Type Here to Get Search Results !

Celebration of different different days... .. .

0
Celebration of different different days... .. . લેખમાં ભારતમાં ઉજવાતા દિવસો વિશે જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક ઉજવાતા દિવસો વિશે જ અમે જાણકારી પોસ્ટ કરી છે.

Celebration of different days ... ... The article seeks to provide information about the days celebrated in India. We've only posted information about some of the celebrated days.

વિશ્વમાં ભારત દેશ અનેક કારણોસર જાણીતો છે. અનેક સંસ્કૃતિ આવીને ગઈ પણ ભારતમાં જોવા મળતી સંસ્કૃતિ હજી પણ ટકી રહી છે. એનું કારણ એ કે ભારતીય પ્રજા હમેશા ઉત્સવ પ્રિય હતી, છે અને રહેવાની જ છે. ઉત્સવ વિનાનુ જીવન એટલે નીરસ જીવન. આવા નીરસ જીવન કેટલો સમય ટકે? 

રેક પોસ્ટ અંત સુધી વાંચવાની જરૂર છે


સમગ્ર વિશ્વમાં ભારત એક માત્ર દેશ એવો છે કે ક્યાં વિવિધતા ભરપુર હોવા છતાં એકાતમકતા છે. ભારત દેશ એટલે વિવિધતાથી ભરપુર દેશ. ભલે ને એ વિવિધતા ભાષા, પોષક, ખોરાક, ધાર્મિકતા, રહેઠાણ, ભૌગીલક, સામાજિક, પ્રકૃતિક, ઉત્સવ કે અન્ય. ભારતમાં જોવા મળતી વિવિધતાના પ્રકાર કદાચ જ અન્ય દેશોમાં જોવા મળી શકે છે. દુનિયાની કેટલીક સંસ્કૃતિ માત્ર ભારતમાં જ જોવા મળી શકે છે. એટલે જ તો ભારત દેશ સમગ્ર વિશ્વ માટે પ્રવાસના સ્થળ ઉપરાંત જાણવા - માણવા લાયક સ્થળ કે દેશ તરીકે પ્રખ્યાત છે અને તેની આ વિવિધતા વિશ્વ પ્રવાસીઓને આકર્ષે છે.


ભારતની સંસ્કૃતિ એટલે પ્રાચીન સંસ્કૃતિ કે જે પ્રાચીન સિંધુ ખીણમાં ઉદ્ભવેલી વિકાસ પામેલી સંસ્કૃતિ. વિશ્વમાં અનેક ધર્મ - સંપ્રદાય છે. આ ધર્મમાંથી વિશ્વના મુખ્ય ધર્મો પૈકી ચાર ધર્મ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મનો ઉદ્‌ભવ પણ ભારતમાં થયો હતો. હિન્દુ ધર્મ નથી પણ એક સંસ્કૃતિ છે, એક જીવનશૈલી છે.


ભારતવાસી ઉત્સવપ્રિય છે. અનેક ઉત્સવ જુદા જુદા રાજ્યમાં જુદી જુદી પરંપરા મુજબ આગવીશૈલીથી ઉજવાય છે. એમાંય દિવાળી, હોળી, વસંતપંચમી, જન્માષ્ટમી જેવા અનેક ઉત્સવોની ઉજવણીની વાત જ અલગ છે. કેટલાક ઉત્સવ દેવી - દેવતાની સાથે જોડાયેલા છે તો કેટલાક પ્રકૃતિ સાથે સંકળાયેલ છે જ્યારે કેટલાક મહાપુરુષ સાથે જોડાયેલા છે, કેટલાક ઐતિહાસિક ધટના સાથે જોડાયેલા છે. ઉત્સવો પ્રેરણા આપે છે, ઉત્સાહ વધારે છે, જીવનમાં રંગ પુરે છે, સમસ્યાઓનો સામનો કરતા શીખવે છે. આમના કેટલાક પ્રાચીન કાળથી  ઉજવાતા આવ્યા છે તો કેટલાક છેલ્લા 100 વર્ષમાં ઉમેરાયા છે. માટે જ તો ભારતમાં ઉજવાતા કેટલાક દિન વિશે જાણીએ.


