Type Here to Get Search Results !

Vaccination is now easy for 60+.....

0
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાચો.

જનહિત માટેની જાણકારી:

vaccination is easy for all now, mostly very easy for 60+ age.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "AMC Vaccination Ghar Seva" આપવા માં આવેલ છે. 

આમાં 60 વર્ષ થી ઉપર ના કોઈ પણ વ્યક્તિ AMC ની વેબસાઈટ પર આ સેવા ની લિંક સિલેક્ટ કરી ને વિગતો ભરી, સબમિટ કરી ને આ સેવા નો લાભ વેકસિન નો પહેલો, બીજો, અથવા બૂસ્ટર ડોઝ માટે લઈ શકે છે. AMC ના હેલ્થ વર્કર ઘરે આવી ને વેકસિન આપી જશે. આ સેવા સંપૂર્ણ નિશુલ્ક છે.
સિનિયર સીટીઝન માટે ની આ AMC ની ખુબજ ઉત્તમ સેવા છે.
So,Vaccination is now easy for 60+.....

આપણા આજુ બાજુ અથવા પરિચિત, સગા સંબંધી માં બધા ને આ સેવા ની જાણ કરી એમની મદદ કરશો, જેથી એમને વેકસિન માટે નાહક પરેશાન થવું ના પડે.

રસી વિશે થોડુંક જાણીએ કે રસી શું છે, કેવી રીતે કાર્ય કરે છે?

આપણા આજુ બાજુ અથવા પરિચિત, સગા સંબંધી માં બધા ને આ સેવા ની જાણ કરી એમની મદદ કરશો, જેથી એમને વેકસિન માટે નાહક પરેશાન થવું ના પડે.

રસીકરણ એટલે સીધી સાદી ભાષામાં કહીએ તો જે તે રોગના સક્રિય જીવાણુ સામે લડવાની તાલીમ લીધેલા સૂક્ષ્મ સૈનિકોનો તાલબદ્ધ સમુદાય. આ સમુદાય શરીરમાં નિષ્ક્રિય રીતે હાજર જ હોય છે. જ્યારે જે તે રોગના સુક્ષ્માણુ કે જીવાણુ શરીરમાં દાખલ થાય ત્યારે તેઓ સક્રિય થાય છે. શરીરમાં પ્રવેશેલા આ શત્રુ સામે લડે છે અને રોગને ઉદ્ભવતો અટકાવે છે કે રોગની અસરકારકતામાં ઘટાડો કરે અને અંતે રોગને વધતો અટકાવે છે, ફેલાતો અટકાવે છે અને નાશ પણ કરી શકે છે.

ઉદાહરણરૂપે  સમજીએ...

જેવી રીતે કોઈ મેચ પહેલા ટીમના ખેલાડી મેચ રમવાની પ્રેક્ટિસ કરે છે, મેચ કેવી રીતે રમવી, સામેની ટીમની નબળાઈ જાણવી અને તે નબળાઈનો લાભ કેવી રીતે લઇને મેચ જીતવી તેનું આયોજન કરવું, સામેની ટીમનું જમાં પાસુ શું છે તે જાણવું, તે જાણ્યા પછી તેનો સામનો કેવી રીતે અસરકારક રીતે કરવો તે અંગેની સાચી મેચ પહેલાની પૂર્વ નીયોજીત તાલીમ અને તાલીમનો મહાવરો.


રસીકરણ સમયે જે તે રોગના સુક્ષમાણુ કે જીવાણું કે જે નિષ્ક્રિય અથવા ઓછા સક્રિય હોય તેવા દાખલ કરવામાં આવે છે. આમ કરવાથી શરીરમાં રહેલા શ્વેતકણો કે જે શરીરમાં રહેલા સૂક્ષ્મ સૈનિકો છે તે દાખલ કરેલા આ

નિષ્ક્રિય અથવા ઓછા સક્રિય સુક્ષમાણુ કે જીવાણું સામે લડે છે. આ રીતે શ્વેતકણો કે જે શરીરમાં રહેલા સૂક્ષ્મ સૈનિકો જે તે રોગ સામે લડવાની તાલીમ તેઓ મેળવે છે. જ્યારે ખરેખર જે તે રોગના સુક્ષમાણુ કે જીવાણું શરીરમાં દાખલ થાય છે ત્યારે જે તે રોગ સામે લડવાની તાલીમ પામેલા શ્વેતકણો કે જે શરીરમાં રહેલા સૂક્ષ્મ સૈનિકો છે તે લડે છે. આ શત્રુઓ નાશ કરીને સોગને ઉદ્ભવતો અટકાવે છે, રોગની અસરકારકતા ઘટાડે છે અને છેવટે રોગનો નાશ પણ કરી શકે છે.

.... ચાલો, હવે સમજણ પડીને કે શા માટે આપણને અન્ય વ્યક્તિને થયેલા રોગનો ચેપ લાગે છે. યાદ કરો  ઘરમાં એક વ્યક્તિને શરદી થાય છે તો ઘરના દરેક સભ્યને શરદી થતી નથી. તેમને શરદી એટલા માટે n થઈ કેમ કે તેના શરીરમાં રહેલા શરદી રોગ સામે લડવાની તાલીમ પામેલા શ્વેતકણો કે જે શરીરમાં રહેલા સૂક્ષ્મ સૈનિકો તેનો સફળતાપૂર્વક સામનો કરે છે, શત્રુનો નાશ કરે છે. આ શકિત એ જ આપણી રોગ પ્રતિકારક શકિત. યોગ્ય પોષક તત્વથી ભરપુર ખોરાક નિયમિત રીતે નિયમિત માત્રામાં સીઝન ઋતુ મુજબ લેવાથી રોગ પ્રતિકારક શકિત જળવાઈ રહી શકે છે. ફાસ્ટફૂડ, પેકિંગ ફુડ, જંક ફૂડ લેવાથી સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે.


અન્ય વાંચવા જેવા આર્ટિકલ :: 




ફોર્મ ભરવાની વિગત તૈયાર રાખો જે નીચે મુજબ છે.
આ ફોર્મ નાં સ્ક્રીન શોટ નીચે આપેલા છે તે જરૂર જુવો.


ઝોનનું નામ-

વોર્ડનું નામ-

કઈ વેક્સીન લેવી છે ? 

- કોવિશિલ્ડ

- કોવેક્સીન

વેક્સીન ક્યારે લેવી છે ? 

- Date

વેક્સીન કયા સમયમાં લેવી છે ? 

- 9 am to 11 am
- 11 am to 1 pm
- 1 pm to 3 pm
- 3 pm to 5 pm
- 5 pm to 7 pm

લાભાર્થીનું નામ (ડોક્યુમેન્ટ પ્રમાણે) 

લાભાર્થીની ઉમર વર્ષ 

શારીરિક દિવ્યાંગ છે ? 
- હા
- ના

લાભાર્થીનું પૂરું સરનામું 

લાભાર્થીનો મોબાઈલ નંબર 

વેક્સિન નો કયો ડોઝ છે ?
- પ્રથમ
- બીજો
- પ્રિકોસનરી
આ વિગતો ભર્યા પછી એક વાર ખરાઈ કરી લેવી પછી જ submit પર ક્લિક કરવું. 

submit















































































Post a Comment

0 Comments