Type Here to Get Search Results !

Change habits will change lives.આદતો બદલો, જીવન સરળ બનશે.

0

Change Habits, Make Life EASY.

દરેક પોસ્ટ અંત સુધી વાંચવાની જરૂર છે.

આદતો બદલો, જીવન સરળ બનશે..

નમસ્તે  મિત્રો, આદતો બદલો જીવન બદલાશે લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

શું, આદતો બદલવાથી આપણું જીવન બદલાય છે ખરું? શું તમારા પરિવાર કે મિત્રો કે સંબંધોમાં ક્યાંય એવું જોયું છે ખરું કે તેઓએ આદત બદલી હોય અને તેથી તેમનું જીવન બદલાયું હોય! યાદ કરો કે તમે સ્વયં ભૂતકાળમાં કોઈ આદતને બદલી હોય અને તેથી તમારું જીવન બદલાયું હોય?


આદતો એ જ આપણું જીવન છે. માટે આદતો બદલવી પડશે. સારી આદતોથી જીવન સારું જીવી શકાય છે. ચાલો, ત્યારે જાણીએ કે આદતો બદલવાથી જીવન કેવી રીતે બદલાઈ શકે છે.



સૌ પ્રથમ તો,

આપણે  નક્કી  કરવું પડે છે કે મારે કેવા પ્રકારનું જીવન જોઈએ છીએ.
 

મારે મારા ધ્યેય કે સપના કે ઈચ્છાઓને સ્પષ્ટ નક્કી કરવી પડશે અને એ પણ વાસ્તવિક હોય તે.


આપણે  જીવનમાં શું મેળવવા ઇચ્છુક છીએ.

સારા જીવન માટેની  મારી પ્રાથમિકતાઓ શું છે? તે નક્કી કરવી પડશે. તે માટે આપણે એક યોજના બનાવો પડશે.

એકવાર આપણે જાણી લઈ  કે આપણે શું જોઈએ છે, ત્યાં કેવી રીતે પહોંચવું તે આપણે શોધીશું. .આપણે આ ત્રણ યોગ્ય પગલાં લેવા પડશે, યોજના બનાવવી પડશે.


આજે જ આપણે  આપણા લક્ષ્યો તરફ આપણે કામ કરવાનું શરૂ કરીશું. આપણે પ્રગતિને મૂલ્યાંકન કરીશું.


યોજનાઓ તો લખી પછી તે માટે આપણે શું કરી રહ્યા છીએ અને તે કેવી રીતે ચાલી રહ્યું છે તેનાં અવલોકનોની નોંધ રાખીશું.

આપણે આપણી જાતને વચન આપીશું કે બનાવેલી યોજના મુજબ હું કાર્ય કરીશ, યોજનામાં કેટલું કાર્ય કેવું થયુ, ક્યાંય સુધી થયું, ક્યાં ગાડી અટકે છે, કઈ કઈ સમસ્યા છે, સમસ્યાનો ઉકેલ શું છે, સમસ્યા ઉકેલવા કોની મદદ કેવી રીતે ક્યારે લેવી તેની નોંધ રોજ કરીશું. આ અંગે જરૂરી સલાહ સૂચન માર્ગદર્શન અનુભવી પાસેથી મેળવીશું અને તે મુજબ કાર્ય કરીશું.


રોજ એક શપથ લખો જેમાં આપણે આપણા ધ્યેયો તરફ કામ કરવા અને ક્યારેય હાર નહિ માનીશું.

સફળ વ્યક્તિઓ એ પણ તેમની આદતોને મહત્વ આપ્યું જ છે. આ આદતો તેમની પાસે કદાચ શરૂઆતમાં ન હોય પણ શકે, કદાચ કુદરતે ભેટમાં આપી હોય શકે તેવું પણ બની શકે છે. જો સફળ થવા માટેની આદતો ન હોય તો તેવી આદતો જાણવી પડશે, જાણ્યા પછી તેનું આદતમાં રૂપાંતર કરવું પડશે. વિજ્ઞાન એવું કહે છે કે જો કોઈ ક્રિયા નિયમિત અને યોગ્ય રીતે સતત 90 દિવસ સુધી કરવામાં આવે તો તે ક્રિયા છેવટે આદતમાં રૂપાંતરિત થઈ શકે છે.



આમ, આદત એટલે બીજું કશું જ નહિ પણ જે ક્રિયા છેલ્લા કેટલાક દિવસો સુધી નિયમિત, સતત અને યોગ્ય રીતે કરવામાં આવી છે. આ આદતોથી જ આપણું જીવન ચાલે છે, ઘડાય છે. આ આદતો સારી હશે તો જીવન સારી રીતે સરળતાથી જીવી શકાય છે અને ખરાબ આદતોથી જીવન બરબાદ થઈ શકે છે અને સાથે સાથે અન્યના જીવન પણ બરબાદીના રસ્તે જઇ શકે છે.


આ કોરોના કાળમાં બાળકો મોબાઈલનાં રવાડે ચડી ગયા છે કે ચુંગાલમાં ફસાઈ ગયા તેવું વાંચ્યું છે, સાંભળ્યું છે. આ આદત પહેલા હતી નહિ પણ તે ક્રિયા કાર્ય સતત થતી હોવાથી તે આદતમાં રૂપાંતર પામી છે. આ આદત કેટલાક વિદ્યાર્થી માટે વરદાનરૂપ બની છે અને કેટલાક માટે અભિશાપરૂપ બની છે. 


રોજિંદા જીવનમાં આપણને અનુભવ છે કે સવારે ઉઠીને સ્નાન કરતાં પહેલાં બે ગ્લાસ હુંફાળું પાણી જરૂરિયાત મુજબ પીવું અને સ્નાન કર્યા બાદ એક ગ્લાસ પાણી પીવું. આ ક્રિયા શરૂઆતમાં કઠિન છે પણ સતત નિયમિત 90 દિવસ સુધી કરવાથી તે સારી આદતમાં ફેરવાય છે. તેથી શારીરિક ક્રિયા સરળ બને છે. 


કોરોનો કાળમાં લોકો ફોન કરીને ફોન પર વાત કરનાર વ્યક્તિના અને તેના પરિવારના ખબર અંતર પૂછતા થયા છે. આ ક્રિયા કોરોના કાળમાં નિયમિત થતા તે છેવટે આદતમાં ફેરવાઈ છે. 


વ્યવસાયિક જીવનમાં આવી કેટલીક હકારાત્મક ક્રિયાઓ છેવટે આદતમાં રૂપાંતર પામી છે.

આમ, સારી આદતોથી જીવન બદલાય છે, જીવન સરળ બને છે.




TOP 🔝

 


Post a Comment

0 Comments