કલ્પના કરો કે જો આ ઉત્સવો ન હોય તો?  માણસ હમેંશા ઉત્સવપ્રિય રહ્યો જ છે. આવા ઉત્સવો ભારતમાં ક્યારે અને ક્યાં ઉજવાય છે તેની યાદી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આપ આ સિવાય અન્ય અહી રજૂ ન થયેલા માટે અમને કૉમેન્ટ બોકસમાં જણાવી શકો છો. 


*વર્ષમાં ઉજવાતા વિવિધ દિવસો*


જાન્યુઆરી:


(1) 1 જાન્યુઆરી - નાગાલેંડ દિન

(2) 11 જાન્યુઆરી - લાલ બહાદુર શાશ્ત્રિ પુણ્યતીથિ

(3) 12 જાન્યુઆરી - સ્વામી વિવેકાનન્દ દિન

(4) 21 જાન્યુઆરી - મેઘાલય, મણીપુર ,ત્રિપુરા દિન

(5) 23 જાન્યુઆરી - સુભાશચન્દ્ર બોઝ જન્મ દિન

(6) 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન

(7) 30 જાન્યુઆરી - શહીદ દિન, મહાત્મા ગાંધી દિન


 ફેબ્રુઆરી:


(1) 1 ફેબ્રુઆરી - તટ રક્ષક દિન

(2) 6 ફેબ્રુઆરી - જમ્મુ અને કાશમીર દિન

(3) 14 ફેબ્રુઆરી - વેલેંટાઇન ડે

(4) 18 ફેબ્રુઆરી - રામક્રિષ્ણા પરમહંસ જન્મ દિન

(5) 28 ફેબ્રુઆરી - રાષ્ટ્રિય વિગ્યાન દિન

(6) 29 ફેબ્રુઆરી - મોરારજી દેસાઇ દિન


 માર્ચ:


(1) 4 માર્ચ - રાષ્ટ્રિય સુરક્ષા દિન

(2) 8 માર્ચ - વિશ્વ મહિલા દિન, વિશ્વ શાક્ષરતા દિન

(3) 11 માર્ચ - અંદમાન નિકોબાર દિન

(4) 12 માર્ચ - દાંડી યાત્રા દિન

(5) 15 માર્ચ - વિશ્વ વિકલાંગ દિન

(6) 21 માર્ચ - વિશ્વ વન દિન

(7) 22 માર્ચ - વિશ્વ જળ દિન

(8) 23 માર્ચ - શહિદ ભગતસિન્હ પુણ્યતિથી

(9) 30 માર્ચ - રાજસ્થાન દિન


એપ્રિલ:


(1) 1 એપ્રિલ - એપ્રિલ ફુલ દિન, ઓરિસ્સા દિન

(2) 5 એપ્રિલ - નેશનલ મેરિટાઇમ દિન

(3) 7 એપ્રિલ - વિશ્વ આરોગ્ય દિન

(4) 10 એપ્રિલ - વિશ્વ કેંસર દિન

(5) 13 એપ્રિલ - જલિયાવાલા બાગ હત્યાકાંડ દિન

(6) 14 એપ્રિલ - ડો. આંબેડકર જયંતી

(7) 15 એપ્રિલ - હિમાચલ પ્રદેશ દિન

(8) 23 એપ્રિલ - વિશ્વ પુસ્તક દિન

(9) 30 એપ્રિલ - બાળ મજુરી વિરોધી દિન


જુન:


(1) 5 જુન - વિશ્વ પર્યાવરણ દિન

(2) 12 જુન - વિશ્વ બાળમજુરી વિરોધી દિન

(3) 23 જુન - વિશ્વ ઓલિમ્પિક દિન

(4) 27 જુન - વિશ્વ ડાયાબીટીસ દિન

(5) 28 જુન - ફાધર્સ ડે


જુલાઇ:


