Type Here to Get Search Results !

how to lock and unlock Aadhaar:

0
આધાર વપરાશકર્તાઓ આધારને  લૉક અને અનલૉક કરવાની રીત વિશે ::
આધાર શબ્દ ઓકસફોર્ડ ડીક્ષનરી સામેલ થયેલો ખૂબ જ પ્રચલિત શબ્દ છે. આ શબ્દ ભારતની બહાર પણ જાણીતો શબ્દ છે. આધાર કાર્ડ ભારતમાં ઉપયોગમાં લેવાતું સૌથી વધારે સામાન્ય ફોટો ઓળખ પુરાવો છે. આધાર કાર્ડ દ્વારા આપણે સરળતાથી સરકારી યોજનાઓનો લાભ લઈ શકીએ છીએ. આ સિવાય આ ફોટો ઓળખ પુરાવો આધાર કાર્ડનો ઉપયોગ બેંક ખાતું ખોલાવવા, શાળા કે કોલેજ કે અન્ય સ્થાને પ્રવેશ લેવા, મિલ્કત ખરીદવા કે વેચવા, મિલ્કત ભાડે આપવા કે લેવા, ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા, પાન કાર્ડ બનાવવા, સીમ 
કાર્ડ ખરીદવા, ઘરેણાં ખરીદવા વગેરે જેવા અનેક મહત્વપૂર્ણ કામો માટે થાય છે. ભારત સરકારે વર્ષ 2009માં ભારતમાં પ્રથમ વખત આધાર કાર્ડ યોજના શરૂ કરી હતી. ત્યારથી દેશમાં તેનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા જારી કરવામાં આવે છે.



Aadhaar card can be used for various types of fraud.  So to avoid such various threats, UIDAI has also provided us the facility to lock our Aadhaar card.  Aadhaar card can be locked or unlocked online or through sms even sitting at home.  Let's know how to lock or unlock Aadhaar card.


વિવિઘ પ્રકારની બેંક, કોલેજ, સ્કૂલ, લોન આપતી સંસ્થા, સરકારી અને ખાનગી હોસ્પિટલ, સરકારી ઓફીસ, સરકારી યોજનાઓ સહિત દરેક સ્થળે - જગ્યાએ અગત્યના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આપણે દરેક જગ્યાએ પુરાવા તરીકે આધાર રજૂ કરીએ છીએ જ. પરિણામે આધાર કાર્ડને વિવિધ સ્થળે પુરાવાના ભાગ રૂપે આપતા હોવાથી આપણાં માટે આપણી સાથે સાયબર ક્રાઇમ કે સાયબર ફ્રોડ થવાના વિવિધ પ્રકારના જોખમો પણ વધી રહ્યા છે. જો આપણું આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ડેટા લીક થવાનું જોખમ રહેલું છે. જો કોઈ છેતરપિંડી કરનારના હાથમાં આવે છે, તો આપણાં ખાતામાંથી પૈસા પણ ચોરાઈ શકે છે અને અન્ય પ્રકારની છેતરપિંડીથી થઈ શકે છે. તો આ પ્રકારના વિવિધ જોખમોથી બચવા માટે, UIDAI એ આપણને આપણાં આધાર કાર્ડને લોક કરવાની સુવિધા પણ આપી છે. આધાર કાર્ડને લોક કરવા કે અનલોક ઓન લાઇન કે sms દ્વારા પણ ઘરે બેેઠા કરી શકાય છે. 
******
ઘરે બેઠા ઓન લાઈન આધાર કાર્ડ અપડેટ કરોની લીંક:: 
******
ઓનલાઇન દ્વારા આધાર કાર્ડને લોક કરવા કે અનલોક કરવાની રીત વિશે : 

1. આ માટે આપણે આધારની અધિકૃત વેબ સાઈટ www.uidai.gov.in પર લોગીન કરવું પડશે.

 2. હવે, આપણ My Aadhaar વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ  આધાર સેવાઓ પસંદ કરીશું.

 3. પછી આપણ લોક/અનલૉક બાયોમેટ્રિક્સ પસંદ કરીશું.

 4. હવે આપણે 12 અંકનો આધાર નંબર દાખલ કરીશું. પછી આપણે કેપ્ચા કોડ દાખલ કરીશું. 

5. ત્યારબાદ  Send OTP પર ક્લિક કરીશું.

 6. આ પછી આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને અહીં દાખલ કરીશું.

 7. આ પછી આપણને બાયોમેટ્રિક ડેટાને લોક/અનલોક કરવાનો વિકલ્પ જોવા મળશે. આપણે 
લૉક અથવા અનલૉક કરવા માંગીએ છીએ તે વિકલ્પ પસંદ કરીશું અને આગળ વધીશું.

 8. આ રીતે આપણે આધાર બાયોમેટ્રિક ડેટા લોક અથવા અનલોક કરી શકીશું.

******
એસ એમ એસ દ્વારા - 

ઘરે બેસીને આધારને ઓનલાઈન દ્વારા લોક કરીને આપણે આધારકાર્ડના દુરુપયોગ દ્વારા થનાર છેતરપિંડીથી બચી શકીએ છીએ. આપણું આધાર  લૉક કરવા માટે આપણને 16-અંકના IDની જરૂર પડશે. જો આપણી પાસે 16-અંકનું વર્ચ્યુઅલ ID નથી, તો આપણે 16-અંકનું વર્ચ્યુઅલ ID 1947 પર SMS મોકલીને મેળવી શકીએ છીએ. એકવાર આપણી પાસે વર્ચ્યુઅલ આઈડી આવી જાય પછી, આપણાં માટે આપણાં ફોનથી આધાર કાર્ડ લોક કરવાનું સરળ બનશે.

સૌ પ્રથમ આપણે આપણા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 1947 પર GETOTP લખીને SMS મોકલવો પડશે. આપણા મોબાઇલ પર પ્રાપ્ત થયેલ OTP LOCKUID લખીને SMS કરવાનો રહેશે અને પછી આપણો આધાર નંબર ફરીથી 1947 પર મોકલવો પડશે. આ પછી આપણો આધાર નંબર લોક થઈ જશે અને કોઈ તેનો ખોટો ઉપયોગ કરી શકશે નહીં.

જો આપણ જરૂર પડ્યે આપણું આધાર કાર્ડ અનલોક કરવા માંગીએ છીએ, તો આપણે આપણા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી તેને અનલૉક પણ કરી શકીએ છીએ. આપણે વર્ચ્યુઅલ IDના છેલ્લા 6 અંકોના GETOTP અને ત્યારબાદ સ્પેસ લખીને 1947 પર SMS મોકલો. પછી વર્ચ્યુઅલ ID અને OTP ના છેલ્લા 6 અંકો દાખલ કરીને 1947 પર UNLOCKUID મોકલો. આપણું આધાર કાર્ડ ફરીથી અનલોક થઈ જશે.

Our blog is updated regularly. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost

#aadharcard #pancard  #aadhar #business  #passport #pan #aadhaar #incometax #tax #itr  #rationcard  #uidai #fssai  #incomecertificate #technology #news  #money #government  #aadhaarcard #gstregistration #incometaxreturn #foodlicense

Post a Comment

0 Comments