શરીર સારું થાય, મનને ઠીક લાગે, ત્યારે જ ખાય છે .
🦜૧૦. પોતાના બચ્ચાઓને ખૂબ સ્નેહ કરે છે. ખૂબ પ્રેમ આપે છે. ખંતથી સંભાળ લે છે.
🦜૧૧. અંદરો-અંદર ઝગડવાનું ઓછું. હળી મળીને રહેવાનું વધુ.
🦜૧૨. કુદરતનાં બધાં જ નિયમોનું ફરજીયાત પણે પાલન કરતાં હોય છે.
🦜૧૩. પોતાનું ઘર/માળો પણ ઈકો ફ્રેન્ડલી જ બનાવે. પોતાની જરૂરિયાત જેટલો 'ને જેવો જ.

ચાલો, પક્ષીઓ પાસેથી આ આપણે શીખીએ.

🤞પ્રકૃતિ દેવો ભવઃ🤞

સૌજન્ય અને આભાર :: સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ




Home  🏡  

ઉપયોગી માહિતી માટે બ્લોગ ઉપયોગી માહિતી માટે  

સરકારી ભરતી, સરકારી સહાય યોજના, મહિલા માટેની યોજના, હોસ્ટેલ, મફત સાયકલ અને અન્ય જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

 સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો. 

અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::





વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.



ગણિત વિશે રસપ્રદ જાણકારી




અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલો જરૂર  બનો. આ બ્લોગ લીંક તમારા તમામ ગ્રુપમાં શેર કરો જેથી અન્યને મદદ મળી શકે અને અમને પ્રોત્સાહન મળે. 


Our blog is updated regularly. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost
#sparrow #birds #bird #nature #indiansparrow  #wildlife #naturephotography #sparrows  #birdwatching  #wildlifephotography #birdlovers #housesparrow  #birding #jacksparrow #babysparrow #bestbirdshots  #birdlife #sparrowpurdy 

Post a Comment

0 Comments