(1) 1 જુલાઇ - ડોક્ટર દિન

(2) 4 જુલાઇ - સ્વામી વિવેકાનંદ પુણ્યતિથી

(3) 11 જુલાઇ - વિશ્વ વસ્તી દિન

(4) 19 જુલાઇ - બેંકો નુ રાષ્ટ્રિયકરણ દિન

(5) 23 જુલાઇ - લોક્માન્ય ટિળક જયંતી

(6) 25 જુલાઇ - પેરેંટ્સ ડે

(7) 26 જુલાઇ - કારગિલ વિજય દિન


ઓગષ્ટ:


(1) 1 ઓગષ્ટ - લોક્માન્ય ટિળક ની પુણ્યતિથી

(2) 7 ઓગષ્ટ - રવિન્દ્રનાથ ટગોરે ની પુણ્યતિથી

(3) 9 ઓગષ્ટ - હિન્દ છોડો આંદોલન દિન

(4) 14 ઓગષ્ટ - પાકિસ્તાન નો સ્વાતંત્રદિન

(5) 15 ઓગષ્ટ - ભારત્ નો સ્વાતંત્રદિન

(6) 29 ઓગષ્ટ - મેજર ધ્યાનચંદ નો જન્મદિન


સપ્ટેમ્બર:


(1) 5 સપ્ટેમ્બર - શિક્ષક દિન

(2) 8 સપ્ટેમ્બર - વિશ્વ સાક્ષરતા દિન

(3) 11 સપ્ટેમ્બર - દેશ ભક્તી દિન

(4) 14 સપ્ટેમ્બર - અંધજન દિન

(5) 25 સપ્ટેમ્બર - વિશ્વ નૌકાદિન

(6) 26 સપ્ટેમ્બર - વિશ્વ બધિર દિન

(7) 27 સપ્ટેમ્બર - વિશ્વ પ્રવાસન દિન


ઓકટોબર:


(1) 1 ઓકટોબર - સ્વૈચ્છિક રક્તદાન દિન

(2) 2 ઓકટોબર - મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાશ્ત્રિ દિન

(3) 3 ઓકટોબર - વિશ્વ પશુ દિન

(4) 6 ઓકટોબર - વિશ્વ શાકાહારી દિન

(5) 8 ઓકટોબર - ભારતિય વાયુસેના દિન

(6) 9 ઓકટોબર - વિશ્વ ટપાલ દિન

(7) 16 ઓકટોબર - વિશ્વ ખાદ્યદિન

(8) 17 ઓકટોબર - વિશ્વ ગરીબી નાબુદી દિન

(9) 24 ઓકટોબર - સંયુક્ત રાષ્ટ્રિયદિન

(10) 31 ઓકટોબર - રાષ્ટ્રિય એકતા દિન


નવેમ્બર:


(1) 1 નવેમ્બર - હરીયાણા દિન, છત્તિસગઢ સ્થાપના દિન

(2) 7 નવેમ્બર - રાષ્ટ્રિય કેંસર જાગ્રુતી દિન

(3) 9 નવેમ્બર - રાષ્ટ્રિય ન્યાય સેવા દિન

(4) 14 નવેમ્બર - બાલદિન

(5) 15 નવેમ્બર - ઝારખંડ સ્થાપના દિન

(6) 20 નવેમ્બર - બાળ અધિકાર દિન

(7) 24 નવેમ્બર - એન.સી.સી. સ્થાપના દિન

(8) 26 નવેમ્બર - રાષ્ટ્રિય બંધારણ દિન


ડીસેમ્બર:


(1) 1 ડીસેમ્બર - વિશ્વ એઇડસ દિન

(2) 3 ડીસેમ્બર - વિશ્વ વિકલાંગ દિન

(3) 4 ડીસેમ્બર - નૌસેના દિન

(4) 6 ડીસેમ્બર - નાગરીક સુરક્ષા દિન

(5) 10 ડીસેમ્બર - વિશ્વ માનવ દિન

(6) 15 ડીસેમ્બર - સરદાર પટેલ પુણ્યતિથિ

(7) 24 ડીસેમ્બર - રાષ્ટ્રિય ગ્રાહક દિન 


""ઉપલો માળ ભરેલો કે ખાલી""

ઊંચી કક્ષાના વિચારો એટલે એવા વિચારો જે આપણને પજવે છે.

