Organized on PPP basis Special Entrepreneurship Awareness Self Employment Camp for Disabled.
*દિવ્યાંગ માટે તાલીમ યોજના* ++++++++++++++++++
અંત સુધી જરૂર વાંચો.++++++++
HOME 🏡
આપ ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સીઈડી) દ્વારા શરૂ થઈ રહેલ દિવ્યાંગજનો માટેના ખાસ ઉદ્યોગસાહસિકતા જાગૃતી કાર્યક્રમમાં જોડાઓ.
> તાલીમ માટેનું સેન્ટર :: મેઘાણી ઓડીટોરીયમ નાનો હોલ, સરદારનગર, ભાવનગર
> ઉમર અને લાયકાત :: દિવ્યાંગ માટે - ૧૮ વર્ષ કે તેથી વધુ હોય તેવા તથા ઓછામાં ઓછું ૫ ધોરણ પાસ અને ૪૦% કે તેથી વધુ શારીરિક રીતે વિકલાંક હોય તેવા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો
> તાલીમનો સમય ગાળો :: તા.૧૫/૯/૨૦૨૪ રવિવારના રોજ સવારે ૮:૩૦ થી સાંજે ૫:૩૦ સુધી (૧ દિવસ માટેની સ્વ-રોજગાર શિબિર) પૂર્ણ સમયની ગુજરાતીમાં તાલીમ કાર્યક્રમ જમવા સાથે
> તાલીમનો વિષય :: ઉધોગ સાહસિકતા એક સ્વપ્ન, મન હોય તો માળવે જવાય, રૂ.૧ લાખની મર્યાદાના ધંધામાં પ્રોજેક્ટ રિપોર્ટ ની સમજણ અને તેનું બેક લોન ઈન્વેસ્ટગેટર અધિકારી દ્વારા વન ટુ વન માર્ગદર્શન આ તાલીમમાં ઉદ્યોગમાં સંકળાયેલા અગ્રીમ કક્ષાના નિપુણતા ધરાવતા અનુભવીઓ દ્વારા જરૂરી જ્ઞાન, વ્યવસ્થિત માહિતી અને વ્યવહારૂ માર્ગદર્શન આપવામાં આવશે
> તાલીમની ફી :: નિ:શુલ્ક છે, પરંતુ રૂબરૂ આવી નીચે આપેલ સરનામે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.
> રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ :: તા.૧૩/૦૯/૨૦૨૪
> ખાસ નોંધ :: આ તાલીમ બાદ પસંદગી પામેલ પ્રોજેક્ટને આધારે હવે પછીની બીજી તાલીમમાં જોડવામાં આવશે. આ તાલીમમાં મર્યાદિત ૩૦ દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને લેવાના હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન નીચેના સરનામે રૂબરૂ આવી કરાવવાનું રહશે.
ઉધોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (સીઈડી)- ભાવનગર વિભાગીય કચેરી, પ્લોટ નં-૭૧, મધુસીલીકા ગેઈટનં-૪-૫ ની સામે. પાણીની ટાંકીની બાજુમાં, ચિત્રા જીઆઈડીસી, ભાવનગર- ૩૬૪૦૦૪. મો-૯૨૭૪૧૦૦૮૮૦, ૯૪૨૯૬૩૯૧૬૯
0 Comments