ઊંચા  વિચારોની પજવણી સૌના નસીબમાં નથી હોતી. મનુષ્યની કક્ષા એને પજવનારા વિચારોની કક્ષા પર થી નક્કી થવી જોઈએ, ઊંચું મકાન ઉંચા વિચારો ની ખાતરી નથી આપતું.

ઓલિવર વેન્ડલ હોમ્સ જગતના બુદ્ધિશાળી મનુષ્યને ત્રણ પ્રકારમાં વહેંચે છે

એક માળવાળા, બે માળવાળા અને ત્રણ  માળવાળા.


એક માળવાળા બુદ્ધિશાળી લોકો કેવળ હકીકતો એકઠી કરતા રહે છે, તેઓ માહિતી કે હકીકતથી દૂરનું કશું જોઈ શકતા નથી, માહિતીનો ભંડાર એકઠો કરવામાં અને વહેંચવામાં તેમનું પાંડિત્ય પૂરું થાય છે.

બે માળવાળા બુદ્ધિશાળી લોકો સરખામણી કરે છે,  તર્ક દોડાવે છે અને અર્થઘટન કરે છે.

ત્રણ માળવાળા પ્રતિભાશાળી લોકો કલ્પના શક્તિ ધરાવે છે, તેઓ આદર્શો ધરે છે, આગાહી કરે છે અને પોતાનું દર્શન વહેંચે છે.

ત્રીજા માળવાળા અલ્પસંખ્યક લોકો અંગે વિચારીએ તો કહેવું પડશે કે ઘણા ખરા લોકો નો ઉપલો માળ ખાલી હોય છે

ઘરની છત કરતાં ઊચી કક્ષાના વિચારો સેવવા એ આપણો વસંતસિદ્ધ અધિકાર છે.
ડગલેને પગલે કન્ડિશનિંગ થી બચવાનું છે.
ગાંધીજીએ કયારેય એવું નહોતું કહ્યું કે મારા મૃત્યુ પછી તમારે તમારી સ્વતંત્ર વિચારશક્તિનો વિનિયોગ કરવાની જરૂર નથી.

આપણો ઉપલો માળ ખાલી ન રહે તે માટે સતત મથવું એ આપણા હાથની વાત છે.

પ્રત્યેક યુનિવર્સિટીના કેમ્પસ પર એકાદ એવો જાગ્રત અધ્યાપક બેઠો હોય છે જેને કોઈ સોક્રેટીસ નથી ગણતું? જાગતા વિદ્યાર્થીઓએ એવા છુપા રુસ્તમ ને શોધી કાઢીને તેની સાથે ગોઠડી માંડવી જોઇએ.

સત્સંગ જગાડે છે. જાગી જવાનો અધિકાર સૌને છે.શક્ય છે કે કોઈ પ્રસન્ન સોક્રેટિસ સાથેના સત્સંગને કારણે આપણો ટર્ન લાગી જાય.

જેની પાસે ધન નથી તેવા લોકોને જ ""ગરીબ"" કહેવાનો કુરિવાજ સદીઓથી પ્રચલિત છે.

શું ""સોક્રેટીસ"" ગરીબ હતો?
શું ""તુકારામ"" ગરીબ હતો?

ખરેખર તો જે માણસ પાસે શમણાં ( સ્વપ્ન )  નથી તે માણસ ગરીબ ગણાવો જોઈએ.

શાણો માણસ કોને કહેવાય?

જ્યારે હલકટ માણસ નિંદા કરે ત્યારે નાચે, પરંતુ ચારિત્ર્યવાન માણસ નિંદા કરે ત્યારે ચેતી જાય એ માણસ શાણો કહેવાય.

ચેતી જવું એ જાગતા હોવાની નિશાની છે, માણસે પોતાની પ્રશંસા થાય ત્યારે ચેતી જવું જોઈએ.

Vishal Dashadiyaની કલમે...

Post a Comment

0 Comments